________________
શ્રાવત
૧૯૭]
મેવા-મીઠાઈ, (૪) મુખવાસ, (૫) વસ્ત્ર, () પાત્ર, (૭) કંબલ, (૮) રજોહરણ (આ આઠ પદાર્થો સાધુને આપ્યા પછી પાછા લેવાતા નથી) ત્યારપછીના પદાર્થો પાઢીહારા-પ્રાતિહારિકરૂપે અર્થાત્ સાધુની આવશ્યકતા પૂર્ણ થયા પછી તે ગૃહસ્થને પાછા આપી શકાય છે. (૯) પાટ, બાજોઠ, (૧૦) પાટિયું, (૧૧) શધ્યા–સ્થાન, (૧૧) તૃણાદિ સંસ્તારક, (૧૨) ઔષધ,(૧૪) ભેસજ- એકથી અધિક દ્રવ્યોના મિશ્રણથી બનેલી દવા. આ ચૌદ પ્રકારના પદાર્થો શ્રાવકો વિવેકપૂર્વક સાધુને વહોરાવે છે, શ્રાવકોના વિવેકને પ્રદર્શિત કરવા સૂત્રકારે રેલ-વારસ... શબ્દ પ્રયોગ કર્યો છે. રેશાનદા...દેશ– ક્ષેત્ર વિશેષ. સાધુને ક્ષેત્રાનુસાર જે પદાર્થોની આવશ્યકતા હોય, તેનો વિચાર કરે. જેમ કે અત્યંત ઠંડા પ્રદેશમાં ગરમ પદાર્થો, ગરમ વસ્ત્રો આદિ આપવા છે. કાલ– સુભિક્ષકાળ, દુષ્કાળ વગેરે. દુષ્કાળના સમયે અન્ય સ્થાનેથી ભોજન આદિ સામગ્રી સુલભ નથી, તે સમયે શ્રાવકોએ વિવેક રાખવો. શ્રદ્ધા– ચિત્ત વિશુદ્ધિ તથા સંયમ માર્ગની શ્રદ્ધાથી, સત્કાર– ઊભા થઈને બહુમાનપૂર્વક આપવું, કમયુક્ત- ક્રમશઃ શ્રેષ્ઠ વસ્તુને સર્વ પ્રથમ વહોરાવવી, સામાન્ય વસ્તુ પછી આપવી અથવા સાધુની આવશ્યકતાના ક્રમ પ્રમાણે વહોરાવવું. ઉત્કૃષ્ટ ભક્તિથી પોતાને સંયમ માર્ગની અનુમોદનાનો મહાલાભ મળે છે, તેવા ઉત્કૃષ્ટ ભાવ અને ભક્તિથી. આત્મકલ્યાણની બુદ્ધિથી- સાધુને દાન આપવાથી પોતાને સુપાત્રદાનનો, સંયમ માર્ગની અનુમોદનાનો લાભ થશે. તેવી ઉચ્ચતમ ભાવનાથી મૂળગુણ અને ઉત્તરગુણ સંપન્ન સંયમી મુનિરાજને દાન આપવું જોઈએ.
શાસ્ત્રકારોએ સુપાત્રદાનનો મહિમા પ્રદર્શિત કર્યો છે. સુપાત્રદાન, તે ગૃહસ્થોનું આવશ્યક કર્તવ્ય છે. તેનાથી શ્રાવકમાં ઉદારતાનો ગુણ પ્રગટે છે અને સંયમની અનુમોદનાનો લાભ મળે છે. શ્રી ભગવતી સૂત્રમાં સુપાત્રદાનના ફળનું કથન છે કે સાધુ ભગવંતોને સુઝતા નિર્દોષ પદાર્થો વહોરાવનાર અનંત કર્મોની નિર્જરા કરે છે. (શતક–૮૬). અતિથિ સંવિભાગ દ્રતના અતિચાર :
આ વ્રતના પાંચ અતિચાર છે. તેની પાછળની ભાવના એ જ છે કે શ્રમણોપાસકની દાનવૃત્તિ હંમેશાં ઉત્સાહિત બની રહે. તેમાં ન્યૂનતા ન આવી જાય તેમજ મુનિનું ચારિત્ર નિર્મલ અને નિર્દોષ રહે. તેના અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- (૧) સચિત્ત નિક્ષેપણતા વિવેકના અભાવથી, અચિત્ત-નિર્જીવ સંયમીને લેવા યોગ્ય પદાર્થોને, સચિત્ત -સજીવ ધાન્યાદિની ઉપર રાખી દેવા. જેમ કે સચેત પાણીના માટલા પર દૂધનું તપેલું રાખવું. (૨) સચિત્ત પિધાન - વિવેકના અભાવમાં સચિત્ત વસ્તુથી અચિત્ત વસ્તુને ઢાંકી દેવી. જેમ કે- તૈયાર થયેલા શાકની તપેલી પર લીલોતરી મૂકવી, લાડવા ઉપર ખસખસ નાંખવી. (૩) કાલાતિક્રમ:- કાળ અથવા સમયનું ઉલ્લંઘન કરવું. કોઈપણ સમયે-ગોચરીની વેળા ન હોય ત્યારે ભાવના કરવી અથવા વસ્તુની કાલમર્યાદા પૂર્ણ થાય, બગડી જાય ત્યારપછી વહોરાવવી. (૪) પરવ્યપદેશ – વિવેક, જાગૃતિ અને સ્મૃતિના અભાવમાં પોતાને હાથે ન વહોરાવવું અને અન્યને વ્યપદેશ-નિર્દેશ કરવો કે આ વસ્તુ વહોરાવો. (૫) મત્સરિતા: મત્સર એટલે અભિમાનથી અથવા કષાયથી આહાર વગેરે દેવા. તેના વિવિધ અર્થો થાય છે. (૧) કોઈ અન્યને દાન દેતાં જોઈને તેનાં મનમાં અહંકાર ભાવ જાગૃત થાય કે હું પણ તેનાથી કંઈ ઓછો નથી. હું પણ આપી શકે તેમ છે. તેમ દાનની ભાવનાથી નહીં પરંતુ અહંકારની ભાવનાથી દાન