________________
શ્રી આવશ્યક સૂત્ર
પ્રગટાવે છે અથવા સમભાવી આત્માનું જીવન સંયમી હોય છે. સંયમ અને સમભાવનો અન્યોન્યાશ્રય સંબંધ છે.
૨૦૬
(૩) શુભભાવના જે વ્યક્તિ સમભાવમાં સ્થિત થાય છે તેના અંતરમાં પ્રાયઃ અશુભભાવ્યું વિલીન થતાં જાય છે, શુભ ભાવો વિકાસ પામે છે તેથી તેના અંતરમાં સમ્યક્ત્વના સહચારી મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ, આ ચાર ભાવના પ્રગટ થાય છે.
सत्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ भावं विपरीत वृत्तो, सदा ममात्मा विदधातु देवा ॥
મૈત્રી ભાવના– સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રતિ નિઃસ્વાર્થ પ્રેમ, વાત્સલ્ય તથા અનુકંપા ભાવ રાખવો. આત્મવત્ સર્વભૂતેષુ તથા આત્મનઃ પ્રતિજ્ઞાનિ પરેવાં ન સમાપયેત્ । પોતાને પ્રતિકૂળ આચરણ બીજા પ્રતિ ન આચરવું, તે આદર્શને અનુસરીને સર્વ જીવો સાથે વ્યવહાર કરવો, તે મૈત્રી ભાવના છે.
સામાયિકની સાધના તે વિશ્વમૈત્રીની સાધના છે. આજ સુધી તેણે પોતાના સુખ માટે અન્ય જીવોની હિંસા કરી હતી પરંતુ હવે તેને અનુભૂતિ થઈ કે સુખની પ્રાપ્તિ અન્ય જીવોના ઘાતથી નહીં પરંતુ સમભાવમાં સ્થિત થવાથી થાય છે. તે ઉપરાંત અન્ય જીવો પણ મારી જેમ સુખના કામી અને દુઃખના દ્વેષી છે. આ રીતે સાધક વિષમ ભાવથી મુક્ત થઈ સ્વભાવમાં સ્થિત થાય છે અને જગજ્જીવો સાથે પરમ મૈત્રીભાવ સાધે છે. સર્વ જીવો સાથે મૈત્રીભાવ તે અખંડ સમભાવની જ ફલશ્રુતિ છે.
પ્રમોદ ભાવના– ગુણીજનોને, સજ્જનોને તથા ધર્માત્માઓને જોઈને હૃદયમાં સદ્ભાવ ઉત્પન્ન થવો, પ્રસન્નતાની અનુભૂતિ કરવી, તે પ્રમોદ ભાવના છે. સાધક જ્યારે સમભાવની સાધનામાં આગળ વધે છે ત્યારે સાધના ક્ષેત્રમાં પોતાનાથી અધિક ગુણવાન વ્યક્તિ પ્રતિ તથા અખંડ સમભાવને પ્રાપ્ત થયેલા દેવાધિદેવ પ્રતિ તેને સહજ રીતે અહોભાવ, સદ્ભાવ પ્રગટ થાય છે, તેથી જ દેવ-ગુરુના ચરણોમાં પ્રસન્નતાથી ઝૂકી જાય છે.
કરુણા ભાવના—દુઃખી કે પીડિત જીવોને જોઈને દયાર્દ્ર બની જવું, તે જીવોનું દુઃખ દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન કરવો, પોતાના અંગત સ્વાર્થનું બલિદાન આપી અન્ય જીવોના સુખ માટે કરુણાશીલ બની જવું તે કરુણા ભાવના છે.
સામાયિકમાં સ્થિત સાધકના અંતરમાં જગ∞વો વિષમ ભાવની વ્યાકુળતાથી દૂર થાય અને સમભાવની શાંતિને અનુભવે તેવી, નિષ્કામ કરુણા ભાવના નિરંતર વહેવા લાગે છે, તેથી તેનો વ્યવહાર સર્વ જીવો પ્રતિ દયાયુક્ત બની જાય છે.
માધ્યસ્થ ભાવના— પોતાની માન્યતાથી વિરુદ્ધ વ્યક્તિ પ્રતિ દ્વેષ ભાવ ન રાખવો પરંતુ તેના પ્રતિ ઉદાસીન કે તટસ્થ રહેવું, તે માધ્યસ્થ ભાવના છે.
સાધકને સર્વ જીવો પ્રતિ મૈત્રીભાવ, ગુણીજનો પ્રતિ પ્રમોદભાવ, દુ:ખીજનો પ્રતિ કરુણાભાવ હોવા છતાં ક્યારેક કાંધીન વોનો વ્યવહાર સાધક પ્રતિ વિપરીત હોય ત્યારે તેના પ્રતિ જો કૈપભાવ થાય, તો તેની સમભાવની સાધના ખંડિત થાય છે. આવા પ્રસંગોમાં તેના પ્રતિ માધ્યસ્થભાવ સહાયક બને છે. માધ્યસ્થવૃત્તિ કેળવ્યા વિના આધ્યાત્મિક વિકાસ શક્ય નથી.
(૪) આતંરૌદ્ર ધ્યાનનો ત્યાગ- સામાયિકમાં સ્થિત સાધકના અંતરમાંથી અશુભ ભાવો વિલીન થાય, તે જ રીતે દુ:ખ કે પીડા નિમિત્તે થતાં આર્તધ્યાન કે અત્યંત ક્રૂર પરિણામ રૂપી રૌદ્ર ધ્યાનના ભાવો