SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] શ્રી આવશ્યક સૂત્ર बंभचेरपोसहे, अव्वावारपोसहे । पोसहोववासस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा,(ण समायरियव्वा) तं जहा- अप्पडिलेहिय-दुप्पडिलेहिय सिज्जासंथारए, अप्पमज्जिय-दुप्पमज्जिय सिज्जासंथारए, अप्पडिलेहियदुप्पडिलेहियउच्चारपासवणभूमीओ, अप्पमज्जिय-दुप्पमज्जिय उच्चारपासवणभूमीओ, पोसहोववास्स सम्म अणणुपालणया । ભાવાર્થ :- પૌષધોપવાસના ચાર પ્રકાર છે– (૧) આહાર પૌષધ (૨) શરીર પૌષધ (૩) બ્રહ્મચર્ય પૌષધ અને (૪) અવ્યાપાર પૌષધ. શ્રાવકોએ પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે– (૧) અપ્રતિલેખિત- દુષ્પતિલેખિત શય્યા સસ્તારક (૨) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત, શય્યા સસ્તારક, (૩) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ (૪) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ (૫) પૌષધોપવાસ સમ્યક અનુપાલન. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના બાર વ્રતમાંથી અગિયારમા વ્રતના અને ચાર શિક્ષાવ્રતમાંથી ત્રીજા શિક્ષાવ્રતના પ્રકાર તથા અતિચારોનું પ્રતિપાદન છે. પૌષધોપવાસ- પપપે ૩૫વસનં પગપોપવાસઃ | પૌષધમાં ઉપવશન–રહેવું તે પૌષધોપવાસ કહેવાય છે. પૌષધોપવાસમાં પૌષધ અને ઉપવાસ આ બે શબ્દ છે. પૌષધનો અર્થ ધર્મનું પોષણ અથવા પુષ્ટિ કરનારી ક્રિયા વિશેષ છે. ઉપવાસ શબ્દ 'ઉપ' ઉપસર્ગ અને વાસ શબ્દથી બન્યો છે. 'ઉપ' નો અર્થ સમીપે અને વાસનો અર્થ છે નિવાસ કરવો. ઉપવાસનો શબ્દનો અર્થ આત્મા અથવા આત્મગુણોની સમીપે વાસ કરવો, તે છે. આત્મગુણોનું સામીપ્ય અથવા સાનિધ્ય સાધવામાં કેટલાક સમય માટે બહિર્મુખતા નાશ પામે છે. બહિર્મુખતામાં સહુથી વધારે મહત્વપૂર્ણ સ્થાન ભોજનનું છે, તેથી સૂર્યોદયથી બીજા દિવસના સુર્યોદય સુધી ચોવીસ કલાક માટે અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આદિ ચારે આહારનો ત્યાગ કરવો, તે ઉપવાસ છે. પૌષધ અને ઉપવાસરૂપ સમ્મિલિત સાધનાનો અર્થ એ છે કે એક અહોરાત્ર માટે ગૃહસ્થપણાના સર્વ સંબંધોને છોડીને, પ્રાયઃ સાધુવતુ થઈને, એક નિશ્ચિત સ્થાનમાં રહીને, ઉપવાસ સહિત આત્મગુણોની પોષક પ્રવૃત્તિઓ કરવી, તે પૌષધોપવાસ છે. પૌષધ કરનાર શ્રાવક સૂવું, બેસવું, વડીનીત, લઘુનીત વગેરે દરેક ક્રિયા માટે પણ નિર્વધ સ્થાન નિશ્ચિત કરી લે છે. સાધુની જેમ આવશ્યક ઉપકરણનો પણ યતના અથવા સાવધાનીથી ઉપયોગ કરે છે. સૂત્રકારે પૌષધના ચાર પ્રકાર કહ્યા છે, યથા- (૧) આહાર પહે- આહાર પૌષધ. અશન–ભોજન, પાણી, મેવા—મીઠાઈ તથા મુખવાસ, આ ચારે પ્રકારના આહારનો એક અહોરાત્ર પર્યત ત્યાગ કરવો, તે આહાર પૌષધ છે. વ્યાખ્યાકારે આહાર પૌષધના બે પ્રકાર કહ્યા છે. આહાર પણ સુવિધો રે (૧) દેશથી આહારનો ત્યાગ કરવો. વિગય વગેરેનો ત્યાગ કરીને આયંબિલતપ કે એકાસણું કરવું અથવા પાણીની છૂટ રાખી ત્રણ આહારનો ત્યાગ કરી તિવિહાર ઉપવાસ કરવો, તે દેશથી આહારપૌષધ છે (૨) ચારે આહારનો સંપૂર્ણ ત્યાગ કરવો, તે સર્વથી આહારપૌષધ છે.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy