________________
પરિશિષ્ટ-ર
૨૦૯ ]
સામાયિકના છ ભેદ – (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ અને (૬) ભાવ સામાયિક. (૧) નામ સામાયિક - શુભ નામ કે અશુભ નામ સાંભળી તેમાં રાગદ્વેષ ન કરવો, તે નામ સામાયિક છે. સામાયિકધારી આત્મા સ્તુતિ કે નિંદાના શબ્દો સાંભળીને એમ વિચારે કે શુભ કે અશુભ નામના પ્રયોગથી મારે શું? આત્મા તો શબ્દાતીત છે. મારે વ્યર્થ રાગદ્વેષના સંકલ્પ શા માટે કરવા જોઈએ અથવા કોઈ જીવ કે અજીવ પદાર્થોનું “સામાયિક એવું નામકરણ કરવામાં આવે તો તે નામ સામાયિક છે. (૨) સ્થાપના સામાયિક – કોઈપણ સ્થાપિત પદાર્થના સ્વરૂપ કે કુરૂપ જોઈ રાગદ્વેષ ન કરવા તે સ્થાપના સામાયિક છે અથવા કોઈ પદાર્થમાં સામાયિકની સ્થાપના કરે, તે સ્થાપના સામાયિક છે. (૩) દ્રવ્ય-સામાયિક - સોનું કે માટી સર્વે પદાર્થોમાં સમભાવ રાખવો તે દ્રવ્ય સામાયિક છે. હીરો અને કાંકરો બંને જડ પદાર્થની દષ્ટિથી સમાન છે, તે સર્વ પદાર્થો મારાથી સર્વથા ભિન્ન છે, તેથી તેમાં રાગ કે દ્વેષ કરવા યોગ્ય નથી. (૪) ક્ષેત્ર સામાયિક:- સુંદર બાગ કે કંટાકર્ણ ભૂમિ, તે બંનેમાં સમભાવ રાખવો તે ક્ષેત્ર સામાયિક છે. સામાયિકધારી આત્મા એમ વિચાર કરે કે ગમે તેવું ક્ષેત્ર હોય તે પરક્ષેત્ર છે. મારું ક્ષેત્ર તો કેવળ અસંખ્યાત પ્રદેશી આત્મા જ છે, તેથી હું તેમાં રાગદ્વેષ કરું તે અનુચિત છે. (૫) કાળ સામાયિક – વર્ષા, ઠંડી, ગરમી, અનુકૂળ-પ્રતિકૂળ પવન આદિ સર્વ કાલમાં સમભાવ રાખવો તે કાળ સામયિક છે. () ભાવ સામાયિક - સમસ્ત જીવો સાથે મૈત્રીભાવ ધારણ કરવો, કોઈ સાથે વૈર-વિરોધ ન રાખવા, તે ભાવ સામાયિક છે. આ ભાવ સામાયિક જ વાસ્તવિક ઉત્તમ સામાયિક છે. પૂર્વોક્ત સામાયિકનો અંતર્ભાવ ભાવ સામાયિકમાં થઈ જાય છે.
દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ સામાયિકના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય સામાયિક- શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, પવિત્ર સ્થાનમાં આસન પાથરી, મુહપત્તિ બાંધી, ગુચ્છો રાખી, સામાયિકની વિધિ અનુસાર પાઠનું ઉચ્ચારણ કરીને સામાયિક ગ્રહણ કરવી, તે દ્રવ્ય સામાયિક છે. ભાવ વિનાની આરાધના પણ દ્રવ્ય સામાયિક છે. (૨) ભાવ સામાયિક- યથાશક્તિ રાગ-દ્વેષનો ત્યાગ કરી, સમભાવની અનુભૂતિ કરવી, તે ભાવ સામાયિક છે. બાહ્ય દષ્ટિનો ત્યાગ કરી અંતર્દષ્ટિ દ્વારા આત્મ નિરીક્ષણમાં મનને જોડી વિષમ ભાવોનો ત્યાગ કરીને સમભાવમાં સ્થિર થવું, પીગલિક પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સમજીને મમત્વ ભાવ દૂર કરીને આત્મ સ્વરૂપમાં રમણ કરવું, તે ભાવ સામાયિક છે.
આ રીતે દ્રવ્ય સામાયિક અને ભાવ સામાયિકનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ થાય છે કે ભાવ સામાયિકની સાધના જ સાધનાનું અંગ બની શકે છે, ભાવ સામાયિક જ દોષોનું દહન કરીને અનંત ગુણોને પ્રગટ કરી શકે છે. તેમ છતાં દ્રવ્ય સામાયિક પણ એક મહત્ત્વપૂર્ણ સાધના છે, દ્રવ્યનો સાર ભાવ દ્વારા જ અભિવ્યક્ત થાય છે. ભાવશૂન્ય ક્રિયા અંતે નિષ્ફળ જાય છે.
ભાવશૂન્ય ક્રિયા કેવળ માટી ઉપર રૂપિયાની છાપ પાડવા તુલ્ય છે. તે રૂપિયો કદાચ બાળકોમાં રૂપિયાનું સ્થાન પ્રાપ્ત કરે છતાં બજારમાં તેની કોઈ કિંમત નથી.
કેટલાક નિશ્ચયવાદીઓ ભાવવિશદ્ધિને મહત્વ આપી દ્રવ્ય સામાયિકનો છેદ કરે છે. તેમના કથન