SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વ્રત ૧૮૧ | પરિમાણ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે– (૧) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ (૨) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ (૩) હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ (૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ (૫) કુષ્ય-ઘરવખરીની ચીજોનું પ્રમાણાતિક્રમ. વિવચન : પ્રસ્તુત સૂત્રમાં પાંચમા ઇચ્છા પરિમાણ વ્રતની પ્રતિજ્ઞા અને તેના પાંચ અતિચારનું કથન છે. પરિગ્રહ પર સમન્ના અને તિ પરિષદ: જે જીવને ચારે બાજુથી જકડી રાખે, તે પરિગ્રહ છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં ગુચ્છા પરિવારો કુત્તો | મૂભાવને પરિગ્રહ કહ્યો છે. મૂચ્છ– આસક્તિ પૂર્વકની ઈચ્છા સંગ્રહવૃત્તિને જન્મ આપે છે. અમર્યાદિત પરિગ્રહ મહાપાપનું કારણ છે. પરિગ્રહની પ્રાપ્તિમાં, તેના સંરક્ષણમાં અનેક પાપસ્થાનનો આશ્રય લેવો પડે છે. યથા-વસ્તુની પ્રાપ્તિ માટે મહારંભમહાસમારંભ કરે, અસત્યનું આચરણ કરે, લોકોને છેતરે, રાજ્યના કર ન ભરે, અનેક છલપ્રપંચો કરે છે. તેના સંરક્ષણ માટે પણ અસત્યનું આચરણ, કર ચોરી વગેરે અનેક પાપોનું સેવન થાય છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહ અનર્થોનું કારણ છે. શ્રાવકો ગૃહસ્થ જીવન વ્યવહારમાં પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરીને નિષ્પરિગ્રહી બની શકતા નથી પરંતુ પરિગ્રહ દુઃખમૂલક છે તેવી સ્પષ્ટ સમજણ અને શ્રદ્ધા સાથે જીવન વ્યવહારમાં આવશ્યક વસ્તુઓની છૂટ રાખી અવશેષ પદાર્થોનો ત્યાગ કરે છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહવૃત્તિને મર્યાદિત કરવા માટે પરિગ્રહ પરિમાણ વ્રતનો સ્વીકાર કરે છે. પરિગ્રહની મર્યાદામાં ઇચ્છાની મર્યાદા થતી હોવાથી શાસ્ત્રકારે તેને ઇચ્છાપરિમાણવ્રત કહ્યું છે. પરિગ્રહના બે પ્રકાર છે. (૧) સચેત પદાર્થો અને (૨) અચેત પદાર્થો. શ્રાવકો નવ પ્રકારે બાહ્ય પરિગ્રહની મર્યાદા કરે છે. (૧-૨) ધન-ધાન્યની મર્યાદા– વ્યાખ્યાકારે ધનના ચાર પ્રકાર કહ્યા છે– (૧) ગણિમ- જે વસ્તુ ગણીને લેવાય. તે, રોકડ નાણું, સોપારી, શ્રીફળ વગેરે (૨) ધરિમ- જે વસ્તુ તોળીને લેવાય તે, ગોળ, સાકર વગેરે. (૩) મેય- જે વસ્તુ માપીને કે ભરીને લેવાય તે, ઘી, તેલ, કાપડ વગેરે. (૪) પરિછેદ્ય- જે વસ્તુ કસીને કે છેદીને લેવાય તે, સુવર્ણ, રત્ન વગેરે. ધાન્ય- શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ધાન્યના બે પ્રકાર કહ્યા છે– (૧) લાસા અને (૨) કઠોળ. લાસાધાન્યના બાર પ્રકાર છે– (૧) ઘઉં, (૨) જવ, (૩) જુવાર (૪) બાજરી, (૫) ડાંગર, (૬) વરી, (૭) બંટી, (૮) બાવટો, (૯) કાંગ, (૧૦) ચિસ્યો ઝીણો, (૧૧) કોદરા અને (૧૨) મકાઈ. કઠોળ ધાન્યના બાર પ્રકાર છે– (૧) મગ, (૨) મઠ, (૩) અડદ, (૪) તુવેર, (૫) ઝાલર, (૬) વટાણા, (૭) ચોળા, (૮) ચણા, (૯) રાગી-નાગલી, (૧૦) કળથી (૧૧) મસૂર અને (૧૨) અળસી. આ રીતે બંને પ્રકારના ધાન્યો મળીને ધાન્યની ચોવીસ જાતિ થાય છે. શ્રાવકો પોતાની આવશ્યકતા પ્રમાણે ધન-ધાન્યની મર્યાદા કરે અર્થાત્ તેટલા પ્રમાણમાં ધન-ધાન્ય પોતાની માલિકીમાં રાખવા અને તેનો ઉપયોગ કરવો, તે ઉપરાંતના ધન-ધાન્યનો ત્યાગ કરવો. (૩-૪) ક્ષેત્ર–વાની મર્યાદા– વ્યાખ્યાકારે ક્ષેત્ર અને વાસ્તુની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. ક્ષેત્ર, તવ સામેલા કિએ ધાન્યની ઉત્પત્તિને યોગ્ય ભૂમિને ક્ષેત્ર કહે છે. તેના સેતુ અને કેતુ રૂપ બે ભેદ છે. નહેર, કૂવા આદિ કૃત્રિમ સાધનોથી સિંચિત થતી ભૂમિને સેતુ અને કેવળ વરસાદના પ્રાકૃતિક જળથી
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy