________________
મ. ની દીક્ષાએ રંગ રેલાવ્યા હતા. વિ.સં. ૨૦૦૪ માં સાવરકુંડલા શ્રીસંઘમાં લેખિકા શ્રી જયાબેન, ગુલાબબેન અને પ્રાણકુંવરબેનની દીક્ષાએ ધર્મનો જયજયકાર વર્તાવ્યો હતો. આવી રીતે જુનાગઢ, વેરાવળ, સાવરકુંડલા, દીવબંદર, ધારી, વિસાવદર ને પણ દીક્ષા પ્રસંગનો અપૂર્વ લાભ આપી જેતપુર, ગોંડલ, જામનગર વિ. ના ચાતુર્માસોથી શ્રીસંઘોએ ધન્યતા અનુભવી હતી. વિ.સં. ૧૯૯૮ ના રાજકોટ ચાતુર્માસ કલ્પની અપૂર્વ સફળતાથી શ્રી પ્રાણજીવનભાઈએ ગાયેલું – “સન્માન મમ અંતરતણાં સત્કારને સ્વીકારજો, અમ પ્રાણના ઓ પ્રાણ ! સાચા પ્રાણને પ્રગટાવજો.’
આવા અનેકવિધ સત્કાર્યોની સફળતા સાથે ગુરુમહારાજે જામનગર અને ભાવનગરના શ્રીસંઘોમાં ચાતુર્માસ બિરાજી બેજોડ શાસન પ્રભાવનાઓ કરી હતી. અજોડ ચુત સેવાના ભેખધારી :
તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. ના આરંભેલા જ્ઞાનયજ્ઞને ગતિમાન કરવા વિ.સં. ૨૦૦૦માં જેતપુર મુકામે જૈન વિદ્યાલયની સ્થાપના કરેલી. જેમાં પૂ. શ્રી જયંતિલાલજી મ. સા. તથા બા.બ્ર.પૂ. શ્રી પ્રભાબાઈ મ. આદિ ગોંડલ-લીંબડી ગચ્છના સાધુ-સાધ્વીજીઓ અને વિદ્યાર્થીઓ જૈનધર્મના તત્ત્વજ્ઞાનમાં આગળ વધી રહ્યા હતા.
આ જ્ઞાનજ્યોતને જેતપુરથી વડિયા લાવી પૂ. તપસ્વીજી માણેકચંદ્રજી જૈન વિદ્યાલયનું નામ આપી એક વિશાળ જૈન ગુરુકુળ સાથે આ સંસ્થાને વટવૃક્ષના સ્વરૂપે સુવિકસિત બનાવી હતી.
રાણપુર, બીલખા, બગસરા, સાવરકુંડલા, ગોંડલ, જેતપુર આદિ ક્ષેત્રોના જ્ઞાનભંડારોને વડિયા પાઠ-શાળામાં લાવી ૫૦૦૦ પુસ્તકો તથા હસ્તલિખિત આગમ પ્રતોને સુવ્યવસ્થિત કરવા માટે આઠ માસ સુધી તનતોડ પરિશ્રમ કરેલો હતો.
ગોંડલ-રાજકોટ–જામનગર માં પૂ. શ્રી ડુંગરસિંહજી સ્વામી જૈન પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. ગુરુદેવના માટે વધારે શું કહ્યું? ગુરુરાજ તો શ્રુતસેવાના અજોડ ભેખધારી સંત હતા.
સર્જનાત્મક દૃષ્ટિએ હસ્તલિખિત આગમ તારણો, સર્વક્ષેત્રીય સંગ્રહો તથા ૧૫ વર્ષની લેખન શૈલી ગુરુદેવની શ્રુતીને પ્રગટ કરે છે. ખામોશ રહી ભૂલ પી જતાં:
ગુસ્વરના કેટલાક સ્વાભાવિક ગુણોનો મને અનુભવ થયો છે તે લખ્યા વિના રહી શકું તેમ નથી. અમો એકવખત વડિયા ગયા હતા ત્યારે ગુરુદેવના દર્શન કરવા