________________
૨૧૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
મુજબ સમભાવની સાધના જ મોક્ષપ્રાપ્તિનું અંગ છે માટે કોઈ પણ વિધિ-વિધાન રૂપ દ્રવ્ય સામાયિકની આવશ્યકતા નથી. આ પ્રકારની એકાંતિક માન્યતા યથોચિત નથી. દ્રવ્ય વિનાની કેવળ ભાવ સામાયિક પણ રૂપિયાની છાપ વિનાની કેવળ ચાંદી જેવી છે. તેનું મૂલ્ય હોવા છતાં તેના પર રૂપિયાની છાપ ન હોવાથી તે સમસ્ત જનસમાજમાં ગતિ પામતી નથી.
જો તે જ ચાંદી પર રૂપિયાની છાપ પડી જાય, તો તેનો ચમત્કાર અનોખો હોય છે. તે જ રીતે સાધનામાં ભાવવિશુદ્ધિનું જ મહત્વ હોવા છતાં, જો તેના પર દ્રવ્યક્રિયાની છાપ પડી જાય, તો તેનો ચમત્કાર વધી જાય છે. ભાવ સહિતની દ્રવ્યક્રિયા સાધક જીવનમાં લાભનું કારણ બને છે તેની સાથે તે અન્યને પણ પ્રેરક બની શકે છે, તેથી જ તીર્થકરોએ ભાવવિશુદ્ધિના મહત્ત્વની સાથે જ ઠેકઠેકાણે દ્રવ્યક્રિયાનું કથન કર્યું છે.
સામાયિક, તે શિક્ષાવ્રત છે. આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજીએ કહ્યું છે કે સાધુવાસ: શિક્ષા જેના દ્વારા શ્રેષ્ઠ ધર્મોનો યોગ્ય અભ્યાસ થાય, તેને શિક્ષા કહે છે. સામાયિક વ્રતની પૂર્ણતા માટે તેનો નિત્ય અભ્યાસ કરવો પડે છે. સમભાવની અનુભૂતિના લક્ષે સાધકે પૂર્ણ ઉલ્લાસ અને શ્રદ્ધા સાથે જાગૃતિપૂર્વક દ્રવ્યક્રિયાનો સતત પ્રયત્ન કરવો જ પડે છે. જાગૃતિ પૂર્વકના નિરંતર પુરુષાર્થથી અવશ્ય કાર્ય સિદ્ધ થાય છે. સામાયિકની સાધક પ્રવૃત્તિઓ– સામાયિક વ્રતના સ્વીકાર માત્રથી કામ પૂર્ણ થતું નથી, વ્રતનું પૂર્ણપણે પાલન કરવું, તે સાધકનું લક્ષ્ય હોય છે. લક્ષ્યની સિદ્ધિ માટે સમભાવમાં બાધક બનતી અઢાર પ્રકારની પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરવો જરૂરી છે. તેના કરતાં સમભાવની સાધક પ્રવૃત્તિનો સ્વીકાર કરવો, તે વિશેષ અગત્યનું છે. જો સાધક દ્વારા સમભાવની પોષક પ્રવૃત્તિને સ્વીકારે નહીં, તો નવરું પડેલું મન આર્ત-રૌદ્રધ્યાનના વિષમ પરિણામોમાં રમ્યા કરે છે.
સાધકે સમભાવમાં સ્થિત થવા માટે કર્તા-ભોક્તા ભાવને છોડીને કેવળ જ્ઞાતા-દષ્ટાભાવ કેળવવા માટે પુરુષાર્થ કરવાનો છે. કર્તા-ભોક્તા ભાવ રાગ-દ્વેષને જન્મ આપે છે. સાધકે સામાયિકના કાલ દરમ્યાન સર્વ યૌગિક પ્રવૃત્તિનો ત્યાગ કરીને પોતાના ઉપયોગને જ્ઞાતા-દષ્ટ ભાવમાં સ્થિર કરવા ધ્યાનસ્થ બની જવું, તે સર્વ શ્રેષ્ઠ સાધના છે પરંતુ સામાન્ય સાધકો તે સાધના કરી શકતા નથી. અનાદિકાલથી કંઈક કરવા માટે જ ટેવાયેલું મન અકર્તાભાવને શીધ્ર સ્વીકારતું નથી. મન, વચન કે કાયા અશુભ પ્રવૃત્તિમાં ચાલ્યા ન જાય, તે માટે આચાર્યોએ સામાયિકના કાળ દરમ્યાન કેટલીક શુભ સાધક પ્રવૃત્તિઓનું સૂચન કર્યું છે. (૧) વૈરાગ્યવર્ધક શાસ્ત્ર વાંચન કે શાસ્ત્ર શ્રવણ કરવું. (૨) મનને સ્વાધ્યાયમાં જોડવું. (૩) અનિત્ય આદિ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી. (૪) મહા પુરુષોના જીવન ચરિત્ર આદિ ધર્મકથાનું શ્રવણ, વાંચન કરવું. (૫) ઇષ્ટ મંત્રના જાપ કરવા. સામાયિકની બાધક પ્રવૃત્તિ -જે પ્રવૃત્તિ સમભાવની સિદ્ધિમાં સહાયક બનતી ન હોય, તે સર્વ પ્રવૃત્તિઓ સામાયિકને માટે બાધક બને છે. સાધકે તેનો ત્યાગ કરવો જરૂરી છે. સર્વ પાપકારી પ્રવૃત્તિઓ સમભાવમાં બાધક બને છે. (૧) મન યોગની શુદ્ધિ માટે અશુભ ધ્યાન, ખોટા સંકલ્પ-વિકલ્પો, સાંસારિક વિચારણાઓનો ત્યાગ (૨) વચનયોગની શુદ્ધિ માટે નિંદા-કુથલી, અટ્ટહાસ્ય, ચારે પ્રકારની વિકથાનો ત્યાગ (૩) કાયયોગની શુદ્ધિ માટે કાયાની ચંચળતાનો ત્યાગ, પગ લાંબા-ટૂંકા કરવા, આળસ મરડવી, બગાસા ખાવા, ટચાકા ફોડવા વગેરે કાયિક પ્રમાદ પોષક પ્રવૃત્તિનો ત્યાગ કરવો.
આ રીતે મન, વચન, કાયાને પાપપ્રવૃત્તિથી દૂર રાખવા, ભવાંતરોના રાગ-દ્વેષના, વિષમભાવોના દેઢતમ સંસ્કારોનો નાશ કરવા જાગૃતિપૂર્વક પુરુષાર્થ કરવો. સામાયિકની શહિ – સામાયિક, એક પવિત્ર સાધના છે. તેનું મૂલ્યાંકન તેની સંખ્યાના આધારે થતું