________________
૧૭૨
શ્રાવકોને સવા વસા(ભાગ)નો હિંસા-ત્યાગ :
નિરપેક્ષ હિંસાના પ્રત્યાખ્યાન
(4)
નિરપરાધી હિંસાના પ્રત્યાખ્યાન
(૨)
સંકલ્પી હિંસાના પ્રત્યાખ્યાન
(૫)
ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન સ્થાવર જીવોની હિંસાના પ્રત્યાખ્યાન નથી (૧૦)
(૧૦)
સાપેક્ષ હિંસાના પ્રત્યાખ્યાન નથી
જીવોના બે પ્રકાર
સાપરાધી હિંસાના પ્રત્યાખ્યાન નથી
***
(૨)
આરંભી હિંસાના પ્રત્યાખ્યાન નથી
શ્રી આવશ્યક સૂત્ર
(h)
ત્રસ—સ્થાવર હિંસા :– ત્રસ જીવોની હિંસા, સ્થૂલ હિંસા છે. શ્રાવકો સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી. તેથી સ્થાવર જીવોની હિંસાની મર્યાદા કરીને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરે છે. સ્થૂલહિંસાના બે પ્રકાર છે. (૧) સંકલ્પી હિંસા અને (ર) આરંભી હિંસા.
સંકલ્પી હિંસા– સંકલ્પ કે ઇરાદાપૂર્વક જીવોને મારી નાંખવાની બુદ્ધિથી હિંસા કરવી, તે સંકલ્પી હિંસા છે. જેમ કે માંસ, લોહી, ચામડાં કે હાડકાં આદિને માટે, ક્યારેક કેવળ શોખથી, કુતૂહલ વૃત્તિથી, ક્યારેક આવેશથી અથવા તે જીવના ભયથી કે ઘૃણાથી જીવોને ઇરાદાપૂર્વક મારી નાંખવા.
આરંભી હિંસા- ગૃહસ્થ જીવનના આવશ્યક કાર્ય કરતાં જે હિંસા થાય, તે આરંભી હિંસા છે. જેમ કે ખેતર ખેડતાં કીડી, મંકોડા આદિ કોઈ જીવો મરી જાય, વાહનો ચલાવતાં જીવહિંસા થાય, રસોઈ આદિ બનાવતાં કુંથવા આદિ જીવો મરી જાય, તે સર્વ આરંભી હિંસા છે. શ્રાવકો સંકલ્પી હિંસાનો ત્યાગ કરે છે અને આરંભી હિંસાનો ત્યાગ કરતા નથી.
નિરપરાધી હિંસા– જે જીવોએ કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો નથી, આપણા વ્યવહારમાં બાધક બનતા નથી, તેવા જીવોની હિંસાને નિપરાધી હિંસા કહે છે. શ્રાવકોને નિરપરાધી જીવોની હિંસાનો સંપૂર્ણ ત્યાગ હોય છે.
સાપરાધી હિંસા— જે જીવોએ કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો હોય, આપણા શરીરમાં પીડા પહોંચાડતા હોય, વ્યવહારમાં બાધક બનતા હોય, તેવા જીવોની હિંસાને સાપરાધી હિંસા કહે છે, જેમ કે રાજય વ્યવસ્થા