________________
| પરિશિષ્ટ-૩
[ ૨૨૧ ]
કરનારા અશુભ વ્યાપારોને છોડીને શુભ યોગોનો સ્વીકાર કરવો જોઈએ.
- આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ આવશ્યકનિક્તિમાં પ્રતિક્રમણના પ્રતિચરણ આદિ આઠ પર્યાયવાચી શબ્દોનું કથન કર્યું છે, જો કે આઠેય પર્યાયવાચી શબ્દો શબ્દરૂપમાં પૃથક પૃથક છે પરંતુ ભાવની દષ્ટિથી પ્રાયઃ એક જ છે. તે સર્વ શબ્દો પ્રતિક્રમણના સ્વરૂપને જ સ્પષ્ટ કરે છે.
पडिकमणं पडियरणा परिहरणा वारणा नियत्ती य ।
निन्दा गरिहा सोही पडिकमणं अट्ठहा होइ ॥१२३३॥ પ્રતિકમણ - પ્રતિક્રમણ શબ્દમાં પ્રતિ ઉપસર્ગ પૂર્વક મુ ધાતુ છે. પ્રતિ – પ્રતિકૂળ અને કુ-દમ ધાતુ પદનિક્ષેપ અર્થમાં છે, જે પ્રવૃત્તિથી સાધકે સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ સ્વસ્થાનથી શ્રુત થઈને પર સ્થાનમાં પદનિક્ષેપ કર્યો છે, ત્યાંથી પાછા ફરીને પુનઃ સ્વસ્થાનમાં પદનિક્ષેપ કરવો. સ્વસ્થાનમાં પાછા ફરવું, તે પ્રતિક્રમણ છે. (ર) પ્રતિચરણ:- અહિંસા, સત્ય આદિ સંયમ ક્ષેત્રમાં સારી રીતે વિચરણ કરવું અગ્રેસર થવું તે પ્રતિચરણ કહેવાય છે અર્થાત્ અસંયમ ભાવથી દૂર થઈ સાવધાનીપૂર્વક સંયમ ભાવનું તથા નિર્દોષપણે પાલન કરવું તે પ્રતિચરણ છે. (૩) પરિહરણા:- સર્વ પ્રકારના અશુભ યોગોનો, દુર્ગાનનો, દુરાચરણનો ત્યાગ કરવો, તે પરિહરણા કહેવાય છે. (૪) વારણા :- આત્મ નિવારણ વાર વારણા – નિષેધ કરવો. વિષય ભોગની પ્રવૃત્તિમાં, વિભાવની પ્રવૃત્તિમાં જતાં આત્માને તે પ્રવૃત્તિમાં જતો રોકવો, તે વારણા છે. (૫) નિવૃત્તિ - અશુભ અર્થાત્ પાપાચરણરૂપ અકાર્યથી નિવૃત્ત થવું. તેને નિવૃત્તિ કહે છે. () નિંદા – પોતાના આત્માની સાક્ષીએ પૂર્વના દુષ્કૃત્યોને ખરાબ સમજવા, તેના માટે પશ્ચાત્તાપ કરવો, તે નિંદા છે. (૭) ગહ :- ગુરુદેવ તથા કોઈપણ અન્ય અનુભવી સાધકની સમક્ષ પોતાના પાપોને પ્રગટ કરવા, તે ગહ છે. બીજાની સમક્ષ પોતાની ભૂલને પ્રગટ કરવામાં માનહાનિ અને પ્રતિષ્ઠાભંગ થાય છે, તેથી જે સાધકના અંતરમાં પશ્ચાત્તાપનો પ્રબળ ભાવ હોય, પાપપ્રતિ અત્યંત ઘણા હોય અને આત્મવિશુદ્ધિનો દઢતમ સંકલ્પ હોય, તે જ વ્યક્તિ પોતાના પાપની ગહ કરી શકે છે. ગહ પાપપ્રક્ષાલનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. (૮) શહિ - શુદ્ધિ એટલે મલિનતાનો નાશ કરી નિર્મળતાને પ્રાપ્ત કરવી. જે રીતે વસ્ત્ર ઉપર લાગેલા તેલ આદિના ડાઘાને સાબુ આદિથી ધોઈને સાફ કરાય છે તે જ રીતે આત્મા ઉપર લાગેલા દોષોને આલોચના, નિંદા, ગહ, તપશ્ચરણ આદિ ધર્મ સાધનાના સાબુથી ધોઈને સાફ કરાય છે. પ્રતિક્રમણ આત્મા ઉપર લાગેલા દોષ રૂપ ડાઘોને ધોઈ નાખવાની સાધના છે તેથી તેને શુદ્ધિ પણ કહેવાય છે. આ આઠે પર્યાયવાચી શબ્દોને જોતાં સ્પષ્ટ થાય છે કે તેમાં દરેકમાં પાપથી પાછા ફરવાની પ્રક્રિયાનું જ નિદર્શન છે. પ્રતિક્રમણનો વિષય:
આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ સૂક્ષ્મ ચિંતન અને ગંભીર વિચારણાપૂર્વક પ્રતિક્રમણના મુખ્ય ચાર વિષયોનું ઊંડાણથી ચિંતન કર્યું છે.
पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिक्कमणं ।