________________
શ્રી આવશ્યક સૂત્ર
ત્રીજા વૈદ્યની ઔષધિ પસંદ કરી. રાજપુત્ર ઔષધિનું નિયમિત સેવન કરવા લાગ્યો તેથી તેના સ્વાથ્ય, શક્તિ અને તેજસ્વીપણામાં વૃદ્ધિ થઈ.
પ્રતિક્રમણ ત્રીજા પ્રકારની ઔષધિ સમાન છે. દોષસેવન તે એક રોગ છે અને પ્રતિક્રમણ તેની ઔષધિ છે. પ્રતિક્રમણની આરાધનાથી દોષસેવન રૂ૫ રોગ અવશ્ય દૂર થાય છે અને દોષ સેવન રૂ૫ રોગ ન હોય, તેવા સાધકને પણ પ્રતિક્રમણ રૂપ ઔષધિ અવશ્ય લાભદાયી થાય છે. જેણે દોષસેવન કર્યું નથી, તેવા સાધક પણ ઉભયકાલ પ્રતિક્રમણ કરવાથી દોષોનું સેવન ન થાય, તે માટે જાગૃત બની જાય છે. તેનું ચારિત્ર શુદ્ધ, પવિત્ર અને નિર્મળ બને છે. પ્રતિક્રમણ કેવળ ભૂતકાલીન દોષોનો નાશ કરવા માટે જ નથી, પરંતુ ભવિષ્યકાલીન ભૂલો ઓછી કરવા અથવા ન કરવા માટે પણ છે. પ્રતિક્રમણના સમયની ભાવવિશુદ્ધિ, આત્મશુદ્ધિની તમન્ના સાધકના જીવનને શક્તિશાળી અને તેજસ્વી બનાવે છે.
પાપ થયું હોય કે ન થયું હોય, પરંતુ પ્રતિક્રમણ વખતે સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન આદિ આવશ્યકની સાધના થઈ જાય છે અને આ સાધના અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી જ પ્રતિક્રમણ ત્રીજી ઔષધિ સમાન છે. પૂર્વકૃત પાપ હોય તો તે દૂર થાય અને જો પૂર્વકૃત પાપ ન હોય તો પણ સંયમની સાધના માટે બળ અને સ્કૂર્તિ પ્રાપ્ત થાય છે. સંક્ષેપમાં કરેલી સાધનાનો કોઈ પણ અંશ કદી નિષ્ફળ જતો નથી. પ્રતિકમણથી પંચાચારની શઢિ - પ્રતિક્રમણના છ એ આવશ્યકની આરાધનાથી પંચાચારની શુદ્ધિ થાય છે. સામાયિકની આરાધનાથી ચારિત્રચારની, ચોવીસ તીર્થકરોની સ્તુતિથી દર્શનાચારની, જ્ઞાનાદિ ગુણ સંપન્ન ગુરુને વંદન કરવાથી જ્ઞાનાદિ આચારોની, પ્રતિક્રમણ અને ત્રણ ચિકિત્સારૂપ કાયોત્સર્ગથી ચરિત્રાચારની તથા પચ્ચકખાણથી તપાચારની શુદ્ધિ થાય છે અને સામાયિકાદિ છ એ આવશ્યકોની વિધિપૂર્વક આરાધના કરવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. પંચાચારની શુદ્ધિથી જ ચારિત્રની પુષ્ટિ થાય છે, તેથી જ પ્રતિક્રમણ તે ચારિત્રનો પ્રાણ છે. કોઈપણ તીર્થંકરના શાસનમાં દીક્ષા અંગીકાર કરનાર નવદીક્ષિત સાધુને સર્વ પ્રથમ આવશ્યક સૂત્રનું અધ્યયન કરાવ્યા પછી અગિયાર અંગનું અધ્યયન કરાવે છે. સામાનIા વારસ હિs I પ્રતિક્રમણ–મિચ્છામિ દુક્કડમ્ - જૈન ધર્મનું સમસ્ત સાધના સાહિત્ય મિચ્છામિ દુક્કડની પ્રાધાન્યથી સભર છે. સાધક પોતાની ભૂલ માટે “
મિચ્છામિ દુક્કડમ્' કરે છે અને પાપમળને ધોઈને પવિત્ર બને છે. ભૂલ થયા પછી જો તે મિચ્છામિ દુક્કડમ્ કરે તો તે આરાધક મનાય છે અને અભિમાનવશ તે પોતાની ભૂલને સ્વીકારે નહીં અને “
મિચ્છામિ દુક્કડમ્ ન કરે, તો તે ધર્મનો વિરાધક છે. - મનમાં કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ થઈ હોય, તો શુદ્ધ હૃદયથી તેનું મિચ્છામિ દુક્કડમ્ કરવું જોઈએ. વિચારમાં મલિનતા પ્રવેશી હોય, વાણીમાં કટુતા આવી હોય, આચરણમાં કલુષતા આવી હોય, ખાવામાં, પીવામાં, જવા-આવવામાં, ઉઠવા-બેસવામાં, બોલવામાં, વિચારવામાં ભૂલ થઈ હોય તો સાધક મિચ્છામિ દુક્કડમનો આશ્રય લે છે. “
મિચ્છામિ દુક્કડમ્' કહેવું તે પ્રતિક્રમણ રૂપ પ્રાયશ્ચિત્ત છે– પ્રતિક્રમણ દ્વારા થતું પ્રાયશ્ચિત્ત સાધનાને પવિત્ર, નિર્મળ, સ્વચ્છ અને શુદ્ધ બનાવે છે.
“
મિચ્છામિ દુક્કડમ્'ના કથન માત્રથી પાપ દૂર થતું નથી. શબ્દ સ્વયં પવિત્ર કે અપવિત્ર નથી. શબ્દો તો જડ છે, પરંતુ શબ્દની પાછળ રહેલો મનનો ભાવ જ મહાન સામર્થ્ય ધરાવે છે. વાણી મનનું પ્રતીક છે. મિચ્છામિ દુક્કડમુની પાછળ આંતરિક પાશ્ચાત્તાપનો ભાવ રહેલો છે. તે આત્મા ઉપર લાગેલા પાપમળને દૂર કરે છે, તેથી પરંપરાગત નિપ્રાણ રૂઢિથી “
મિચ્છામિ દુક્કડમ્'નો પ્રયોગ ન કરતાં સાચા