________________
શ્રાવત
૧૯૩ ]
નિશ્ચિત કર્યું છે પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન એક દિવસ રાત
વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના બાર વ્રતમાંથી દશમાં વ્રતનું અને ચાર શિક્ષાવ્રતમાંથી બીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ તથા તેના પાંચ અતિચારોનું નિરૂપણ છે.
દેશ અને અવકાશ આ બે શબ્દો મળીને દેશાવગાસિક શબ્દ બન્યો છે. વિરે પૃહીતં જ परिमाणं तस्यैकदेशोदेशः तत्रावकाशः गमनाद्यवस्थानं देशावकाशः तेन निवृतं देशावकाशिकम्। છઠ્ઠા વ્રતમાં જે દિશાનું ક્ષેત્ર પરિમાણ નિશ્ચિત કર્યું છે, તેના એક દેશમાં, એક વિભાગમાં અવકાશ એટલે ગમનાદિ પ્રવૃત્તિ કરવી અને તે સિવાયના ક્ષેત્રમાં ગમનાદિદરેક પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કરવા, તે દેશાવગાસિક વ્રત છે. છઠ્ઠા દિશાવ્રતમાં દિશા સંબંધી મર્યાદા જીવન પર્યત કરવામાં આવે છે. તે મર્યાદાને એક દિવસ-રાત માટે કે ચુનાધિક સમય માટે ઘટાડવી, તે દેશાવગાસિક વ્રત છે. અવકાશનો અર્થ નિવૃત્તિ પણ થાય છે. તેથી જ બીજા વ્રતોમાં પણ આ રીતે દરરોજ અથવા અમુક સમય માટે જે સંક્ષેપ કરવો તથા પ્રતિદિન ચૌદ નિયમ ધારણ કરવા, તે પણ આ વ્રતમાં સમાવિષ્ટ થાય છે.
તેના અતિચારોની વિશેષ સ્પષ્ટતા આ રીતે છે. જેમ- એક વ્યક્તિ ચોવીસ કલાક માટે મર્યાદા કરે કે આ એક મકાનની બહાર રહેલા પદાર્થોનો ઉપભોગ કરીશ નહીં, બહારનું કામ કરીશ નહીં, મર્યાદિત ભૂમિની બહાર જઈને પાંચ આશ્રવનું સેવન કરીશ નહીં. આ પ્રકારની મર્યાદા કર્યા પછી જો તે નિયત ક્ષેત્રથી બહારના ક્ષેત્રની કાર્યવાહી સંકેતથી અથવા બીજી વ્યક્તિ દ્વારા કરાવે, તો તે પહેલાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. આ દેશાવગાસિક વ્રતના અતિચાર છે. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે
(૧) આનયન પ્રયોગ– જેટલા ક્ષેત્રની મર્યાદા કરી છે, તે મર્યાદિત ક્ષેત્રથી બહારની વસ્તુઓ બીજી વ્યક્તિ પાસે મંગાવવી. (૨) પ્રેષ્ઠ પ્રયોગ– મર્યાદિત ક્ષેત્રથી બહારનાં ક્ષેત્રનાં કાર્ય કરવા માટે સેવક(નોકર), પરિવારના સભ્યને મોકલવા. (૩) શબ્દાનુપાત– મર્યાદિત ક્ષેત્રથી બહારનું કાર્ય કરવાનો પ્રસંગ આવે તો છીંક ખાઈને, ઉધરસ ખાઈને અથવા કોઈને બોલાવીને, પાડોશીને સંકેત કરીને કામ કરાવવું. (૪) રૂપાનુપાત– મર્યાદિત ક્ષેત્રથી બહારના કામ માટે મોઢાથી કાંઈ બોલ્યા વગર પોતાનું રૂપ બતાવીને મુખદર્શન કરાવીને દષ્ટિથી સંકેત કરી, કામ કરાવવું. (૫) બહિઃ પુગલ પ્રક્ષેપ- મર્યાદિત ક્ષેત્રથી બહારનાં કામ કરાવવા માટે કાંકરા વગેરે ફેંકીને બીજાને ઇશારો કરવો.
આ કાર્ય કરવાથી વ્રતના શબ્દાત્મક પ્રતિપાલનમાં બાધા આવતી નથી પણ વ્રતનો મૂળભૂત હેતુ નષ્ટ થાય છે. સાધનાનો અભ્યાસ દૃઢ થતો નથી માટે તેનું વર્જન અત્યંત આવશ્યક છે. દિશા સહિત દ્રવ્યાદિ અનેક બોલોની મર્યાદા કરવી તે પણ આ વ્રતનો વિષય છે. જેને પ્રચલન ભાષામાં ૧૪ નિયમ કહે છે. જે પ્રતિદિન ધારણ કરાય છે.
લૌકિક એષણા, આરંભ વગેરેને મર્યાદિત કરી જીવનને ઉત્તરોત્તર આત્મનિરત બનાવવામાં દેશાવગાસિક વ્રત ઘણું અગત્યનું છે. જૈન દર્શનનું અંતિમ લક્ષ સંપૂર્ણપણે આત્મકેન્દ્રિત થવાનું છે. એક સાથે સમસ્ત ભૌતિક ભાવોની આસક્તિ છોડીને આત્મભાવોમાં સ્થિર થવું તે સામાન્યજન માટે શકય નથી, તેથી ક્રમશઃ એષણા, કામના અને ઇચ્છાનું નિયંત્રણ કરતાં-કરતાં અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. આ અભ્યાસમાં આ વ્રત અત્યંત જરૂરી છે. (૧૧) પૌષધવત :|१२ पोसहोववासे चउविहे पण्णत्ते, तं जहा- आहारपोसहे, सरीरसक्कारपोसहे,