________________
૧૭૬ ]
શ્રી આવશ્યક સૂત્ર
છે– (૧) સહસા અભ્યાખ્યાન, (૨) રહસાવ્યાખ્યાન, (૩) સ્વદાર મંત્ર ભેદ, (૪) મૃષોપદેશ, (૫) કૂટલેખકરણ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતની પ્રતિજ્ઞા તથા તેના પાંચ અતિચારોનું પ્રતિપાદન છે. મૃષાવાદ– અસત્ય બોલવું. અસત્ય બોલવાની સાથે અસત્ય વિચારણા તથા અસત્ય આચરણનો સમાવેશ પણ મૃષાવાદમાં થાય છે.
મૃષાવાદ વેરમણ વ્રતના બે પ્રકાર છે- વ્યવહારથી અને નિશ્ચયથી. (૧) અસત્ય વચન વ્યવહાર કે અસત્ય આચરણ આદિનો ત્યાગ કરવો, તે વ્યવહારથી મૃષાવાદ વેરમણ વ્રત છે અને (૨) આત્મતત્ત્વની
સ્વતંત્રતા, પર પદાર્થોના સંબંધોની વાસ્તવિકતાને તે જ રૂપે જાણીને યથાર્થ શ્રદ્ધા, પ્રરૂપણા કરવી, તે નિશ્ચયથી મૃષાવાદ વેરમણવ્રત છે.
પ્રસ્તુતમાં સૂત્રકારે વ્યવહારથી સ્થૂલ મૃષાવાદ વેરમણ વ્રતનું કથન કર્યું છે. સ્થલમૃષા - મોટું જૂઠ– અકારણ કોઈને દંડિત થવું પડે, નુકશાની થાય, રાજ્ય તરફથી મોટો અપરાધ ગણીને સજા આપવામાં આવે, લોકોમાં નિંદા થાય, કુળ, જાતિ અથવા ધર્મ કલંકિત થાય, આ પ્રકારના અસત્ય વચનનું ઉચ્ચારણ થાય તે મોટું જૂઠ કહેવાય છે. તેમજ જે વચન બોલવાથી કોઈના પ્રાણ સંકટમાં આવી જાય તેવું જૂઠ પણ સ્કૂલમૃષામાં આવે છે. શ્રાવકને માટે પાંચ પ્રકારના સ્થૂલ અસત્ય કહ્યા છે– (૧) વર કન્યાના રૂપ, ગુણ સંબંધી અર્થાત્ મનુષ્ય સંબંધી મોટું જૂઠ (૨) પશુ સંબંધી(૩) ભૂમિ-સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી-કોઈએ પૂર્ણ વિશ્વાસથી પોતાની કિંમતી વસ્તુ કોઈની પાસે રાખી હોય તે સંબંધી વિશ્વાસઘાત કરી જૂઠ બોલવું (૫) પૂર્ણ અસત્યના પક્ષમાં સાક્ષી આપવી જેથી સાચી વ્યક્તિ દંડાઈને નુકશાની પ્રાપ્ત કરે છે. આ રીતે પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો શ્રાવકોને ત્યાગ કરવાનો હોય છે. અવશેષમષા :- સ્થલમષાવાદનો ત્યાગ કરવા છતાં શ્રાવક ગુહસ્થ જીવનમાં કેટલાક અસત્યનો ત્યાગ કરી શકતા નથી. તે અવશેષ મૃષા છે. સાધુની જેમ શ્રાવક માટે વચન સમિતિનું વિધાન પણ નથી.શ્રાવક પણ ભિન્ન ભિન્ન વય અને સ્વભાવવાળા હોય છે. તેના માટે ભૂલથી, આદતથી, હાસ્ય વિનોદથી, ભય સંજ્ઞાથી, પોતાના પ્રાણની રક્ષા અથવા સંપત્તિની રક્ષા માટે, સ્વજન પરિજન વગેરેની સુરક્ષા માટે અથવા વ્યાપારમાં અસત્ય વચનનું ઉચ્ચારણ થઈ જાય તો તેનો આ વ્રતમાં આગાર હોય છે અર્થાતુ આ પ્રકારના અસત્ય સ્થૂલ મૃષાવાદથી અતિરિક્ત સમજવા જોઈએ, તેનો શ્રાવકને ત્યાગ હોતો નથી. સહસા અભ્યાખ્યાન - સહસાનો અર્થ એકાએક છે. કોઇ વાત વિચાર્યા વગર ભાવાવેશમાં આવી જલદી કહી દેવી. ત્યાં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ પ્રકારના આચરણમાં વિવેકને બદલે ભાવાવેશ કામ કરે છે. સહસા અભ્યાખ્યાન એટલે કોઈ પર એકાએક વિચાર્યા વગર દોષારોપણ કરવું. જો આ દોષારોપણ દુર્ભાવના, દુર્વિચાર અને સંકલેશપૂર્વક થાય તો તે અતિચાર નહીં પરંતુ અનાચાર થઈ જાય છે. ત્યાં શ્રાવકનું વ્રત ખંડિત થાય છે. સહસા વિચાર્યા વિના આ પ્રકારે કાર્ય કરવું તે કંઇક હલકાપણું છે, તેથી તે અતિચાર છે. રહસ્ય અભ્યાખ્યાન - રહસુનો અર્થ એકાંત છે. તેનાથી રહસ્ય શબ્દ બન્યો છે. રહસ્ય એટલે એકાંતની વાત અથવા ગુપ્ત વાત છે. રહસ્ય અભ્યાખ્યાનનો અભિપ્રાય 'કોઇની ગુપ્ત વાતને અચાનક પ્રગટ કરી