________________
શ્રાવક વ્રત
૧૯૫
(૨) સરીસરકારીસહે- શરીર સત્કાર પૌષધ. શરીર સ્નાન, ઉદ્દવર્તન, વિલેપન, આભૂષણો વગેરેનો ત્યાગ કરવો. શરીરની શોભા વિભૂષાનો ત્યાગ કરવો. તેના પણ દેશથી અને સર્વથી બે ભેદ છે. (૧) અમુક આભૂષણો આદિનો ત્યાગ કરવો, તે દેશથી શરીર સત્કાર પૌષધ અને (૨) સંપૂર્ણતઃ શોભા વિભૂષા, સ્નાનાદિ દેહલક્ષી સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરવો, તે સર્વથી શરીર સત્કાર પૌષધ છે.
(૩) ગંગોપોસદે બ્રહ્મચર્ય પૌષધ. તેના બે ભેદ છે– (૧) એક અહોરાત્ર પર્યંત અબ્રહ્મચર્યનો સંપૂર્ણતઃ ત્યાગ કરવો અર્થાત્ સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવું, તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે અને (૨) કંઈક આગાર સહિત અર્થાત્ દિવસે કે રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું, ત્યાગ કરવો, તે દેશથી બ્રહ્મચર્ય પૌષધવ્રત છે. (૪) અબ્બારપોલદે- અવ્યાપાર પૌષધ. તેના પણ બે ભેદ છે– (૧) એક અહોરાત્ર પર્યંત સમગ્ર સાવધ વ્યાપારોનો, શસ્ત્ર પ્રયોગનો સર્વથા ત્યાગ કરવો, તે સર્વથી અવ્યાપાર પૌષધ છે. (૨) અમુક વ્યાપારનો ત્યાગ કરવો અને અમુક વ્યાપારનો ત્યાગ ન કરવો, તે દેશથી અવ્યાપાર પૌષધ છે.
-
શ્રાવકો પોતાની ઇચ્છા અને અનુકૂળતા પ્રમાણે વ્રતનો સ્વીકાર કરી શકે છે. શ્રાવક વ્રતના અનેક વિકલ્પો છે, ઉપરોક્ત ચાર પ્રકારના પૌષધમાંથી શ્રાવક ક્યારેક એક, બે, ત્રણ પ્રકારના પૌષધ પણ ધારણ કરી શકે છે. ક્યારેક સ્વયં ઉપવાસ કરીને આહાર પૌષધ કરે, પરંતુ ઘરના સભ્યો માટે તે સાવધ પ્રવૃત્તિ કરીને ભોજન તૈયાર કરે છે, તેથી અવ્યાપાર પૌષધ થતો નથી. ક્યારેક શ્રાવક આહાર પૌષધ ન કરી શકે પરંતુ શરીર સત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ કરે છે. વર્તમાને કયા વ્રતમાં પણ આહાર પૌષધ સિવાયના શેષ ત્રણે પૌષધ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર શતક-૧૨૧માં શંખ અને પુષ્કલી શ્રાવકના કથાનકથી આહાર સહિતનો તથા ચારે આહારના ત્યાગપૂર્વકનો, આ બંને પ્રકારના પૌષધ સિદ્ધ થાય છે.
પ્રચલિત પરંપરા અનુસાર ચારે પ્રકારના પૌષધ સાથે થાય, તેને જ પરિપૂર્ણ પૌષધ કહે છે.
પૌષધોપવાસની આરાધના શ્રાવક ગમે ત્યારે કરી શકે છે. તેમ છતાં શ્રાવકોની આરાધના માટે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, પાખી વગેરે પતિથિઓ નિશ્ચિત કરી છે. તેમાં પણ આઠમ, ચૌદશ અને પાખી, આ ત્રણ તિથિની મહત્તા છે. આગમોમાં શ્રાવકોને મહિનામાં છ પૌષધ કરવાનું વિધાન છે. પૌષધવ્રતના અતિચાર ઃ
(૧) અપ્રતિલેખિત—દુષ્પત્તિલેખિત શય્યા સંસ્તારક :- શય્યા-પૌષધ કરવાનું સ્થાન અને સંસ્તારક જેના પર સૂઈ શકાય તેવા ચટાઈ વગેરે પાથરવાનાં ઉપકરણ. તે જોયા વગર વાપરવા અથવા અયોગ્ય રીતે જોયેલા સ્થાન અને પાયરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો.
(૨) અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત શય્યા સંસ્તારક :– પોંજ્યા વિનાનું અથવા અયોગ્ય રીતે પાંચેલું સ્થાન અને પાથરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો.
(૩) અપ્રતિલેખિત દુખ્રુતિલેખિત ઉચ્ચાર પ્રવણભૂમિ :– જોયા વિનાના અથવા અયોગ્ય રીતે જોયેલા વડીનીત, લઘુનીત ત્યાગનાં સ્થાનનો ઉપયોગ કરવો.
(૪) અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત ઉચ્ચાર પ્રસ્રવણભૂમિ – પાઁયા વિનાના તથા અયોગ્ય રીતે પોંજેલા લઘુનીત, વડીનીનના ત્યાગનાં સ્થાનનો ઉપયોગ કરવો.
(૫) પૌષધોપવાસ સમ્યક અનનુપાલન ઃ– પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે અથવા યથાવિધિ પાલન