________________
શીલ, તપ અને ભાવમાં ગજબની ભરતી આવી રહી હતી. સૌના અંતરના ઊંડાણમાં ગુરુદેવના અંતિમ દર્શનનો સંકેત કેમ જાણે પહોંચી ગયો હોય તેમ દેશ-દેશાંતરથી માનવ મહેરામણ ઉભરાયો. મહારથીઓના આવાગમનથી પુસ્તકાલયો, જ્ઞાનભંડારો અને જૈનશાળાઓ દાનવડે અને જ્ઞાનવડે સદ્ધર અને સુરક્ષિત બની ગઈ. ભાવિની ઉજ્વળતા જવલંત બની. બારે મેઘ ખાંગા થાય તેમ બગસરામાં ધર્મની હેલી ચઢી. વિશ્વવિક્રમી નોંધપાત્ર સાધના, આરાધના, પ્રભાવના અને સંઘ જમણોએ બગસરા ચાતુર્માસ જૈન ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ બની ગયું. અપૂર્વ ધૈર્ય અને ગૂઢ મૌનઃ
જ્યારે દીવાળી વ્યતીત થઈ અને નવા વર્ષનો પ્રારંભ થયો ત્યારે નવા વર્ષના ઉલ્બોધનમાં તેઓશ્રીના મુખમાંથી સહેજે શબ્દો સરી પડ્યા કે.આજની દીવાળી ઉજવતો મનુષ્ય આવતી દીવાળીએ હાજર હશે કે કેમ એ વિચારવાનું છે? તેમના શ્રીમુખેથી વારંવાર દેહ અને આત્માની ભિન્નતાના, આત્માની અજર-અમરતાના શબ્દો નીકળતા હતા. આ દેહ રહે કે વિલય પામે તેના માટે કોઈપણ પ્રકારે હર્ષ કે શોક પામવા જેવું નથી. આવા પ્રકારના શબ્દો તેમના ભાવિનો ઇશારો હતો. દિનપ્રતિદિન પૂ. ગુરુજીના મુખપર શાંતિ, ક્રાંતિ, સ્થિરતા, ગંભીરતા અને નિરંતર અંતર્મુખતાની વૃદ્ધિ પ્રતીત થતી હતી.
અનંતકાળના અનંત પ્રવાહમાં વિ.સં. ૨૦૧૩ માગસર વદી ૧૩ ને શનિવારને આવતા વાર શું? રાત્રિનો સમય શાતા-અશાતા વચ્ચે પસાર થયો. સવારે સાડાસાત વાગ્યે પૂજ્ય ગુરુજીએ સંસારની માયા સંકેલી સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું.
વાચકો-ગુરુજીના જીવનને વાંચીને તેમાંથી સેવા, એકતા, ઉદારતા અને શ્રુતસેવાના પાઠો શીખો એજ શુભ ભાવના.
ગુણિયલ હૃદયના પ્રાણ સમા, પ્રાણને કોટી કોટી વંદના. અમ પ્રાણના ઓ પ્રાણ ! અમ ભાવ પ્રાણને પ્રગટાવજો
પૂર્વભારતના ઉગ્રવિહારી બા. બ્ર. શ્રી જયાબાઈ મહાસતીજી
દેવલાલી(મહારાષ્ટ્ર)
19