________________
પરિશિષ્ટ-૩
.
[ રરપ ]
વાસ્તવિક વિકાસ કહેવાય છે. તે જ રીતે સાધક પોતાના ભૂતકાલીન પાપનું નિરીક્ષણ કરીને તેની આલોચના પૂર્વક પ્રતિક્રમણ કરે ત્યાર પછી વર્તમાનમાં તપ-જપ, સંયમ, સ્વાધ્યાયાદિ અનુષ્ઠાનોની આરાધના કરે, તે આરાધનામાં પણ દોષ સેવન ન થાય તે માટે જાગૃત રહે અને છતાં ક્યારેક દોષ સેવન થઈ જાય, તો તેનું પ્રતિક્રમણ કરે, તો જ તેની આરાધના સફળ બને છે.
પ્રતિક્રમણ જીવન રૂપી ખાતાવહીનું બારીક નિરીક્ષણ છે. સાધકે પ્રતિદિન સવારે અને સાંજે આત્મનિરીક્ષણ કરીને જોવાનું હોય છે કે તેણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું? અહિંસા, સત્ય અને સંયમની સાધનામાં તે ક્યાં સુધી આગળ વધ્યો છે? ક્યાં ક્યાં ભૂલો કરી છે? દશવૈકાલિક સૂત્રની ચૂલિકામાં કહ્યું છે કે જિં ને હું જિં જ ને શિષ્ય સેવંહે સાધક! તું પ્રતિદિન વિચાર કરજે કે મેં શું કર્યું છે અને આગળ શું કરવાનું બાકી છે? આ પ્રકારની વિચારણાથી સાધક પાપનો પાપ રૂપે સ્વીકાર કરે છે. પાપને પાપ તરીકે, ભૂલને ભૂલ તરીકે સ્વીકાર કરવા માત્રથી પણ તે પાપ કે ભૂલનો રસ ઘટી જાય છે, સાધકને સ્વયં તે પાપ પ્રતિ ગ્લાનિ કે ખેદ થાય છે અને તે ખેદજનક પાપથી તે અવશ્ય નિવૃત્ત થાય છે.
આ રીતે પ્રતિક્રમણ આત્મનિરીક્ષણની પ્રજ્વલિત જ્યોતિ છે. તે જ્યોતિના તેજમાં જ સાધકની શદ્ધિ થાય છે. પ્રતિક્રમણ સ્વયંની વાસ્તવિકતાનો બોધ છે. તે બોધથી જ ચારિત્રની શુદ્ધિ થાય છે.
પાપથી મુક્ત થવાની પ્રક્રિયા રૂપ આ પ્રતિક્રમણ આજકાલથી નહિ, હજારો લાખો વર્ષથી પણ નહિ પરંતુ અનાદિકાળથી ચાલ્યું આવે છે અને તેના દ્વારા કેટલા ય સાધકોએ પોતાનું જીવન સુધાર્યું છે, વાસનાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને અંતે ભગવત્ પદ-સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું છે. પ્રતિકમણ-ત્રીજુ ઔષધ - આચાર્ય હરિભદ્રસૂરિ આદિ પૂર્વાચાર્યોએ પ્રતિક્રમણનું મહત્ત્વ સમજાવવા માટે એક કથાનો ઉલ્લેખ કર્યો છે.
પુરાણ યુગમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામનું નગર હતું, તેમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. રાજાને પાછલી અવસ્થામાં એક પુત્રની પ્રાપ્તિ થઈ, તેથી તેને પુત્ર પર અત્યંત સ્નેહ હતો. પિતાને હંમેશાં તેના સ્વાથ્યની જ ચિંતા રહેતી હતી. પુત્ર કદી પણ બીમાર ન પડે તેના ઉપચાર કરવા માટે પોતાના દેશના ત્રણ સુપ્રસિદ્ધ વૈદ્ય બોલાવ્યા અને તેમને કહ્યું કે કોઈ એવું ઔષધ બતાવો કે મારો પુત્ર સર્વદા નિરોગી રહે.
પોતપોતાની ઔષધિઓના ગુણદોષ બતાવતા પહેલા વૈધે કહ્યું: મારી ઔષધિ સૌથી શ્રેષ્ઠ છે. જો શરીરમાં કોઈ પણ રોગ ઉત્પન્ન થયો હોય અને મારી ઔષધિ લેવામાં આવે તો રોગ શીધ્ર નષ્ટ થઈ જાય છે પરંતુ જો કોઈ રોગ ન હોય અને ઔષધિ ખાવામાં આવે તો નવો રોગ ઉત્પન્ન થાય છે અને પછી તે રોગી મૃત્યુથી કદી પણ બચી શકતો નથી. રાજાએ કહ્યું : બસ, આપ કૃપા કરો. પોતાના હાથે મૃત્યુને આમંત્રણ કોણ આપે?
બીજા વૈધે કહ્યું ઃ રાજનું! મારું ઔષધ વિશેષ લાભદાયી છે. જો કોઈ રોગી હશે તો મારું ઔષધ રોગને નષ્ટ કરી દેશે અને જો રોગ નહિ હોય તો ઔષધિ લેવાથી કોઈ લાભ કે નુકશાન થશે નહીં. રાજાએ કહ્યું : તમારી આ ઔષધિની પણ મારે આવશ્યકતા નથી.
ત્રીજા વૈધે કહ્યું: મહારાજ! આપણા રાજકુમાર માટે તો મારી ઔષધિ સર્વશ્રેષ્ઠ સિદ્ધ થશે. આપ રાજકુમારને મારી ઔષધિ પ્રતિદિન નિયમિત રીતે ખવડાવો. જો કોઈ રોગ હશે તો તે ઔષધિ રોગને તુરંત નષ્ટ કરશે અને જો કોઈ રોગ નહિ હોય તો પણ મારી ઔષધિ તો ફાયદો જ કરશે. ભવિષ્યમાં નવો રોગ પેદા થવા દેશે નહિ અને શરીરની કાંતિ, શક્તિ અને સ્વાથ્યમાં નિત્ય અભિવૃદ્ધિ કરશે. રાજાએ