________________
ત્યારે સભામાંથી કોઈને ઊઠવાનું મન ન થતું, એમાંય જ્યારે ગુરુદેવના સંથારાનું બ્યાન આપતા ત્યારે પોતે ગદ્દગદિત થઈ જતા, મુખપર ગૌતમ જેવો પ્રેમવિરહ દશ્યમાન થતો હતો. પૂ. તપસ્વીજીના દેવલોક ગમન પછી એવી તો શ્રદ્ધાંજલી આપી કે ઘડીભર તો પથ્થરાઓ પણ પીગળી ગયા, અશ્રુનાં પ્રવાહમાં સભા જાણે તણાવા લાગી. નવે નવ રસ ઉપર પૂ. ગુરુદેવનું પ્રભુત્વ અજબનું હતું, રામરાસ અને ઢાળસાગર પર બપોરે રાસ ફરમાવતા ત્યારે આજુબાજુના ગામડાનાં લોકો ગાડાં જોડીને સાંભળવા આવતા. વાણીની ખુમારી અને ઓજસ્વિતા એવી હતી કે દરબારો જેવા દરબારો પણ એક વચનમાત્રથી વ્યસનો છોડી દેતા. આ હતો આપણા પરમોપકારી ગુરુદેવની વાણીનો
વૈભવ.
કોમળ હૃદયની અજબ ધૈર્યતા :
ગુરુવિરહનો ઘા વિસારે ન પડે ત્યાં તો પૂ. જયચંદ્રજી મ. ના દેહવિલયની તૈયારી થઈ. પૂજ્યવરની બીમારી અને ગુસ્વરની સેવા, એ બધું શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી. તેનું વર્ણન નહિ કરતાં ગુરુદેવનાં ઝંઝાવાતી આઘાતના વિરહને માત્ર બે જ શબ્દમાં જણાવું છું કે એ વખતની ગુરુપ્રાણની મનોવ્યથા અકલ્પનીય હતી. શ્રી જયંતમુનિજી લખે છે કે ગુરુપ્રાણનું કોમળ હૃદય આ વિયોગના પ્રત્યાઘાતને સહન કરવા તૈયાર ન હતું ફક્ત શાસનદેવની કૃપા અને તપોબળ અને આયુષ્યના બળથી જ તેઓ ધીરજ ને ટકાવી શક્યા હશે.
લોક ચેતનાના પ્રેમાળ મસીહા :
સંત હોય કે સાહિત્યકાર તે ઉદયમાન પરિસ્થિતિથી પ્રભાવિત થયા વગર રહી શકતા નથી. દુકાળી વર્ષોના કારણે ધનવાનોની સંગ્રહવૃત્તિ, ગચ્છના આંતરિક વિખવાદથી વધતી જતી તિરાડો તેઓશ્રીને મૃત્યુ કરતાં પણ વધારે વસમી લાગતી હતી. ગુરુદેવે સમાજને દિશા દોરી આપી કે દાનધર્મથી સમાજને ઉપયોગી બનો.દેનારો ચડે છે, ભેગું કરનારો પડે છે.' સમન્વયવાદથી સમસ્ત સંતોને અને શ્રાવકોને સાથે લઈ ભાઈચારો જમાવવા પોતાની તમામ તાકાત નિચોવી નાખી હતી. અખંડનાત્મક જીવનશૈલીએ જ ગુરુપ્રાણને વિશ્વપ્રાણ બનાવી દીધા હતા.
પધારો ! સિદ્ધના પાડોશી ! પધારો ! ઃ
ગંગા નદીના પ્રવાહની જેમ સૌરાષ્ટ્રના વિશાળ પ્રદેશોમાં ગુરુદેવનું વિચરણ લોકોમાં દાન, શીલ, તપ, જ્ઞાન-ધ્યાન, શ્રદ્ધા અને ચારિત્રની ધર્મચેતનાને જગાડી રહ્યું હતું. ગુરુદેવના શ્રીમુખે ૧૯ મુમુક્ષુઓ ભાગવતી દીક્ષાને સ્વીકારી ધન્ય બની ગયા હતા.
15