________________
૧૮૨ |
શ્રી આવશ્યક સૂત્ર
સિંચિત થતી ભૂમિને કેતુ કહે છે અને જે ભૂમિ કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના જળથી સિંચિત થતી હોય, તેને સેતુકેતુ કહે છે.
વાસ્તુ એટલે અગાર એટલે ઘર. તેના ત્રણ પ્રકાર છે. (૧) ખાત ગૃહ (૨) ઉતિ ગૃહ અને (૩) ખાતોચ્છિત ગૃહ. ભૂમિગૃહ–ભોંયરું આદિ ભૂમિની અંદરના ઘરને ખાતગૃહ, પાયો ખોદીને ભૂમિની ઉપર બનાવેલા મહેલ, મકાન આદિને ઉતિગૃહ અને ભોંયરા સહિતના મહેલ કે મકાનાદિને ખાતોષ્કૃિતગૃહ કહે છે.
પરંપરા અનુસાર ખેતર, વાડી કે ખાલી પ્લોટ દરેક ખુલ્લી જમીનનો સમાવેશ ક્ષેત્રમાં અને બાંધેલી દુકાન, મકાન, ગોડાઉન વગેરે દરેકનો સમાવેશ વાસ્તુમાં થાય છે. શ્રાવક પોતાની ઇચ્છા પ્રમાણે ક્ષેત્ર-વાસ્તુની મર્યાદા કરે છે. (પ-૬) હિરણ્ય–સુવર્ણ મર્યાદા– હિરણ્ય-ચાંદી અને સુવર્ણની મર્યાદા કરવી. પોતાની મર્યાદા પ્રમાણે સોનું અને ચાંદી પોતાની પાસે રાખે, તે ઉપરાંતના સોના, ચાંદીમાં પોતાનો માલિકી ભાવ છોડી દે, તેનો ત્યાગ કરે. (૭-૮) દ્વિપદ-ચતુષ્પદ પ્રાણી મર્યાદા- દાસ, દાસી, નોકર, ચાકર, રસોઈયા તથા પોપટ, મેના વગેરે પક્ષીઓનો સમાવેશ દ્વિપદમાં થાય અને ગાય, ભેંસ, કૂતરા, ઘેટાં, બકરા, હાથી, ઘોડા વગેરે પશુઓનો સમાવેશ ચતુષ્પદમાં થાય છે. શ્રાવકો પોતાના જીવન વ્યવહાર પ્રમાણે દ્વિપદ અને ચતુષ્પદ પ્રાણીઓની મર્યાદા કરે છે. (૯) કવિય–ઘરવખરીની ચીજવસ્તુની મર્યાદા- સોના, રૂપા સિવાયની સર્વ ધાતુઓ અર્થાત્ તાંબા, પિત્તળ આદિના વાસણો, આસન, શયન, વસ્ત્ર, કંબલ આદિ ઘરવખરીની પ્રત્યેક ચીજવસ્તુનો સમાવેશ કુવિયમાં થાય છે.
આ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહમાંથી ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ પ્રાણી આદિ સચેત પરિગ્રહ છે અને તે સિવાયનો અચેત પરિગ્રહ છે. આવ્યંતર પરિગ્રહના ચૌદ પ્રકાર છે- મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ.
વ્યવહાર અને નિશ્ચયથી પરિગ્રહ પરિમાણ વ્રતના બે પ્રકાર છે. (૧) બાહ્ય નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવો, તે વ્યવહારથી પરિગ્રહ પરિમાણ વ્રત છે અને (૨) ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહનો, મૂર્છાભાવનો ત્યાગ કરવો, તે નિશ્ચયથી પરિગ્રહ પરિમાણ વ્રત છે. પ્રસ્તુત ઇચ્છા પરિમાણ વ્રતમાં શ્રાવક નવ પ્રકારના બાહ્ય પરિગ્રહની મર્યાદા કરે છે.
ઉપરોક્ત સ્વીકૃત મર્યાદાનું અજાણપણે ઉલ્લંઘન કરવું, તે અતિચાર છે. તેના પાંચ પ્રકાર છે. ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિક્રમ– તે પાંચે અતિચાર ભાવાર્થથી સ્પષ્ટ છે. મર્યાદાનું ઉલ્લંઘન જ્યારે અજાણતાં થાય, ત્યાં સુધી જ તે અતિચાર છે. મર્યાદાનું ઉલ્લંઘન જ્યારે બુદ્ધિપૂર્વક–જાણી જોઈને થાય, તે અનાચાર દોષ છે. ક્યારેક શ્રાવકોને ક્ષેત્ર, વસ્તુ, ધન, ધાન્ય આદિ કોઈ પણ પરિગ્રહનો અનાયાસે અધિકતમ લાભ થઈ જાય, તો તેમાં દોષ નથી પરંતુ શ્રાવકોએ પોતાની મર્યાદા પ્રમાણે વસ્તુ રાખીને શેષ સંપત્તિનો ત્યાગ કે દાન કરવું જોઈએ, તે પ્રમાણે કરવાથી શ્રાવકનું વ્રત અખંડ રહે છે.