________________
૨૧૪ |
શ્રી આવશ્યક સૂત્ર
आलस-मोडण-मल-त्विमासणं, निद्रा वेयावच्चति बारस कायदोसा ॥
(૧) કુઆસન, (૨) ચલાસન, (૩) ચલદષ્ટિ, (૪) સાવધ ક્રિયા, (૫) આલંબન, (૬) આકુંચન પ્રસારણ, (૭) આળસ, (૮) મોડન, (૯) મલ, (૧૦) વિમાસન, (૧૧) નિદ્રા, (૧૨) વૈયાવૃત્ય, આ કાયાના બાર દોષો છે. (૧) કુઆસન દોષ – સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને અભિમાનપૂર્વક બેસવું, ગુરુજનો સમક્ષ અવિનયપૂર્વકના આસન બેસવું, તે કુઆસન દોષ છે. (૨) ચલાસન દોષ :- સામાયિકમાં સ્થિર આસનથી ન બેસતાં વારંવાર આસનથી ચલિત થવું, તે ચલાસન દોષ છે. (૩) ચલદષ્ટિ દોષ - સામાયિકમાં દષ્ટિની અસ્થિરતા રાખવી, નજરને ચારે બાજુ ફેરવવી તે ચલદષ્ટિ દોષ છે. (૪) સાવધ કિયા દોષ - સામાયિકમાં હિંસાકારી પ્રવૃત્તિ કરવી અને અન્યને પણ સંકેત કરવો, તે સાવદ્ય ક્રિયા દોષ છે. (૫) આલંબન દોષ :- શારીરિક આવશ્યકતા ન હોવા છતાં ટેકો લઈને બેસવું, આલંબન લઈને ઊભા રહેવું અને તેના દ્વારા આરામ કરવો, તે આલંબન દોષ છે. () આકચન-પ્રસારણ દોષ :- પ્રયોજન વગર સામાયિકમાં હાથ-પગ આદિ અવયવોને સંકોચવા તથા ફેલાવવા, તે આકુંચન પ્રસારણ દોષ છે. (૭) આળસ દોષ - સામાયિકમાં આળસ મરડવી, બગાસા ખાવા, તે આળસ દોષ છે. (૮) મોડન દોષ : - અંગ મરડવા, હાથ-પગની આંગળીઓના ટચાકા ફોડવા ઇત્યાદિ ક્રિયા કરવી, તે મોડન દોષ છે. (૯) મલ દોષ :- સામાયિકમાં બેસીને ધાર્મિક પ્રવૃત્તિની આરાધના કરવાને બદલે શરીર ઉપરથી મેલ ઉતારવો, તે મલ દોષ છે. (૧) વિમાસન દોષ :- સામાયિકમાં લમણે હાથ મુકી વિમાસણમાં કે મૂંઝવણમાં પડ્યા હોય તેમ શોકગ્રસ્ત અવસ્થામાં બેસવું, તે વિમાસણ દોષ છે. (૧૧) નિદ્રા દોષ - સામાયિકમાં બેસી પ્રમાદ કરવો, નિદ્રા લેવી, ઝોકા ખાવા તે નિદ્રા દોષ છે. (૧૨) વૈયાવત્ય દોષ :- સામાયિકમાં પગ-માથું દબાવવા, શારીરિક સેવા કરાવવી, શરીરને પંપાળવું, તે વૈયાવૃત્ય દોષ છે. કેટલાક આચાર્ય ભગવંતો વૈયાવૃત્યના સ્થાને કંપનદોષ જણાવે છે અર્થાત્ સામાયિકમાં સ્વાધ્યાય આદિ કરતા શરીરને ડોલાવવું તે કંપન દોષ છે.
આ રીતે સામાયિકમાં દશ મનના, દશ વચનના અને બાર કાયાના કુલ બત્રીસ દોષો ટાળવા માટે સાધકે સાવધાન રહેવું જોઈએ. દોષ રહિત સાધનાથી જ અધ્યાત્મવિકાસ થાય છે. સામાયિકના અધિકારી :- સાધનાનો અધિકારી યોગ્ય હોય તો જ સાધના સફળ બને છે.સારામાં સારી વસ્તુ પણ અધિકારીના હાથમાં આવવાથી તે નિસ્તેજ બની જાય છે.
સામાયિક પાપ કર્મનો નાશ કરવા માટે અમોઘ ઔષધિ છે. તેના સેવનની સાથે તકુળ ન્યાયનીતિ પૂર્વકનો પુરુષાર્થ કરવો, વૈર વિરોધાદિ મનના વિકારોને શાંત રાખવા, કર્મોદયથી પ્રાપ્ત પોતાની અનુકૂળ