________________
જૈન વિદ્યાલય (પાઠશાળા) ગયેલા. ગુરુદેવની સામે ૫૦૦૦ પુસ્તકોનો અવ્યવસ્થિત ઢગલો પડ્યો હતો. તે સમયે જેતપુર સંઘ પણ દર્શનાર્થે આવ્યો હતો. આ બધા પુસ્તકો, આગમો વગેરે ગ્રંથો જેતપુર ભંડારના જ હતા. ભંડારની મૂલ્યવાન મૂડીની આ સ્થિતિ જોઈ ગુરુદેવનું હૃદય કેટલું દુઃખ અનુભવી રહ્યું હશે? પણ ખામોશ! જેતપુર સંઘને એકપણ શબ્દ ન કહ્યો. આ મહાપુરુષની અજબની સહનશક્તિનો અનુભવ અમોએ કરેલો. નાના શિષ્યથી લઈ મોટા લોકો સુધી સૌની ભૂલ ખામોશ થઈને પી જતા હતા. ઉદારતા અને સમતા ગુરુવરને વરી:
ગુરુજી પોતાની પોથીમાં “રામરાસ' નામનું એક નાનું પુસ્તક રાખતા હતા. જેના પાનાઓ ઉપર ઝીણા બારીક અક્ષરોથી નોંધ પણ કરેલી હતી. આ પુસ્તક કોઈને આપતા નહિ. એકવાર અમો ગુદર્શને ગયેલા અને ચોમાસાના દિવસો ચાલતાં હતા. અમોએ ગુરુને વિનંતિ કરેલી કે ગુરુદેવ ! રામરાસની ચોપડી અમોને એકવાર જોવા આપશો? પ્રથમ તો ગુરુરાજે ના પાડી. તમારાથી આ ચોપડી નહિ સચવાય ! આમ કહ્યા છતાં પણ અમારી પ્રબળ ઇચ્છા જોઈને ગુરુજીએ એક દિવસ માટે જોવા આપેલી. રતનની જેમ પુસ્તકનું જતન કરતાં અમો ઉપાશ્રયે આવ્યા. તુરત જ પ્રવચનમાં જવાનું હતું જેથી ઉતાવળથી પુસ્તક પાટ ઉપર જ રહી ગયું. માણસ તાળું લગાવી ચાલ્યો ગયો. ખબર નહિ, ક્યારેય ન આવનાર એક કૂતરું સીતથી અંદર રહી ગયેલું. તેણે બહાર નીકળવા ઘણાં પ્રયત્નો કર્યા, માર્ગ ન મળતાં અંતે આ પુસ્તક જ તેના હાથમાં આવી ગયું અને તેના પાનપાના ફાડી નાખ્યાં.
બીજી બાજુ બા.બ્ર. શ્રી પ્રભાબાઈ મ. ની કાશ્મીરી ધાબળી(સાલ) ના પણ ટુકડે ટુકડા કરી નાખ્યાં અને કૂતરું પાટ પર નિરાંતે સૂઈ ગયું. ઉપાશ્રયે ગુરુદેવે ફરમાવ્યું કે સતીજી ! પેલું પુસ્તક જરૂર સાચવજો.
અમો ઉપાશ્રયે આવ્યા અને રામરાસની આ સ્થિતિ જોઈ અમારું હૃદય થીજી ગયું. હવે ગુરુજીને શું મોટું દેખાડશું? છતાં હિંમત કરી પૂ. પ્રભાબાઈ મહાસતીજી પુસ્તક લઈ ગુરુદેવ પાસે આવ્યા, ગુરુદેવને વાત કહી : પરંતુ ગુર્ભગવંતે હસતે મુખે કહ્યું : સતીજી પુસ્તક અહીં મુકી દો. અમો જ તેને વ્યવસ્થિત કરી લેશું. આ હતી ગુરુરાજની સહનશીલતા અને ઉદારતા. જૈન ઈતિહાસનું સુવર્ણપૃષ્ઠ :
સમય કાચની ઘડીમાં સરતી રેતીની જેમ સર-સર સરવા લાગ્યો. અંતિમ ચાતુર્માસનો સમય બગસરામાં પસાર કરવાનો હતો. ગુરુજીના પદાર્પણની સાથે દાન,
18