________________
[ ૧૮૪ |
શ્રી આવશ્યક સૂત્ર
પાંચ અતિચાર:(૧) ઊર્ધ્વદિશા પ્રમાણતિકમ- ઊર્ધ્વદિશા–ઉપર-ઊંચે જવાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું, (૨) અધોદિશા પ્રમાણાતિકમ- અધોદિશા– નીચે તરફ કૂવા, ખાણ વગેરેમાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૩) તિર્થગ્દિશા પ્રમાણાતિકમ– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૪) ક્ષેત્ર વૃતિ- પોતાના કાર્યની સિદ્ધિ માટે એક ક્ષેત્રની મર્યાદા ઘટાડીને બીજા ક્ષેત્રની મર્યાદા વધારવી. જેમ કે શ્રાવકે દરેક દિશામાં ૧૦૦-૧૦૦ કિ.મી. તેમ ૪૦૦ કિ.મી.ના ક્ષેત્રમાં જવાની મર્યાદા કરી હોય. ત્યાર પછી તેને તિર્યદ્િદશામાં ૧૦૦ કિ.મી.થી બહારક્ષેત્રમાં જવાની જરૂર હોય, તો ઊર્ધ્વ દિશામાં ૧૦૦ કિ.મી.ની મર્યાદા ઘટાડીને ૫૦ કિ.મી. કરી લે અને તિર્યદિશામાં ૧૦૦ કિ.મી.ની મર્યાદા વધારીને ૧૫૦ કિ.મી. કરે, તે ક્ષેત્રવૃદ્ધિ નામનો અતિચાર છે. (૫) ઋત્યંતર્ધાન- સ્વીકૃત મર્યાદાને ભૂલી જવી અથવા સ્વીકૃત મર્યાદાની ઉપેક્ષા કરીને કોઈ ગણના કર્યા વિના જ ગમનાગમન કરવું, તે મૃત્યંર્ધાન છે.
આ પ્રવૃત્તિ અજાણતાં થાય, તો અતિચાર રૂપ છે અને જાણી જોઈને થાય, તો તે અનાચાર રૂપ બની જાય છે. (૦) ઉવભોગ-પરિભોગ પરિમાણ વ્રત| ८ | उवभोगपरिभोगवए दुविहे पण्णत्ते, तं जहा- भोअणओ कम्मओ अ । भोअणओ समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, (ण समायरियव्वा) तं जहा- सचित्ताहारे, सचित्तपडिबद्धाहारे, अप्पउलिओसहिभक्खणया, दुप्पउलि
ओसहिभक्खणया, तुच्छोसहिभक्खणया । कम्मओ णं समणोवासएणं इमाई पण्णरस कम्मादाणाई जाणियव्वाइं, (ण समायरियव्वाइं) तं जहा- इंगालकम्मे, वणकम्मे, साडीकम्मे, भाडीकम्मे, फोडीकम्मे, दंतवाणिज्जे, लक्खवाणिज्जे, रसवाणिज्जे, केसवाणिज्जे, विसवाणिज्जे, जंतपीलणकम्मे, णिल्लंछणकम्मे, दवग्गिदावणया, सरदहतलायसोसणया, असईजणपोसणया । ભાવાર્થ :- ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના બે પ્રકાર છે– (૧) ભોજન સંબંધી અને (૨) કર્મ સંબંધી.શ્રાવકોએ ભોજન સંબંધી પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે– (૧) સચેત આહાર, (૨) સચેત પ્રતિબદ્ધ આહાર, (૩) અપકવ ઔષધિ ભક્ષણ (૪) દુષ્પકવ ઔષધિ ભક્ષણ, (૫) તુચ્છ ઔષધિ ભક્ષણ. - શ્રાવકોએ કર્મ સંબંધી પંદર કર્માદાન જાણવા યોગ્ય છે પરંતુ તે આચરવા યોગ્ય નથી. તે પંદર કર્માદાન આ પ્રમાણે છે– (૧) અંગાર કર્મ, (૨) વનકર્મ (૩) શકટ કર્મ (૪) ભાડી કર્મ (૫) સ્ફોટન કર્મ (૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષા વાણિજ્ય, (૮) રસ વાણિજ્ય, (૯) વિષ વાણિજ્ય, (૧૦) કેશ વાણિજ્ય, (૧૧) યંત્ર પીડન કર્મ, (૧૨) નિલંછન કર્મ, (૧૩) દાવાગ્નિદાપન, (૧૪) સરદહ તડાગ શોષણ, (૧૫) અસતીજન પોષણ.