________________
૧૯૬ |
શ્રી આવશ્યક સૂત્ર
ન કરવું. પૌષધ વ્રતમાં આત્મગુણોનું પોષણ થાય તેવી પ્રવૃત્તિ ન કરી હોય. (૧૨) અતિથિ સંવિભાગવત:|१३ अतिहिसंविभागो णाम णायागयाणं कप्पणिज्जाणं अण्णपाणाईणं दव्वाणं देसकालसद्धा-सक्कारकमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाणं दाणं। अतिहिसंविभागस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, (ण समायरियव्वा) तं जहा- सच्चित्तणिक्खेवणया, सच्चित्तपिहणया, कालाइक्कमे, परववएसे, मच्छरिया य । ભાવાર્થ :- શ્રાવકો ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા, સાધુને કલ્પનીય પ્રાસુક અને એષણીય અશન, પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિદ્રવ્ય; દેશ, કાલ, શ્રદ્ધા, સત્કાર બહુમાનના ભાવ સહિત, ઉત્કૃષ્ટ ભક્તિભાવપૂર્વક, આત્મકલ્યાણની બુદ્ધિથી પંચમહાવ્રતધારી સંયમી મુનિરાજને દાન આપે, તે અતિથિ સંવિભાગવ્રત કહેવાય છે.
અતિથિ સંવિભાગવતના પાંચ અતિચાર શ્રાવકોને જાણવા યોગ્ય છે, પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે– (૧) સચિત્તનિક્ષેપણતા, (૨) સચિત્તપિધાન, (૩) કાલાતિક્રમ, (૪) પરવ્યપદેશ (૫) મત્સરતા. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ તથા તેના પાંચ અતિચારનું કથન છે. અતિથિ વિભાગ જેના આગમનનો દિવસ કે તિથિ નિશ્ચિત નથી, તે અતિથિ છે. પ્રસ્તુતમાં અતિથિ શબ્દપ્રયોગ પંચમહાવ્રતધારી નિગ્રંથ મુનિરાજ માટે છે. નિગ્રંથ મુનિરાજને ગૃહસ્થને ઘેર ગોચરી જવા માટે કોઈવાર કે તિથિ નિશ્ચિત હોતા નથી, તેથી તેમના માટે અતિથિ શબ્દપ્રયોગ યથાર્થ છે. સંવિભાગમાં સમ્ + વિભાગ શબ્દ છે. તેમાં સમું એટલે સંગતતા કે નિર્દોષતા. વિભાગ એટલે વિશિષ્ટ ભાગ. પોતાના માટે તૈયાર કરેલા ભોજન આદિમાંથી કેટલોક ભોગ સાધુચર્યાના નિયમાનુસાર સાધુને આપવો, તેને અતિથિ સંવિભાગ કહે છે.
સૂત્રકારે સાધુને વહોરાવવા યોગ્ય દ્રવ્ય માટે બે વિશેષણનો પ્રયોગ કર્યો છે. પાયથા-ચેના તાના-નાનામ- શ્રાવક જે વસ્તુ સાધુને આપે છે, તે વસ્તુ તેને ન્યાયપૂર્વક પ્રાપ્ત થયેલી હોય, તે જરૂરી છે. અન્યાય કે અનીતિપૂર્વક મેળવેલી વસ્તુનું દાન આપવું તે યોગ્ય નથી. વખણખા- કલ્પનીય. પ્રાસક–જીવ રહિત, અચેત અને નિર્દોષ અર્થાત્ સોળ ઉદ્દગમના, સોળ ઉત્પાદનના અને દશ એષણાના દોષ રહિત પદાર્થો સાધુને કલ્પનીય છે.(ભોજનના દોષોના વિસ્તૃત વર્ણન માટે જુઓ–શ્રી દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ)
આ રીતે શ્રાવકો ન્યાયપૂર્વક પ્રાપ્ત થયેલા, કલ્પનીય અશન, પાણી આદિ ચારે પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ દ્રવ્યો સાધુની આવશ્યકતાનુસાર સાધુને વિવેકપૂર્વક આપે છે.
પ્રચલિત પરંપરા અનુસાર બારમા વ્રતમાં સાધુને વહોરાવવા યોગ્ય ચૌદ પ્રકારના દાનનું કથન છે. અલ- પહાફ-સાફ, વલ્થ-ડિરાવત, પયપુછો, પતિ ,
પીનfસાસંથાર, ઓલમેક્નોનું પવિતામેના વિરામ 1(૧) ભોજન, (૨) પાણી, (૩)