________________
શ્રાવક વ્રત
૧૭૧
હિંસા કહે છે. સંસારી જીવોની જીવંત શક્તિ જેના દ્વારા પ્રવાહિત થાય, જીવ જેના માધ્યમથી જીવે છે, તે પ્રાણ છે. પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ, મન બલ પ્રાણ, વચન બલ પ્રાણ, કાયબલ પ્રાણ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય બલ પ્રાણ, આ દશ પ્રાણમાંથી જે જીવોને જેટલા પ્રાણ પ્રાપ્ત થયા હોય તે પ્રાપ્ત પ્રાણનો નાશ કરવો, તેને પ્રાણાતિપાત અથવા હિંસા કહે છે. જીવાત્મા અજર, અમર, અનાદિ, અનંત છે, તેનો નાશ થતો નથી, તેથી સૂત્રકારે જીવાતિપાત શબ્દ પ્રયોગ ન કરતાં પ્રાણાતિપાત શબ્દ પ્રયોગ કર્યો છે.
વ્યવહાર અને નિશ્ચયથી પ્રાણાતિપાત વેરમણ વ્રતના બે પ્રકાર છે. જીવોની હિંસાથી નિવૃત્ત થવું, તે વ્યવહારથી પ્રાણાતિપાત વેરમણ વ્રત છે અને આત્મગુણોના ઘાતક રાગ-દ્વેષ રૂપ મલિન આત્મપરિણામોનો ત્યાગ કરવો, તે નિશ્ચય અહિંસા છે. સાધક નિશ્ચય અહિંસાના લક્ષે વ્યવહારથી પ્રાણાતિપાત વેરમણ વ્રતનો સ્વીકાર કરે છે.
શ્રાવકને ગૃહસ્થ જીવનના વ્યવહાર સાથે વ્રતનું પાલન કરવાનું હોવાથી તેઓ સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ કરી શકતા નથી, તે ચૂનાઓ પાળાવાયાઓ વેમળ-સ્થૂલહિંસાથી વિરત થાય છે, સ્યુલ હિંસાનો ત્યાગ કરે છે.
પ્રતિજ્ઞા– અહિંસાની આરાધના માટે શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે હું સ્વયં મન, વચન, કાયાથી કોઈ પણ નિરપરાધી અને નિર્દોષ ત્રસ જીવોની સંકલ્પપૂર્વક—જાણી જોઈને હિંસા કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં અને પૃથ્વી આદિ સ્થાવર જીવોની હિંસાની મર્યાદા કરીશ.
શ્રાવકોના સ્થૂલપ્રાણાતિપાત વિરમણવ્રતમાં શ્રાવકોનો ત્યાગ સાધુની અપેક્ષાએ અત્યંત અલ્પ હોય છે. પરંપરાનુસાર કહેવાય છે કે સાધુની દયા કલ્પનાથી વીસ વસાની(ભાગની) હોય, જ્યારે શ્રાવકોની દયા ફક્ત સવા વસાની(ભાગની) જ હોય છે. અસત્ કલ્પનાથી અહિંસા(દયા)ના વીસ ભાગની ગણના કરીએ, તો શ્રાવકોને સવા વસા દયા થાય છે, સંસારી જીવોના મુખ્ય બે પ્રકાર છે— ત્રસ અને સ્થાવર. શ્રાવકો ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરે છે. સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી, તેથી વીસ ભાગમાંથી દશ ભાગની છૂટ અને દશ ભાગના પચ્ચક્ખાણ થાય. ત્રસ જીવોની હિંસાના બે પ્રકાર છે—– બે સંકલ્પીહિંસા અને આરંભી હિંસા. આ બંને પ્રકારની હિંસામાંથી શ્રાવકોને સંકલ્પી હિંસાના પચ્ચક્ખાણ છે. આરંભી હિંસાની છૂટ હોય, તેથી દશ ભાગમાંથી પાંચ ભાગના પચ્ચક્ખાણ થાય. સંકલ્પી હિંસા પણ બે પ્રકાર છે- સાપરાધી જીવોની હિંસા અને નિરપરાધી જીવોની હિંસા. શ્રાવકોને નિરપરાધી જીવોની હિંસાના પચ્ચક્ખાણ હોય, સાપરાધી જીવોની હિંસાની છૂટ હોય છે, તેથી પાંચ ભાગમાંથી અઢી ભાગના પચ્ચક્ખાણ થાય. નિરપરાધી જીવોની હિંસાના બે પ્રકાર છે, સાપેક્ષહિંસા અને નિરપેક્ષ હિંસા. શ્રાવકને સાપેક્ષ હિંસાના પચ્ચક્ખાણ હોતા નથી. પરંતુ નિરપેક્ષ જીવોની હિંસાના પચ્ચક્ખાણ હોય છે, તેથી અહીં ભાગમાંથી સવા ભાગના જ પચ્ચક્ખાણ થાય છે.
સંક્ષેપમાં શ્રાવકોને નિરપરાધી ત્રસ વોની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસાના જ પચ્ચક્ખાણ હોય છે.
આ રીતે સાધને હિંસાનો ત્યાગ વીસ વસા—માગ પ્રમાણ હોય, જ્યારે શ્રાવકો પોતાની પ્રતિજ્ઞામાં છૂટ રાખતાં-રાખતાં સાધુની અપેક્ષાએ સવા વસા—ભાગનો જ ત્યાગ કરી શકે છે, તેથી શ્રાવકની દયા સવા વસાની જ કહેવાય છે.