________________
પરિશિષ્ટ-ર
| ૨૦૭ ]
પણ રહેતા નથી. સાધકે બંને અશુભ ધ્યાનનું સ્વરૂપ સમજીને તેનો ત્યાગ કરવો જોઈએ. આર્તધ્યાનના ચાર પ્રકાર - આર્ત શબ્દ ર્સિ શબ્દમાંથી નિષ્પન્ન થાય છે. અર્સ નો અર્થ પીડા, બાધા, કલેશ કે દુઃખ છે. પીડાના કારણે મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થાય છે, તે આર્તધ્યાન કહેવાય છે. દુઃખોત્પત્તિના ચાર કારણો છે- તેથી આર્તધ્યાનના પણ ચાર પ્રકાર છે(૧) અનિષ્ટ સંયોગજન્ય આર્તધ્યાન:- પોતાની પ્રકૃતિથી પ્રતિકૂળ અનિષ્ટ-અપ્રિય વસ્તુઓનો સંયોગ થવાથી મનુષ્યના મનમાં અત્યધિક દુઃખ ઉત્પન્ન થાય છે. દુર્બળ હૃદયવાળો મનુષ્ય આવી પડેલા દુઃખ સંકટથી આકુળ-વ્યાકુળ થઈ જાય છે અને તે દુઃખને દૂર કરવા સતત વિચારણા કરે છે, તે અનિષ્ટ સંયોગજન્ય આર્તધ્યાન છે. (ર) ઇષ્ટ વિયોગજન્ય આર્તધ્યાન- ધન, સંપત્તિ, ઐશ્વર્ય, સ્ત્રી, પુરુષ, પુત્ર, પરિવાર, મિત્ર આદિ ઈષ્ટ–પ્રિય વસ્તુઓનો વિયોગ થવાથી મનુષ્યના મનમાં પીડા, ભ્રમ, શોક, મોહ આદિ દુર્ભાવો ઉત્પન્ન થાય છે અને તે પ્રિયવસ્તુની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિંતન કરે, તે ઇષ્ટ વિયોગજન્ય આર્તધ્યાન છે. (૩) પ્રતિકૂળ વેદનાજન્ય આર્તધ્યાન:- શરીરમાં રોગાદિની પ્રતિકૂળ વેદનામાં મન ચંચલ, હૃદય સંક્ષુબ્ધ અને આત્મા અશાંત બની જાય છે અને તે વેદના દૂર કરવા માટે સતત વિચારણા થાય, તે પ્રતિકૂળ વેદના જન્ય આર્તધ્યાન છે. (૪) નિદાન આર્તધ્યાન:- કામભોગની ઉત્કૃષ્ટ લાલસા રાખવી. તેની પ્રાપ્તિ માટે વિકલ્પો કરવા. તે નિદાન આર્તધ્યાન છે. રૌદ્ર–ધ્યાનના ચાર પ્રકાર:- રૌદ્ર શબ્દ રુદ્ર શબ્દમાંથી નિષ્પન્ન થાય છે. રુદ્રનો અર્થ ક્રૂર અથવા ભયંકર છે. જે મનુષ્યો દૂર હોય, તેમનું હૃદય પત્થર જેવું કઠોર હોય છે. વિચાર કૂર અને ભયંકર હોય તેની ક્રૂર અને ઘાતક વિચારણા, તે રૌદ્ર ધ્યાન છે. તેના ચાર પ્રકાર આ પ્રમાણે છે(૧) હિંસાનંદ - અન્ય જીવોને મારવામાં, પીડા આપવામાં કે હાનિ પહોંચાડવામાં આનંદ અનુભવવો તે હિંસાનંદ રૌદ્ર ધ્યાન છે. તે પ્રવૃત્તિથી હિંસાની પરંપરા ચાલતી હોવાથી, તે હિંસાનુબંધી પણ કહેવાય છે તે રીતે ચારે ભેદ સમજી લેવા. (૨) મૃષાનંદ – નિપ્રયોજન ખોટું બોલવામાં, બીજાની છેતરપીંડી કરવામાં, ભોળા લોકોને ભૂલ ખવડાવવમાં, બીજાને ઉતારી પાડી પોતાની ડંફાસ મારવામાં, ખોટી કલ્પનાઓના ઘોડા દોડાવવામાં, સત્યધર્મની નિંદા અને અસત્યાચરણની વાતો કરવામાં તલ્લીન રહે છે, તે મૃષાનંદ રૌદ્ર ધ્યાન છે. (૩) ચૌર્યાનંદ - ચોરી છૂપીથી બીજા કોઈની ચીજ હાથવગી કરી લેવી, ચાલાકીથી ચોરી કરવામાં પોતાની હોશિંયારી માને અને તે જ પ્રવૃત્તિમાં તલ્લીન રહે તે ચૌર્યાનંદ રૌદ્ર ધ્યાન છે. (૪) પરિગ્રહાનંદ:- પ્રાપ્ત પરિગ્રહના સંરક્ષણમાં અને અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરવામાં એકાગ્ર બની જવું તે પરિગ્રહાનંદ રૌદ્ર ધ્યાન છે.
આ રીતે આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાનમાં ચિત્તને તલ્લીન બનાવવું, તે સામાયિક છે. અશુભ ધ્યાન અને તજ્જન્ય ચિત્તની એકાગ્રતા દૂર થતાં સહજ રીતે તેનું ચિત્ત શુભધ્યાનમાં કે ધર્મધ્યાનમાં એકાગ્ર બને છે. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મની આરાધના દ્વારા શુદ્ધ આત્મધર્મમાં સ્થિત થવાના લક્ષે તેનો સમગ્ર પુરુષાર્થ હોય છે.
સંક્ષેપમાં જેને સર્વ જીવો પ્રતિ સમભાવ, સંયમભાવ હોય, જેનું ચિત્ત મૈત્રી આદિ શુભ ભાવનાથી