________________
ર
શ્રી આવશ્યક સૂત્ર
ગસને ચ શા, વિવરીયપરવાર્ હૈં ॥ ગાથા- ૧૨૭૧(આવશ્યક નિયુક્તિ)
(૧) પડિસિદ્ધાણં રળે- નિષિદ્ધ કૃત્યનું આચરણ કર્યું હોય, સાધુ અને શ્રાવકોને હિંસા, અસત્ય, ચોરી આદિ પાપપ્રવૃત્તિના સેવનનો નિષધ છે, તેમ છતાં પ્રમાદાદિને વશ થઈને સાધુ કે શ્રાવકે હિંસાદિનું સેવન કર્યું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે.
(૨) નિબ્બાનમર્ગ- કરણીય કૃત્યોનું આચરણ ન કર્યું હોય. પાપસેવનનો ત્યાગ જરૂરી છે, તે જ રીતે ક્ષમાદિ યતિધર્મ કે પ્રતિલેખન, પ્રમાર્જન આદિ શાસ્ત્રીય વિધાનો અનુસાર આચરણ કરવું, તે પણ તેટલું જ જરૂરી છે. શક્તિ હોવા છતાં કરવા યોગ્ય સત્કૃત્યની આરાધના ન કરવી, તે પણ એક પ્રકારનું પાપ છે. સાધકના દૈનિકકૃત્યોમાં કરણીય કૃત્યોમાં અંશ માત્ર પણ સ્ખલના થવી, તે પાપ છે, તેથી સાધકે તેનાથી પાછા ફરવું પડે છે.
(૩) અક્ષ- અશ્રદ્ધારૂપ ભાવ કર્યા હોય. આત્મા આદિ અમૂર્ત પદાર્થો, સ્વર્ગ, નરક આદિ અપ્રત્યક્ષ સ્થાનો વગેરે વિષયમાં શંકા—સંદેહ થાય, તો શ્રદ્ધાની શિથિલતાથી દોષ પરંપરાનું સર્જન થાય છે, તેથી સાધકે શ્રદ્ધાની શિથિલતાથી પાછા ફરવું પડે છે. આ માનસિક શુદ્ધિ રૂપ પ્રતિક્રમણ છે.
(૪) વિવરીવપવળા– વિપરીત પ્રરૂપણા કરી હોય. પોતાની સ્વચ્છંદ બુદ્ધિથી જિનમાર્ગથી વિપરીત પ્રરૂપણા થાય, તો તેનાથી સ્વ-પર બંનેં સત્યમાર્ગથી ચલિત થાય છે, તેથી સાધકે વિપરીત પ્રરૂપણાથી પાછા ફરવું પડે છે. આ વાચિક શુદ્ધિ રૂપ પ્રતિક્રમણ છે.
આ ચારે વિષયોનું શુદ્ધ ભાવથી પ્રતિક્રમણ કરનાર સાધકની શ્રદ્ધા, પ્રરૂપણા અને સ્પર્શના રૂપ આરાધનાના ત્રણે માર્ગની શુદ્ધિ થાય છે. અશ્રદ્ધાના પ્રતિક્રમણથી શ્રદ્ધાની શુદ્ધિ, વિપરીત પ્રરૂપણાના પ્રતિક્રમણથી પ્રરૂપણાની શુદ્ધિ અને નિષિદ્ધ કૃત્યના સેવન અને કરણીય કૃત્યના અસેવનના પ્રતિક્રમણથી સ્પર્શનાની શુદ્ધિ થાય છે. આ રીતે શ્રદ્ધા, પ્રરૂપણા અને સ્પર્શનાની યથાર્થતાથી સાધકની સાધના ગતિશીલ બની જાય છે.
પ્રતિક્રમણથી વૈકાલિક શુદ્ધિ :– ભૂતકાલના દોષોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ થાય છે, તેવી એક માન્યતા પ્રચલિત છે, શ્રી ભદ્રબાહુ સ્વામીએ વૈકાલિક શુદ્ધિ માટે પ્રતિક્રમણની ઉપયોગિતાને પ્રસિદ્ધ કરી છે, પ્રતિક્રમણ ભૂતકાલીન દોષોની આલોચના, નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ કરે છે, પ્રતિક્રમણ કરનાર સાધક વર્તમાનમાં સંવર ધર્મની આરાધના કરે છે, વર્તમાનમાં આવતા પાપોને રોકે છે, તે વર્તમાન કાલીન શુદ્ધિ છે અને સાધક તે પાપનું પુનરાવર્તન ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય છે, તે તેની ભવિષ્યકાલીન શુદ્ધિ છે.
આ રીતે પ્રતિક્રમણથી ભૂતકાલીન ભૂલો તથા અશુભયોગથી નિવૃત્તિ થાય છે, વર્તમાનમાં શુભ યોગમાં પ્રવૃત્તિ થાય છે અને ભવિષ્યમાં પણ શુભ યોગની પ્રવૃત્તિ માટે દઢ સંકલ્પ થતો હોવાથી સાધકની વૈકાલિક શુદ્ધિ થાય છે.
પ્રતિક્રમણના પ્રકાર :- શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં પ્રતિક્રમણના બે પ્રકાર કહ્યા છે. (૧) દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ.
(૧) દ્રવ્યપ્રતિક્રમણ– અણુવોનો વાં । પ્રતિક્રમણની ક્રિયા ઉપયોગ રહિત યંત્રવત્ વેઠની જેમ પૂર્ણ કરવી, તે દ્રવ્ય પ્રતિક્રમણ છે. તેમાં પોતાના પાપ દોષનું ચિંતન કે પાપ સેવનનો ખેદ થતો નથી, તેથી તે વ્યક્તિ પાપથી પાછી ફરી શકતી નથી. તે વ્યક્તિ તે જ દોષોનું વારંવાર પુનરાવર્તન કરે છે. તેથી