________________
ર
શ્રી આવશ્યક સૂત્ર
ભાવશુદ્ધિ
ૐ– મન, વચન અને શરીરની શુદ્ધિ રાખવી, તે ભાવશુદ્ધિ છે.
મન શુદ્ધિ :– મન અત્યંત ચંચળ છે તેને નિયંત્રણમાં રાખવું અત્યંત કઠિન છે છતાં મનોવિજય માટે જપ-તપ, જ્ઞાન-ધ્યાન, સત્સાહિત્યનું અવલોકન, ચિંતન-મનન પરમ આવશ્યક છે. તેના માધ્યમથી મનને જીતી શકાય છે.
જીવનવિકાસનો આધાર મનની સ્થિરતા પર છે. વિષયોમાં ખેંચાયેલું, રાગ-દ્વેષના વિચારોમાં ગૂંચવાયેલું મન કર્મબંધનું કારણ છે, પરંતુ તે જ મન રાગ-દ્વેષની વિચારધારાને છોડીને સ્વાધ્યાય, જપ, ધ્યાન આદિ અનુષ્ઠાનોમાં જોડાઈને ધીરે ધીરે એકાગ્ર બની જાય છે, ત્યારે તે સાધનામાં સહાયક બને છે. સાધકે સાવધાનીપૂર્વક મનના દશ દોષોથી દૂર રહી મનશુદ્ધિ માટે પુરુષાર્થ કરવો જોઈએ.
ન
વચન શુદ્ધિ :– સામાયિકના કાલ દરમ્યાન વચનગુપ્તિ-મૌન રાખવું જરૂરી છે. જો તે ન બની શકે તો વચન સમિતિનું પાલન કરવું અત્યંત જરૂરી છે. સામાયિક વ્રતમાં કર્કશકારી, કઠોરકારી, સાવધકારી, હિંસાકારી, પાપકારી, કષાયોથી યુક્ત, નિષેધકારી, ખોટી પ્રશંસાકારી તથા દીન-હીન વચનો ઉપયોગ ન કરવો જોઈએ. ભાષા વ્યક્તિના અંતર્ભાવોને પ્રગટ કરે છે, તેથી સમભાવમાં સ્થિત થનાર સાધકે ભાષાના ગુણ-દોષનો વિચાર કરીને હિત, મિત અને પરિમિત ભાષા જ બોલવી જોઈએ.
કાય શુદ્ધિ :– કાય શુદ્ધિ એટલે કાયિક સંયમ. મનુષ્યની કાયિક ચેષ્ટાઓ મનુષ્યની વૃત્તિને પ્રગટ કરે છે. જો કાયિક વ્યાપાર અન્ય જીવોને પીડાકારી ન હોય, અસભ્યતાપૂર્વકનો કે હાસ્યાસ્પદ ન હોય, તો જ સમભાવની ધારા અખંડ બની શકે છે. આ રીતે મન, વચન અને કાયાની શુદ્ધિ રાખવા મન, વચન, કાયાના દોષોને જાણીને તેનાથી દૂર રહેવું જોઈએ.
સમાયિકના ૩૨ દોષ : મનના દશ દોષ ઃ
अविवेकजसो कित्ती लाभत्थी गव्व-भय-निवाणत्थी । संसय-रोस- अविणओ, अबहुमाणए दोसो भाणियव्वा ॥
(૧) અવિવેક દોષ, (૨) યશઃકીર્તિ દોષ, (૩) લાભાર્થ દોષ, (૪) ગર્વ દોષ, (૫) ભય દોષ, (૬) નિદાન દોષ, (૭) સંશય દોષ, (૮) રોષ દોષ, (૯) અવિનય દોષ, (૧૦) અબહુમાન દોષ, આ મનના દશ દોષો છે. (૧) અવિવેક દોષ :- સામાયિક કરતી વખતે કાર્યના ઔચિત્ય-અનૌચિત્યનો વિવેક ન રાખવો, ન સમય-અસમયનો ખ્યાલ ન રાખવો, તે અવિવેક દોષ છે તથા સામાયિકના સ્વરૂપને બરાબર ન સમજવું અને તે પ્રમાણે આચરણ ન કરવું તે પણ અવિવેક દોષ છે.
(૨) યશ કીર્તિ દોષ ઃ– યશ અને કીર્તિની, કામનાથી સામાયિક વ્રતની આરાધના કરવી.
(૩) લાભાર્થ દોષ ઃ- ધન સંપત્તિ વ્યાપાર આદિની વૃદ્ધિ માટે અથવા આવા લાભના અનેક પ્રકારના વિચારોથી સામાયિક કરવી તે.
(૪) ગર્વ દોષ :– હું ઘણી સામાયિક કરું છું, મારા જેટલી સામાયિક બીજું કોણ કરી શકે ? હું જ ખરો કુલીન છું, ધર્માત્મા છું, આ રીતે અભિમાન કરવું, તે ગર્વ દોષ છે.
:
(પ) ભય દોષ – હું જૈન કુળમાં ખાનદાન કુટુંબનો હોવા છતાં જો સામાયિક નહિ કરું તો લોકો મને કેવો કહેશે ? આ પ્રકારની લોક નિંદાના ભયથી સામાયિક કરવી અથવા કોઈ રાજકીય અપરાધના કારણે મળનાર રાજદંડથી અથવા લેણદાર આદિથી બચવા માટે સામાયિક કરીને બેસી જવું, એ ભય દોષ છે. (૬) નિદાન દોષ :– સામયિક દ્વારા કોઈ ભૌતિક ફળની ઈચ્છા રાખવી. અમુક પદાર્થ અથવા સાંસારિક