________________
ર૩ર |
શ્રી આવશ્યક સૂત્ર
પ્રકારે પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
બીજુ મહાવત સવાઓ મુસાવાયઓ વેરમણ-દ્રવ્ય થકી અસત્ય બોલવું નહીં, બોલાવવું નહીં બોલતા પ્રત્યે અનુમોદન આપવું નહીં. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી જાવજજીવ સુધી, ભાવ થકી ઉપયોગ સહિત ત્રણ કરણને ત્રણ જોગે કરી નવ નવ કોટીએ પચ્ચખાણ. બીજા મહાવ્રતને વિષે પાંચ ભાવના ભાવું છું. (૧) વગર વિચાર્યું બોલવું નહીં, (૨) ક્રોધે કરી અસત્ય બોલવું નહીં, (૩) લોભે કરી અસત્ય બોલવું નહીં, (૪) ભયે કરી અસત્ય બોલવું નહીં. (૫) હાસ્ય કરી અસત્ય બોલવું નહીં. બીજા મહાવ્રતને વિષે ૩૬ ભાંગે કરી પાંચ ભાવનાની ખંડના કરી હોય, આત્માને મલિન કરીને અનંત સંસાર વધાર્યો હોય, જાવજીવના સંયમમાં કોઈ પણ પ્રકારે પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ત્રીજુ મહાવત સવાઓ અદિનાદાણાઓ વેરમણ-દ્રવ્ય થકી સચેત અચેત અને મિશ્ર ત્રણ પ્રકારની ચોરી કરવી નહીં, કરાવવી નહીં, કરતા પ્રત્યે અનુમોદન કરવું નહીં, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી જાવજીવ સુધી, ભાવ થકી ઉપયોગ સહિત ત્રણ કરણને ત્રણ જોગે કરી નવ નવ કોટીએ પચ્ચખાણ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના ભાવું છું. (૧) નિર્દોષ સ્થાનક યાચીને લેવું. (૨) અણયાચી વસ્તુ લેવી નહીં, (૩) સ્થાનક સમારવું નહીં. (૪) સાધુ (સાધ્વી) સાથે સમ વિભાગ કરવો. (૫) વડેરાના વિનય તથા વૈયાવચ્ચ કરવા. ત્રીજા મહાવ્રતને વિષે ૫૪ ભાંગે કરી પાંચ ભાવનાની ખંડના કરી હોય, આત્માને મલિન કરીને અનંત સંસાર વધાર્યો હોય અને જાવજીવના સંયમમાં કોઈપણ પ્રકારે તો પાપ-દોષ લાગ્યા હોય, તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ચોથે મહાવત સવાઓ મેહુણાઓ વેરમણં–દ્રવ્ય થકી દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી મૈથુન સેવવું નહીં, સેવરાવવું નહીં, સેવતા પ્રત્યે અનુમોદન આપવું નહીં, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી જાવજજીવ સુધી, ભાવ થકી ઉપયોગ સહિત ત્રણ કરણને ત્રણ જોગે કરી નવ નવ કોટીએ પચ્ચકખાણ. ચોથા મહાવ્રતની પાંચ ભાવના ભાવું છું. (૧) સ્ત્રી(પુરુષ) પંડગ પશુ રહિત સ્થાનક ભોગવવું. (૨)
સ્ત્રી(પુરુષ) સાથે વિષય બુદ્ધિએ કથા-વાર્તા કરવી નહીં (૩) સ્ત્રી(પુરુષ)ના અંગોપાંગ વિષય બુદ્ધિએ નીરખવા નહીં. (૪) પૂર્વના કામ ભોગ સંભારવા નહીં. (૫) દિન દિન પ્રત્યે સરસ આહાર કરવો નહીં. ચોથા મહાવ્રતને વિષે ૨૭ ભાંગે કરી પાંચ ભાવનાની ખંડના કરી હોય, આત્માને મલિન કરીને, અનંત સંસાર વધાર્યો હોય અને જાવજીવના સંયમમાં કોઈપણ પ્રકારે પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
પાંચમું મહાવ્રત સવાઓ પરિગ્રહાઓ વેરમણં–દ્રવ્ય થકી સચેત, અચેત અને મિશ્ર ત્રણ પ્રકારનો પરિગ્રહ રાખવો નહીં, રખાવવો નહીં, રાખતા પ્રત્યે અનુમોદન આપવું નહીં, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે કાળ થકી જાવજીવ સુધી, ભાવ થકી ઉપયોગ સહિત ત્રણ કરણને ત્રણ જોગે કરી નવ નવ કોટીએ પચ્ચખાણ. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના ભાવું છું. (૧) શ્રોત્રંદ્રિયનો નિગ્રહ કરવો, (૨) ચક્ષુરિંદ્રિયનો નિગ્રહ કરવો, (૩) ઘ્રાણેદ્રિયનોનિગ્રહ કરવો, (૪) રસેંદ્રિયનોનિગ્રહ કરવો, (૫) સ્પર્શેદ્રિયનો નિગ્રહ કરવો, પાંચમા મહાવ્રતને વિષે ૫૪ ભાંગે કરી પાંચ ભાવનાની ખંડના કરી હોય, આત્માને મલિન કરીને અનંત સંસાર વધાર્યો હોય અને જાવજીવના સંયમમાં કોઈપણ પ્રકારે પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.