________________
શ્રાવક વ્રત
૧૭૫
પ્રસ્તુત પ્રતિજ્ઞાસૂત્રમાં શ્રાવકવ્રતમાં કરણ-કોટિનો ઉલ્લેખ નથી પરંતુ પ્રાયઃ શ્રાવકો અહિંસાદિ વ્રતનો સ્વીકાર બેકરણ × ત્રણ યોગ = છ કોટિથી કરે છે. શ્રાવકો અનુમોદનાના પચ્ચક્ખાણ કરતા નથી. પાંચ અતિચાર :
(૧) બંધ :– ત્રસ જીવોને ગાઢ બંધનથી બાંધવા. પશુ, દાસ, બાળક, નોકર વગેરેને કષ્ટ થાય, તે રીતે બાંધવાં. કાયવશ અથવા અવિવેકથી શ્રાવકને આ અતિચાર લાગે છે.
(૨) વધ :– સામાન્ય રીતે વધનો અર્થ કોઇને જાનથી મારી નાંખવો, તેવો થાય પરંતુ અહીં વધ આ અર્થમાં પ્રયુક્ત નથી કારણકે કોઈને જાનથી મારી નાંખવાથી અહિંસાવ્રત સર્વથા ખંડિત જ થઈ જાય છે. તે તો અનાચાર છે. અહીં વધ–ઘાતક પ્રહારના અર્થમાં પ્રયુક્ત છે. વ્યક્તિના અંગ કે ઉપાંગને નુકશાન થાય, તેવા પ્રહારને વધ કહો છે.
(૩) છવિચ્છેદ :– ક્રોધાવેશમાં પ્રાણીના અંગ-ઉપાંગને કાપવા, છેદવા, મનોરંજન માટે કૂતરા વગેરે પાળેલા પશુઓનું પૂંછડું, કાન આદિ કાપી નાંખવા વગેરે ક્રિયાનો સમાવેશ પણ આ અતિચારમાં થાય છે. (૪) અતિભાર :– પશુ, નોકર આદિ પાસેથી તેની શક્તિ ઉપરાંત કામ લેવું. આજની ભાષામાં નોકર, મજૂર, અધિકૃત કર્મચારી પાસે તેની શક્તિ ઉપરાંતનું કામ લેવું અને પગાર ઓછો આપવો.
(૫) ભક્તપાન વ્યવચ્છેદ :– ખાનપાનમાં અંતરાય કરવી. પોતાને આશ્રિત પશુને સમયે ચારો તેમજ પાણી ન દેવા, ભૂખ્યા અને તરસ્યા રાખવા. દાસ-દાસી, નોકર, ચાકર આદિને ખાવા-પીવામાં અંતરાય કરવી. આજના યુગની ભાષામાં પોતાના નોકર ચાકરોને સમયસર પગાર ન દેવો, પગારમાં પણ કાપ મૂકવો, કોઈની આજીવિકામાં બાધા નાંખવી, સેવક વગેરે આશ્રિત વર્ગ પાસેથી ખૂબ કામ લેવું પરંતુ તેના બદલામાં પર્યાપ્ત ભોજન અને પગાર ન આપવો વગેરે પ્રવૃત્તિ આ અતિચારમાં આવી જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ સામાજિક જીવનમાં પણ અન્યાયજન્ય છે, વ્રતધારીની હીલના અને ધર્મની બદનામી થાય તેવી છે, તેથી આ વ્રતના આરાધકોમાં અનુકંપાભાવની પુષ્ટિ(વૃદ્ધિ) હોવી અત્યાવશ્યક છે.
આજે સામાજિક સ્થિતિ બદલાઈ ગઈ છે. નિર્દયતા, ક્રૂરતા, અત્યાચાર વગેરે પ્રવૃત્તિ વિવિધરૂપે પ્રતીત થાય છે માટે શ્રાવકે પોતાની દૈનિક જીવનચર્યાને સૂક્ષ્મતાથી જોઈ-તપાસીને અતિચારના મૂળ ભાવને ગ્રહણ કરવા જોઈએ અને નિર્દયતાપૂર્ણ કાર્યને છોડી દેવાં જોઈએ.
(૨) સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત ઃ
३थूलगमुसावायं समणोवासओ पच्चक्खाइ, से य मुसावाए पंचविहे पण्णत्ते, तं जहा- कण्णालीए गवालीए भोमालीए णासावहारे कूडसक्खिज्जे । थूलगमुसावायवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा (ण समायरियव्वा) तं નહા- સહસ્સમવહાળે, રહસ્યમવહાળું, સવારમતમે, મોસુવણ્યે, ડ્યૂકલેહરો ભાવાર્થ :- શ્રાવક સ્થૂલ મૃષાવાદના પચ્ચક્ખાણ કરે છે. સ્થૂલ મૃષાવાદના પાંચ પ્રકાર છે, આ પ્રમાણે છે– (૧) વરકન્યા સંબંધી, (૨) પશુ સંબંધી, (૩) ભૂમિ સંબંધી, (૪) થાપણ સંબંધી, (૫) ખોટી સાક્ષી આપવા સંબંધી, આ પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો શ્રાવકો ત્યાગ કરે છે. સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતના પાંચ અતિચારના શ્રાવકોએ જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચારો આ પ્રમાણે