________________
[ ૨૦૮ ]
શ્રી આવશ્યક સૂત્ર
ભાવિત હોય તથા આર્ત-રૌદ્ર ધ્યાનને ત્યાગીને ધર્મધ્યાનમાં તલ્લીન હોય, આ ચાર લક્ષણ સંપન્ન સાધક સામાયિકના આરાધક છે, તેમ સ્પષ્ટ થાય છે. સામાયિકના પ્રકારઃ- સામાયિક આત્માની શુદ્ધ પરિણતિ છે, તેથી તેના પ્રકાર થઈ શકતા નથી પરંતુ તેના અધિકારીની અપેક્ષાએ આવશ્યક નિર્યુક્તિમાં તેના ત્રણ પ્રકાર કહ્યા છે.
समाइयं च तिविहं सम्मत्त सुयं तहा चरित्तं च ।
दुविहं चेव चरित्तं अगारमनगारियं चेव ॥७९६॥ સામાયિકના ત્રણ ભેદ છે. (૧) સમ્યક્ત્વ સામાયિક, (૨) શ્રત સામાયિક, (૩) ચારિત્ર સામાયિક. ચારિત્ર સામાયિકના બે ભેદ છે– (૧) આગાર- ગૃહસ્થોની સામાયિક અને (૨) અણગાર–સાધુઓની સામાયિક. (૧) સમ્યકત્વ સામાયિક- જિનવચનમાં દઢતમ શ્રદ્ધા રાખવી, તે સમ્યકત્વ સામાયિક છે. મોક્ષ માર્ગનો પ્રારંભ સમ્યગદર્શનથી જ થાય છે. સર્વ પાપકારી પ્રવૃત્તિથી મુક્ત થવા માટે, સમજણ પૂર્વક સમભાવમાં સ્થિર થવા માટે સમ્યગ્દર્શનનું મહત્ત્વ છે, તેથી સૂત્રકાર સમ્યગ્દર્શનને સામાયિક કહે છે અથવા આત્મસ્વરૂપની અનુભૂતિ, તે નિશ્ચય સમ્યગુદર્શન છે અને તે સમભાવરૂપ હોવાથી, સમ્યગુદર્શન, તે સામાયિક છે. ૨) શ્રત સામાયિક- કેવલી પ્રરૂપિત આગમોનું અધ્યયન કરવું. શ્રતજ્ઞાનને પ્રાપ્ત કરવું. તે શ્રત સમાયિક છે. આચરણની શુદ્ધિ માટે ચારિત્રના પાલન માટે તેમજ સમભાવમાં સ્થિરતા કેળવવા માટે શ્રુતજ્ઞાન જરૂરી છે. સમભાવની સિદ્ધિમાં શ્રુતજ્ઞાન સાધનભૂત છે, તેથી શ્રુતને પણ સામાયિક કહે છે. (૩) ચારિત્ર સામાયિક
सामाइयं नाम सावज्जजोग परिवज्जणं ।
નિરવના ગોળા પડશેવ ૨ –આવશ્યક ચૂર્ણિ સાવધયોગના ત્યાગ પૂર્વક નિરવધયોગનું સેવન, સમભાવ સહિતનું આચરણ, તે ચારિત્ર સામાયિક છે. તેના બે ભેદ છે– (૧) આગાર સામાયિક- ગૃહસ્થોના સંબંધોનો પૂર્ણપણે ત્યાગ કર્યા વિના, મર્યાદિત કાલ માટે પાપસ્થાનની અનુમોદનાના આગાર સહિત થતી સામાયિકની આરાધના, તે આગાર અર્થાત્ ગૃહસ્થોની સામાયિક છે. તેમાં પાપસ્થાનનો ત્યાગ સર્વાશ થતો નથી તેમજ માવજીવન માટે થતો નથી. પરંતુ એક દેશથી થાય છે, તેથી તેને દેશવિરતિ ચારિત્ર પણ કહે છે. (૨) અણગાર સામાયિક- ગૃહસ્થના સંબંધોનો સંપૂર્ણપણે ત્યાગ કરીને, યાવજીવન માટે કોઈ પણ પ્રકારના આગાર વિના થતી સામાયિકની આરાધના, તે અણગાર અર્થાત્ સાધુઓની સામાયિક છે. તેમાં સર્વાશે પાપસ્થાનનો ત્યાગ થતો હોવાથી તેને સર્વવિરતિ ચારિત્ર કહે છે.
સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરતા સાધક સહુ પ્રથમ સમ્યકત્વ સામાયિક-દઢ શ્રદ્ધાને પામે છે, ત્યાર પછી શ્રુત સામાયિક-સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી પોતાની ક્ષમતા પ્રમાણે આગાર સામાયિક અથવા અણગાર સામાયિકને પામે છે.
શ્રી સ્થાનાંગ સુત્રના બીજા સ્થાને કેવળ ચારિત્રની અપેક્ષાએ સામાયિકના બે પ્રકાર કહ્યા છે. (૧) આગાર સામાયિક અને (૨) અણગાર સામાયિક. નિક્ષેપની અપેક્ષાએ સામાયિકના પ્રકાર :
નામ, સ્થાપના આદિ નિક્ષેપની અપેક્ષાએ સામાયિકના છ પ્રકાર થાય છે.