________________
પરિશિષ્ટ-ર
૨૧૩]
સુખની પ્રાપ્તિ માટે સામાયિકનું ફળ વેચી નાખવું, તે નિદાન દોષ છે. (૭) સંશય દોષ - સામાયિકના ફળ વિષયક સંશય રાખવો કે આ સામાયિક વ્રત કરું છું તેનું ફળ મને પ્રાપ્ત થશે કે નહિ અથવા આટલા સમયથી સામાયિક કરું છું છતાં તેનું ફળ કાંઈ મળ્યું નથી, તેવી વિચારણા કરવી, તે સંશય દોષ છે. (૮) રોષ દોષ – સામાયિકમાં ક્રોધ, માન, માયા, લોભની પ્રવૃત્તિ કરવી, લડાઈ ઝગડા કરવા, રોષ કરવો, તે રોષ દોષ છે. (૯) અવિનય દોષ :- સામાયિક પ્રતિ આદર ભાવ ન રાખવો, સામાયિકમાં દેવ, ગુરુ તથા ધર્મનો અવિનય કરવો, તેઓની અવહેલના કરવી, તે અવિનય દોષ છે. (૧) અબહુમાન દોષ :- ભક્તિ ભાવથી ઉત્સાહિત થઈ સામાયિક ન કરવી. દબાણથી કે આવી પડેલી આફત સમજી સામાયિક કરવી અબહુમાન દોષ છે. વચનના દશ દોષ -
कुवयणं सहसाकरे सछंद-संखेय-कलहं च ।
विगहा-विहासोऽसुद्ध, निरवेक्खो मुणमुणा दोसा दस ॥ (૧) કુવચન (ર) સહસાકાર (૩) સ્વચ્છંદ (૪) સંક્ષેપ (૫) કલહ (૬) વિકથા (૭) હાસ્ય (૮) અશુદ્ધ (૯) નિરપક્ષ (૧૦) મુમન, આ વચનના દશ દોષો છે. (૧) કવચન દોષ - સામાયિકમાં કુત્સિત, બીભત્સ તેમજ ખરાબ વચનો બોલવા, તે કુવચન દોષ છે. (ર) સહસાકાર દોષ :- જલદી, વિચાર્યા વિના, મનમાં ફાવે તેમ, હાનિકર તેમજ અસત્ય વચનો બોલવા, તે સહસાકાર દોષ છે. (૩) સ્વચ્છંદ દોષ :- સામાયિકમાં સ્વચ્છંદ વૃત્તિનું પોષણ થાય, તેવા કામવર્ધક ખરાબ ગીતો ગાવા, ખરાબ વાતો કરવી, વગેરે પ્રવૃત્તિઓ કરવી તે સ્વચ્છંદ દોષ છે. (૪) સંક્ષેપ દોષ - સામાયિકમાં પાઠને જેમ-તેમ બોલવા, ટૂંકા કરીને બોલવા તે સંક્ષેપ દોષ છે. (૫) કલહ દોષ – સામાયિકમાં કલેશ-કંકાસ ઉત્પન્ન થાય તેવા કટુવચન બોલવા, તે કલહ દોષ છે. () વિકથા દોષ :- સામાયિકમાં પ્રયોજન વગર નિરર્થક વાતો કરવી, મનોરંજનની દષ્ટિએ સ્ત્રી સંબંધી, ભોજન સંબંધી, રાજ્ય અને દેશ સંબંધી વાતો કરવી, તે વિકથા દોષ છે. (૭) હાસ્ય દોષઃ- સામાયિકમાં હાસ્ય મશ્કરી કરવી, વ્યંગ્યપૂર્ણ શબ્દો કહેવા તે હાસ્ય દોષ છે. (૮) અશદ્ધ દોષ :- શુદ્ધિનો ખ્યાલ રાખ્યા વિના સામાયિકના પાઠો બોલવા અથવા વાતને ખોટી રીતે રજૂ કરવી તે અશુદ્ધ દોષ છે. (૯) નિરપેક્ષ દોષ:- સામાયિકમાં શાસ્ત્રોની ઉપેક્ષા કરી વાક્યો બોલવા, અસાવધાનીથી માન-મર્યાદા વિના વચનો બોલવા, તે નિરપેક્ષ દોષ છે. (૧) મુશ્મન દોષ :- મનમાં ગણગણવું, સ્પષ્ટ ઉચ્ચારણો ન કરવા, બીજાને સમજાય એ રીતે સૂત્ર પાઠ આદિનું ઉચ્ચારણ ન કરવું, તે મુશ્મન(મુણમુણ) દોષ છે. કાયાના બાર દોષો :
कुआसणं चलासणं चलादिट्ठी, सावज्जकिरियाऽऽलंबणाऽऽकुञ्चणं-पसारणं ।