________________
સૌ પ્રથમ વિ.સં. ૧૯૮૯ માં જુનાગઢ મુકામે તપોધની પૂ.શ્રી રતિલાલજી મ.સા. ને દીક્ષાનું દાન મળેલ હતું.
એક વખત જગજીવનભાઈની અતિ આગ્રહભરી વિનંતીને માન આપી ખોબા જેવડા દલખાણીયા ગામમાં પધાર્યા. જૈન-જૈનેતર વર્ગ ગુસ્વાણીથી આપ્લાવિત થયો હતો. ગુરુદેવની અમૃતવાણીથી પ્રભાવિત જગજીવન શેઠ તેમના ૧૩ વર્ષના સુપુત્રી પ્રભાબહેન, ૯ વર્ષના જયંતકુમાર તથા ૫ વર્ષના જયાબેન આકાશથી ઊતરેલા દેવદૂત સમા ઊંચી પહાડીઓમાં પધારેલી સંતમંડળી પ્રત્યેની ભક્તિથી ભાવવિભોર બની રહ્યા હતા. પૂજ્ય ગુરૂર જ્યારે ઘર આંગણે ગોચરી માટે પધાર્યા ત્યારે અમૃતબેન અંદરથી બહાર દોડી આવ્યા અને બોલી ઊઠ્યા !
પધારો પધારો! સિદ્ધના પાડોશી ! ગીરના ગામડામાં અમોને તારવા આવ્યા, પધારો પ્રભુ પ્રભુ....આ અપૂર્વ દશ્ય કલમથી કંડારી શકાય તેમ નથી. ગુરુની નિર્મોહી દશાનું દર્શન -
માત્ર એક દિવસ માટે પધારેલા ગુરુવર શેઠ પરિવાર અને નગરજનોની ભક્તિ જોઈને ઘણો સમય બિરાજી ગયા. ઉપકારીએ એવો તો વાણીનો ધોધ વહાવ્યો કે શેઠ પરિવારને વૈરાગ્યના રંગે રંગી નાખ્યો. વિહારની વેળાએ સૌ સાથે ચાલી નીકળ્યા, ત્યારે ગુરુદેવે ટકોર કરી કે સૌને દીક્ષા લેવા માટે હજી ઘણીવાર છે. આ એવંતામુનિનો કાળ નથી, શેઠ! આતો પંચમકાળ છે. અનુભવ અને અભ્યાસની ખૂબ જરૂર રહે છે. એ જ સમયે જગજીવનશેઠ બોલી ઊઠયા– ગુરુદેવ ! મારી તો હવે ઉંમર છે. પૂજ્યવરે કહ્યું– વાત તો સાચી છે પરંતુ બાળકો નાના છે. તમારે પણ થોડો વખત ધીરતા રાખવાની જરૂર ગણાય, છેવટે શિષ્યભાવનાથી નિર્લેપ એવા ગુરુમહારાજના વચન વધાવી શેઠ આજીવન બ્રહ્મચર્યવ્રત સાથે ગોળ, ખાંડ, સાકરના પચ્ચખાણ કરી લીધા. આવા સંયમી શેઠે છઠ્ઠ-આઠમના વરસીતપ કરવાનો નિયમ લઈ પ્રાણપ્યારા ગુસ્વરને વિદાય આપી. સ્વીકારો સન્માન અમ અંતરના :
સમર્થ ગુરુદેવ વર્ષભર અનેક નાનામોટા ક્ષેત્રોની સ્પર્શના કરી રહ્યા હતા, ક્યાંક ચોથાવ્રતની પ્રતિજ્ઞાઓ તો ક્યાંક તપશ્વર્યાઓના ધોધ તો ક્યાંક વળી દાનનો જોરદાર પ્રવાહ વહેતો હતો. સર્વ મંગલોમાં મહામંગલ સમાન દીક્ષાઓના મહામહોત્સવો પણ ઉજવાઈ રહ્યા હતા. બગસરામાં વિ.સં. ૧૯૯૪ ના પૂ. જગજીવનજી મ. તથા પૂ. બા. બ્ર. પ્રભાબાઈ મ. ની દીક્ષા થયેલી. એ દશ્ય તો કોઈ અનેરું જ હતું. વિ. સં. ૧૯૯૯ માં વેરાવળ મુકામે ગુરુદેવના શ્રીમુખે પૂ. શ્રી જયંતમુનિજી તથા બંને બ્રા.બ્ર. પૂ. ચંપાબાઈ
16