________________
શ્રાવત
[ ૧૯૧ ]
(૩) મૌખર્ય વાચાળતા. ઉચિત-અનુચિતના વિચાર વિના બોલવું, ઠંડા પહોરના ગપ્પા મારવા, નિરર્થક વાતો કરવી. આ પ્રકારની પ્રવૃત્તિમાં સમયની બરબાદી છે, તેમજ તેમાં પરનિંદા, પાપકર્મોપદેશ વગેરે પાપપ્રવૃત્તિની શક્યતા છે, અનર્થકારી કર્મબંધ છે. (૪) સંયુક્તાધિકરણ– આવશ્યકતા વિના હિંસક સાધનો ભેગા કરવા, તૈયાર રાખવા. જેમ કે ચાક, છરી વગેરે શસ્ત્રોને સજીને તૈયાર રાખવા, બંદુકમાં ગોળી ભરી રાખવી. વગેરે, તૈયાર શસ્ત્રોથી પાપપ્રવૃત્તિઓ તુરંત થઈ જાય છે. અધિકરણોને પૃથક પૃથક રાખવાથી અને જરૂર પડે ત્યારે જ ભેગા કરવાથી હિંસપ્રદાનથી બચી શકાય છે અને પાપપ્રવૃત્તિના પ્રારંભમાં સમય વ્યતીત થાય છે, તેથી શ્રાવકોએ હિંસક સાધનોને જરૂર વિના તૈયાર રાખવા નહીં. (૫) ઉપભોગપરિભોગાતિરેક- ઉવભોગ-પરિભોગના સાધનો આવશ્યકતાથી અધિક રાખવા, તે સાધનોમાં અત્યંત મુચ્છભાવ રાખવો. ઉપરોક્ત પાંચે પ્રવૃત્તિ શ્રાવકોના વ્યવહારમાં હોતી નથી પરંતુ અજાણતા તે પ્રવૃત્તિનું સેવન થયું હોય, તો તેની આલોચના કરીને તેનાથી નિવૃત્ત થવાનું હોય છે. (૯) સામાયિક વ્રત:१० सामाइयं णाम सावज्जजोगपरिवज्जणं णिरवज्जजोगपडिसेवणं च ।
सामाइयस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, (ण समायरियव्वा) तं जहा- मणदुप्पणिहाणे, वइदुप्पणिहाणे, कायदुप्पणिहाणे, सामाइयस्स सइअकरणया, सामाइयस्स अणवट्ठियस्स करणया । ભાવાર્થ :- સમભાવની પ્રાપ્તિ માટે સાવધયોગનો પરિત્યાગ અને નિરવદ્યયોગનું સેવન કરવું, તેને સામાયિક કહે છે. સામાયિક વ્રતના પાંચ અતિચાર શ્રાવકોએ જાણવા યોગ્ય છે, પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે, મનદુપ્પણિધાન, વચન દુપ્પણિધાન, કાય દુપ્પણિધાન, સામાયિક
સ્મૃતિ અકરણતા અને સામાયિક અનવસ્થિત કરણતા. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના બાર વ્રતમાંથી નવમા વ્રતનું તથા પ્રથમ શિક્ષા વ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારનું કથન છે. શિક્ષાવત– શિક્ષા એટલે શિક્ષણ અથવા તાલિમ. આત્માને સમભાવમાં રહેવા રૂ૫ વિશેષ પ્રકારની શિક્ષાથી (તાલીમથી) શિક્ષિત કરે તેને શિક્ષાવ્રત કહે છે. શિક્ષાના બે પ્રકાર છે– ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા ગ્રહણ શિક્ષા જ્ઞાનપ્રાપ્તિ રૂપ છે. સૂત્રનો અભ્યાસ કરવો, તેના અર્થ જાણવા, તેનું ચિંતન-મનન કે પુનરાવર્તન કરવું, તે ગ્રહણશિક્ષા છે. આસેવન શિક્ષા અભ્યાસ રૂપ છે. સૂત્રમાં બતાવેલી ક્રિયાનો અભ્યાસ કરવો, ઉત્તરોત્તર ક્રિયાની શુદ્ધિ કરવી, તે આસેવનશિક્ષા છે.
સામાયિકવ્રત, દેશાવગાસિકવ્રત, પૌષધ વ્રત અને અતિથિ સંવિભાગવ્રત, આ ચારે વ્રતોનું પાલન આત્માને બંને પ્રકારની શિક્ષાથી શિક્ષિત કરે છે, તેથી તે શિક્ષાવ્રત કહેવાય છે. સામાયિકાત- સામાયિક- સમભાવ, સમભાવને સિદ્ધ કરનારી સાધનાને સામાયિકવ્રત કહે છે. રાગ