________________
૧૯૨ |
શ્રી આવશ્યક સૂત્ર
શ્રેષ-વર્ધક સંસારી સર્વ પ્રપંચોથી, સાવધકારી-પાપકારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈને નિરવધયોગસ્વાધ્યાય, ધ્યાન આદિ સમભાવની પોષક પ્રવૃત્તિનો સ્વીકાર કરવો, જગજીવો સાથે મૈત્રીભાવ રાખવો, તે સામાયિકવ્રત છે. શ્રાવકોની એક સામાયિક બે ઘડીની હોય છે.
બે ઘડીના કાળ દરમ્યાન શ્રાવક સમભાવમાં સ્થિત થવા સંપૂર્ણતઃ પ્રયત્નશીલ હોય, તેમ છતાં ચિત્ત ચંચળ બની જાય કે મન, વચન કે કાયા દ્વારા પાપપ્રવૃત્તિનું આંશિક પણ સેવન થઈ જાય, તો સામાયિક વ્રત દુઃષિત બને છે, તેની શુદ્ધિ માટે સૂત્રકારે સામાયિક વ્રતના પાંચ અતિચારોનું કથન કર્યું છે. સામાયિક વ્રતના અતિચાર- (૧) મન દુષ્પરિધાન– અહીં પ્રણિધાનનો અર્થ ધ્યાન અથવા ચિંતન છે. દુષિત ચિંતન મનદુપ્પણિધાન કહેવાય છે. સામાયિકમાં ઓઘસંજ્ઞાથી કે અજાણપણે રાગ, દ્વેષ, કલેશ, મમત્વભાવ, સાંસારિક પ્રપંચોની, ઘરની સમસ્યાઓની વિચારણામાં મગ્ન બની જવું તે મનદુષ્પણિધાન છે. (૨) વચન દુષ્પરિધાન- સામાયિકમાં વચનનો દુરુપયોગ કરવો અર્થાત્ કર્કશ, કઠોર, માર્મિક, હિંસક, અપ્રિય આદિ વચનો બોલવા, યોગ્ય વાણીનો પ્રયોગ ન કરવો અથવા મિથ્યાભાષણ કરવું તે વચનદુક્મણિધાન છે. (૩) કાયદુપ્પણિધાન- કાયાની ચંચળતાથી હાથ, પગ લાંબા ટૂંકા કરવા, આળસ મરડવી, વારંવાર આસન બદલાવવું, પ્રયોજન વિના ઊભા થવું વગેરે કાયિક દોષોના સેવનને કાયદુપ્પણિધાન કહે છે. (૪) સામાયિક સ્મૃતિ અકરણતા:- સામાયિક આખા જીવનનો વિષય છે, જીવનની સાધના છે. તેના અભ્યાસ માટે ૪૮ મિનિટનો સમય નિશ્ચિત કર્યો છે. જ્યારે સાધક સામાયિકમાં હોય ત્યારે તેણે પૂરેપૂરું સાવધાન અને જાગૃત રહેવું જોઈએ. તેમ જ એ પણ ભૂલવું ન જોઈએ કે હું સામાયિકમાં સ્થિત છું અર્થાત્ સામાયિકને અનુરૂપ મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. સામાયિકમાં હોવા છતા સામાયિકની સ્થિતિને ભૂલી જવી, સામાયિકનો સમય પૂર્ણ થયા પહેલા જ સામાયિક પાળી લેવી, તે સામાયિકનો અતિચાર છે. તેના મૂળમાં પ્રમાદ, અજાગૃતપણું તથા અસાવધાની છે. (પ) સામાયિક અનવસ્થિત કરણતા :- અવસ્થિત- યથોચિત રૂપમાં સ્થિત રહેવું. તેમ ન કરવું તે અનવસ્થિતતા છે. સામાયિકમાં અનવસ્થિત-અવ્યવસ્થિત રહેવું. કયારેક સામાયિક કરવી, કયારેક ન કરવી, કયારેક સામાયિકના સમય પહેલાં ઊભા થઈ જવું, સામાયિકનો સમય વેઠની જેમ પૂર્ણ કરવો વગેરે પ્રવૃત્તિ વ્યક્તિના અવ્યવસ્થિત તેમજ અસ્થિર જીવનની સૂચક છે. આવી વ્યક્તિ સામાયિકની સાધનામાં અસ્થિર અને અસફળ રહે છે. પોતાના લૌકિક જીવનમાં પણ વિકાસ કરી શકતી નથી. (૧૦) દેશાવગાસિકવ્રત:
११ दिसिव्वयगहियस्स दिसापरिमाणस्स पइदिणं परिमाणकरणं देसावगासियं। देसावगासियस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, (ण समायरियव्वा) तं जहा- आणवणप्पओगे, पेसवणप्पओगे, सहाणुवाए, रुवाणुवाए, बहियापुग्गलપરણેલે | ભાવાર્થ :- દિશાવ્રતમાં ગ્રહણ કરેલી દિશાની મર્યાદાને પ્રતિદિન સીમિત કરવી, તે દેશાવગાસિક વ્રત છે. શ્રાવકોએ દેશાવગાસિક વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે- આનયન પ્રયોગ, શ્રેષ્ઠ પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહિ:પુદગલ પ્રક્ષેપ.