________________
શ્રી આવશ્યક સૂત્ર
આપવું. (૨) મત્સરિતા એટલે કૃપણતા અથવા કંજૂસાઈ. દાન દેવામાં કંજૂસાઈ કરવી. (૩) મત્સરિતા એટલે ક્રોધ. ક્રોધપૂર્વક ભિક્ષા આપવી. ક્રોધ, માન, માયાદિ કષાયભાવ સહિત દાન આપવું તે મત્સરિતા છે. દાન આપ્યા પછી ગુસ્સો કે ઘમંડ કરવો તેનો સમાવેશ પણ આ અતિચારમાં થાય છે.
૧૯૮
સંક્ષેપમાં કષાયોને વશ થઈને અજ્ઞાન અને અવિવેકથી આશાતનાપૂર્વક વહોરાવવું તે મત્સરતા દોષ છે. શ્રાવકોએ આ બધા અતિચારોને ટાળીને જ વિવેકભાવથી દાન આપવું જોઈએ.
શ્રાવકના બાર વ્રતમાંથી અગિયાર વ્રતના પચ્ચક્ખાણ કરણ-કોટિ સહિતના છે. બારમા વ્રતમાં કરણ-કોટિ નથી કારણ કે બારમું વ્રત પચ્ચક્ખાણ સ્વરૂપ નથી. શ્રાવક પ્રતિદિન સુપાત્રદાનની ભાવના રાખે અને જ્યારે સુપાત્રદાનનો યોગ મળે ત્યારે વિવેકપૂર્વક નિર્દોષ પદાર્થો વહોરાવે.
ઉપસંહારઃ
१४ इत्थं पुण समणोवासगधम्मे पंचाणुव्वयाइं तिण्णि गुणव्वयाइं आवकहियाई, चत्तारि सिक्खावयाइं इत्तरियाई । एयस्स पुणो समणोवासगधम्मस्स मूलवत्थं सम्मत्तं तं जहा - तं णिसग्गेण वा अभिगमेण वा पंच अइयारविसुद्धं अणुव्वयगुणव्वयाइं च अभिग्गहाअण्णेवि पडिमादओ विसेसकरणजोगा ।
ભાવાર્થ :- આ રીતે શ્રાવકધર્મમાં પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત યાવત્કથિત છે અને ચાર શિક્ષાવ્રત ઈત્વરિક-અલ્પકાલિક છે. આ શ્રાવક ધર્મમાં સમ્યક્ત્વ મૂળ વસ્તુભૂત છે. તે નિસર્ગ અને અધિગમથી ઉત્પન્ન થાય છે. પાંચ અતિચારોથી વિશુદ્ધ સમ્યક્ત્વ તથા અણુવ્રત અને ગુણવ્રતનું પાલન કરતા શ્રાવક વિશેષશુદ્ધિ માટે અન્ય અભિગ્રહો તથા શ્રાવકની પડિમાનો સ્વીકાર કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્ર શ્રાવકધર્મના ઉપસંહાર રૂપ છે.
બાર વ્રતમાંથી પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રતનો સ્વીકાર શ્રાવક એક સાથે યાવજ્જીવન માટે છે પરંતુ શિક્ષાવ્રતનો અભ્યાસ પ્રતિદિન કરવાનો હોય છે. શ્રાવક સામાયિક, પૌષધ આદિ વ્રતોની આરાધના કરે, ત્યારે જ તેનો સ્વીકાર કરે છે, તેથી શિક્ષાવ્રત યાવજ્જીવન માટે નથી પરંતુ અલ્પકાલીન છે. મૂલવત્યું સમ્મત્ત..... શ્રાવકધર્મમાં સમ્યક્ત્વ મૂળભૂત છે. દઢતમ શ્રદ્ધા વિના દેશિવરિત કે સર્વવરિત ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સમ્યક્ત્વના મૂળથી જ ચારિત્રવૃક્ષ પલ્લવિત થાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, આ સાત પ્રકૃતિના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેમ છતાં નિમિત્તની અપેક્ષાએ તેના બે ભેદ છે.
(૧) નિસર્ગજ- સ્વભાવથી. અન્યના ઉપદેશ વગેરે કોઈ પણ નિમિત્ત વિના જાતિસ્મરણાદિ જ્ઞાનથી સમ્યગ્દર્શન થાય, તે નિસર્ગજ સમ્યગ્દર્શન છે. (૨) અધિગમજ– અધિગમ-અન્ય વ્યક્તિના ઉપદેશથી કે શાસ્ત્ર વાંચન આદિ બાહ્ય કોઈ પણ નિમિત્તથી સમ્યગ્દર્શન થાય, તે અધિગમજ સમ્યગ્દર્શન છે. બંને પ્રકારના સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ છે, યથા– શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા—શ્રદ્ધા. શ્રાવકો દઢ શ્રદ્ઘા સાથે બાર વ્રતનું પાલન કરે છે તે ઉપરાંત પોતાના સામર્થ્ય અનુસાર વિશિષ્ટ તપસાધના, અભિગ્રહો તથા શ્રાવકની અગિયાર પડિમાની પણ આરાધના કરે છે.