________________
શ્રી આવશ્યક સૂત્ર
(૪) યાવત્ કથિત પ્રતિક્રમણ :- મહાવ્રત આદિના રૂપમાં યાવત્ જીવન માટે પાપથી નિવૃત્તિ કરવી તેને યાવત્ કથિતુ પ્રતિક્રમણ કહેવાય છે.
૨૨૪
(૫) યત્િિચન્મિથ્યા પ્રતિક્રમણ :– સંયમમાં સાવધાન રહેવા છતાં પણ સાધુથી પ્રમાદવશ તથા આવશ્યક પ્રવૃતિવશ અસંયમરૂપ કોઈ આચરણ થઈ જાય તો તુરંત પોતાની ભૂલનો સ્વીકાર કરવો અને તે જ સમયે પશ્ચાત્તાપપૂર્વક મિચ્છામિ દુક્કડમ દેવું તેને યતિષિભિધ્યા પ્રતિક્રમણ કહે છે.
(૬) સ્વપ્નાંતિક પ્રતિક્રમણ :– સૂઈને ઉઠ્યા પછી કરાતાં પ્રતિક્રમણને સ્વપ્નાતિક પ્રતિક્રમણ કહેવાય છે. અથવા વિકાર વાસનારૂપ કુસ્વપ્ન જોવાઈ ગયા હોય, તેનું પ્રતિક્રમણ કરવું, તેને સ્વપ્નાંતિક પ્રતિક્રમણ કહેવાય છે. કારણની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર :– મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, આ પાંચ પાપસેવનના કારણ છે. તેનાથી ક્રમશઃ પાછા ફરવાથી તે તે પ્રતિક્રમણ થાય છે. તેની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર થાય છે– (૧) ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય, (૨) પાંચમા ગુણસ્થાનકે શ્રાવકના વ્રત ધારણ કરતા અને છઠ્ઠા ગુણસ્થાનકે સાધુના વ્રત ધારણ કરતા અવ્રતનું પ્રતિક્રમણ થાય છે, (૩) સાતમા ગુણસ્થાનકે અપ્રમત્તાવસ્થાને પ્રાપ્ત થતાં પ્રમાદનું પ્રતિક્રમણ થાય છે (૪) અગિયારમા ગુણસ્થાન કે વીતરાગ દશાની અનુભૂતિ થતાં કષાયનું પ્રતિક્રમણ થાય છે અને (૫) ચૌદમા ગુણસ્થાનકે અયોગી અવસ્થા પ્રાપ્ત થતાં શુભ-અશુભ બંને પ્રકારના યોગનું પ્રતિક્રમણ થાય છે. આ રીતે પાંચે પ્રકારના પ્રતિક્રમણની પૂર્ણતાથી જીવ પોતાની પૂર્ણ શુદ્ધ સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે.
આંશિક રૂપે આ પાંચે પ્રકારના પ્રતિક્રમણની આરાધના ગમે ત્યારે થઈ શકે છે. જેમ કે આંશિક રૂપે કષાયનો ત્યાગ કરનાર જીવ અગિયારમા ગુણસ્થાનની પૂર્વે પણ આંશિક કષાયનું પ્રતિક્રમણ કરે છે, યોગની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરનાર સાધક સયોગી અવસ્થામાં પણ આંશિક રૂપે યોગનું પ્રતિક્રમણ કરે છે.
પ્રતિક્રમણ જૈન સાધનાનું પ્રાણતત્ત્વ છે, તેથી સાધકની દરેક આવશ્યક ક્રિયા પછી તે તે ક્રિયામાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવાની પદ્ધતિ છે. જેમ કે ગમનાગમન, સ્વાધ્યાય, પ્રતિલેખન, ગોચરી કે પરઠવાની ક્રિયા પછી સાધુ યથાયોગ્ય પાઠના ઉચ્ચારણ પૂર્વક તે તે ક્રિયાની શુદ્ધિ માટે દોષોની આલોચના માટે કાયોત્સર્ગ કરે છે. તે પ્રતિક્રમણ રૂપ જ છે. સાધુ એક સ્થાનથી સો હાથ દૂર સુધી જાય અને ત્યાં એક મુહૂર્ત સુધી બેસવું હોય, તો સાધુએ ત્યાં જઈને સહુ પ્રથમ ગમનાગમનનું પ્રતિક્રમણ કરવું પડે છે.
સાધુ સતત સાવધાનીપૂર્વક પ્રત્યેક ક્રિયા કરે છે તેમ છતાં ક્યારેક પ્રમાદવશ જાણતા કે અજાણતા અથવા સહસાકાર-અચાનક કોઈ પણ દોષનું સેવન થઈ જાય, ત્યારે સાધુએ તેનું ‘મિચ્છામિ દુક્કડમ્' રૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ રીતે પ્રતિક્રમણની પ્રક્રિયાથી પ્રમાદ ભાવ દૂર થાય છે અને સાધક દોષ સેવન ન થાય તેના માટે અપ્રમત્ત બની જાય છે.
પ્રતિક્રમણની મહત્તા :– મનુષ્ય પોતાની ઉન્નતિ અને પ્રગતિ ઇચ્છે છે. સાધના ક્ષેત્રમાં તે તપ કરે, જપ કરે, સંયમ પાળે કે કઠોર આચરણનું પાલન કરે છે. આ સાધના દ્વારા સર્વ બંધનોથી મુક્ત થવાની, સર્વ દુઃખોથી દૂર થવાની તેની તીવ્રતમ ઇચ્છા હોવા છતાં તેને સફળતા કેમ મળતી નથી ?
કોઈપણ ક્ષેત્રમાં ઉન્નતિ કરતાં પહેલાં પોતાની વર્તમાન અવસ્થાનું પૂરું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. કોઈ વ્યાપારી પોતાના વ્યાપારનો વિસ્તાર કરતો જ જાય પરંતુ ભૂતકાલીન વ્યાપારનો હિસાબ પૂર્ણ થયો ન હોય, તેમાં ગોટાળા હોય, તો તે વ્યાપારીનો વિકાસ કહેવાતો નથી. ભૂતકાલીન વ્યાપારના હિસાબો, લેવડ-દેવડ બધું જ પતી જાય અને ત્યાર પછી વ્યાપારનો વિસ્તાર થાય, તો તે તેનો