SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વ્રત વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના સાતમા વ્રત અથવા બીજા ગુણવ્રત સંબંધી મર્યાદા અને તેના અતિચારોનું પ્રતિપાદન છે. ૧૮૫ સંસારી જીવ માત્રનું જીવન વિષયભોગથી ભરેલું છે, તેથી ગૃહસ્થપણામાં ભોગનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી. જીવની ભોગની અમર્યાદિત ઇચ્છા અનાદિકાલીન છે. તે ઇચ્છાપૂર્તિ માટે તેને હિંસા આદિ અનેક પાપપ્રવૃત્તિનું સેવન કરવું પડે છે. અમર્યાદિત ઇચ્છા અને આસક્તિ અનેક અનર્થોનું સર્જન કરે છે, તેથી સાતમા વ્રતમાં ભોગાસક્તિને સીમિત કરવા માટે (૧) ભોગોપભોગ યોગ્ય વસ્તુઓની મર્યાદા (૨) સચિત્ત- અચિત્ત આહારનો વિવેક અને (૩) મહારંભજન્ય વ્યાપારોનો ત્યાગ કરવાનું વિધાન છે. ઉવભોગ–પરિભોગ :– ઉપ શબ્દ સર્થે વત્ત, સોન તપોળ-ગરશનપાનાદિ ગ્રંથવા નાર્મોન સપો: ગાવિ । વૃત્તિ. ઉપભોગ શબ્દમાં સર્ ઉપસર્ગ સત્ત્વ- એકવારના અર્થમાં છે. એકવાર ભોગવી શકાય, તેવા અશન, પાણી આદિ ચારે પ્રકારનો આહાર ઉપભોગ છે અથવા અન્નોંગ – જે પદાર્થો શરીરમાં પરિણત થઈ જાય, સંપૂર્ણ રીતે ભોગવાય જાય, તેવા આહાર, પાણી આદિ પદાર્થોને ઉપભોગ કહે છે. જે પરિભોગ શબ્દમાં પત્તિ ઉપસર્ગ આવૃત્તિ-પુનરાવર્તન અર્થમાં છે. વારંવાર ભોગવી શકાય, પદાર્થો શરીરરૂપે પરિણત ન થાય, સંપૂર્ણ રીતે ભોગવાય ન જાય, તેવા વસ્ત્ર, અલંકારાદિ પરિભોગ છે અથવા વસ્ત્રાદિ બહિર્ભોગ પરિોગ છે. (૧) ઉપભોગ—પરિભોગ સંબંધી મર્યાદા- પ્રસ્તુત પ્રસંગમાં શાસ્ત્રકારે ઉપભોગ-પરિભોગ યોગ્ય મર્યાદાના બોલનું કથન કર્યું નથી. શ્રી ઉપાસકદશાંગસૂત્રમાં આનંદ શ્રાવકના વ્રત સ્વીકારના વર્ણનમાં આનંદ શ્રાવકે સાતમા વ્રતમાં બાવીસ બોલની મર્યાદા કરી છે. (શ્રી ઉપાસકદશાંગસૂત્ર અધ્યયન-૧, સૂત્ર-૨૫ થી ૪૫) વર્તમાન પ્રચલિત પરંપરા અનુસાર શ્રાવક ૨૬ બોલની મર્યાદા કરે છે. (૧) ૩૯(યળાવિધી- અંગ લૂછવા માટેના ટુવાલની જાત તથા સંખ્યાની મર્યાદા. (૨) અંતવિધીદાતણની જાત તથા પ્રમાણની મર્યાદા. (૩) પવિતી સ્નાન કરતા પહેલા મસ્તક આદિ પર લેપ કરવા માટે ઉપયોગમાં લેવાતાં આંબળા વગેરે ફળની મર્યાદા. - શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં વિત્તીનો અર્થ ફળ કર્યો છે. અહીં વિત્તી ની આગળના અને પાછળના બોલ સ્નાન સંબંધી વસ્તુઓની મર્યાદા માટે જ છે. તેમજ અઢારમા બોલ માત્તુવિદી માં મધુર ફળની મર્યાદાનું કથન છે, તેથી અહીં પખ્તવિજ્ઞીનો ઉપરોક્ત અર્થ પ્રસંગોચિત છે. (૪) વિદી- મર્દન—માલિશ કરવા માટે શતપાક આદિ તેલની જાતિ તથા તેની પ્રમાણની મર્યાદા. (૫) વટ્ટવિલ્હી- ઉદ્દવર્તન–શરીર પર ચોળવા માટેની સુગંધિત પીઠીની જાતિ તથા પ્રમાણની મર્યાદા. (૬) મન્નળવિ- સ્નાન માટેના પાણીનું પ્રમાણ. (૭) વસ્ત્વવિદ્દી- વસ્ત્રની જાતિ તથા પ્રમાણ. (૮) વિશેવવિજ્ઞ- વિલેપન—તિલક માટે કુમકુમ, ચંદન તથા અન્ય લેપ માટેનું પ્રમાણ. (૯) પુવિી- માળા વગેરેના ઉપયોગ માટે ફૂલના પ્રકાર તથા પ્રમાણ. (૧૦) આમ વિદી- આભૂષણોના પ્રકાર તથા પ્રમાણ. (૧૧) વનવિદ્વી- લોબાન વગેરેના ધૂપના પ્રકાર તથા પ્રમાણ. (૧૨) પેવિદીપેય પદાર્થો ચા, દૂધ, રાબ, કાંજી, ઓસામણ વગેરેના પ્રકાર તથા પ્રમાણ. (૧૩) બન્ધનવિધી- મીઠાઈના –
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy