________________
શ્રી આવશ્યક સૂત્ર
કરવી. સમ્યક્ત્વીને અન્ય મતાવલંબીના પ્રશંસક થવું ન જોઈએ. અહીં પ્રયુક્ત પ્રશંસા વ્યાવહારિક શિષ્ટાચારના અર્થમાં નથી, તાત્ત્વિક અર્થમાં છે. અન્ય મતાવલંબીના પ્રશંસક થવાનો અર્થ અર્થાત્ તેના ધાર્મિક સિદ્ધાંતોનું સન્માન કરવું. અન્ય મતના સિદ્ધાંતો, ધર્મગ્રંથો અથવા ધર્મપ્રવર્તકોની અતિશય પ્રશંસા, અન્યને માટે 'કાંક્ષા' દોષનું નિમિત્ત બને છે અને પોતાની શ્રદ્ધામાં શિથિલતા થાય છે, તેથી સમજી-વિચારીને, પોતે કરેલા આર્હત્ ધર્મના વિશ્વાસ પર દઢ રહેવું જોઈએ. આવા પ્રશંસા આદિ કાર્યોથી વિશ્વાસની દઢતાનો નાશ થાય છે. આ રીતે પારપાસંડ પ્રશંસાનો ત્યાગ, તે આસ્થાની પુષ્ટિનો એક મહત્ત્વનો ઉપાય છે. સમ્યક્ત્વને સુરક્ષિત અને સ્વસ્થ રાખવાની પરહેજી છે.
૧૭૦
પરપાષંડ સંસ્તવ ઃ– સંસ્તવનો અર્થ ઘનિષ્ઠ સંપર્ક અથવા નિકટતાપૂર્ણ પરિચય છે. પરમતાવલંબીપાખંડીઓની સાથે ધાર્મિક દૃષ્ટિએ ગાઢ પરિચય અથવા સંપર્ક શ્રાવક માટે ઉપાદેય નથી. તેના ગાઢ પરિચયથી આસ્થામાં વિચલિતપણું ઉત્પન્ન થવાની આશંકા રહે છે.
શ્રદ્ધાવાન શ્રાવકે સમ્યક્ત્વના પાંચ અતિચારોને યથાર્થ રીતે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ
२ थूलगपाणाइवायं समणोवासओ पच्चक्खाइ, से पाणाइवाए दुविहे पण्णत्ते, तं जहा - संकप्पओ अ आरंभओ अ । तत्थ समणोवासओ संकप्पओ जावज्जीवाए पच्चक्खाइ, णो आरंभओ । थूलगपाणाइवायवेरमणस्स समणोवासएणं इमे पंच અડ્વારા ગાળિયવ્યા, (ન સમાયરિયા) તેં ગા- વધે, વહે, છવિચ્છે, અમારે, भत्तपाणवुच्छेए ।
ભાવાર્થ :- શ્રમણોપાસક સ્થૂલ પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ કરે છે. પ્રાણાતિપાત–હિંસાના બે પ્રકાર આ પ્રમાણે છે– સંકલ્પી હિંસા અને આરંભી હિંસા. તેમાંથી શ્રમણોપાસક સંકલ્પી હિંસાના યાવજ્જજીવન પર્યંત પચ્ચક્ખાણ કરે છે, આરંભી હિંસાના પચ્ચક્ખાણ કરતા નથી. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચારો શ્રાવકોએ જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે છે– બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તપાણવ્યુચ્છેદ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકોના બાર વ્રતમાંથી પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વેરમણવ્રતની પ્રતિજ્ઞા તથા તેના અતિચારોનું નિરૂપણ છે.
શ્રાવકના બાર વ્રતમાં પ્રથમ પાંચ અણુવ્રતમાં પ્રથમ અહિંસાવ્રત છે. અહિંસા આધ્યાત્મિક જીવનની આધારશિલા છે. સર્વવ્રતોનું પાલન અહિંસાની આરાધનાને જ પુષ્ટ કરે છે. ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાને ‘ભગવતી’ કહી છે. અહિંસાવ્રતના સ્વીકાર વિના સાધક આધ્યાત્મિક વિકાસ કરી
શકતા નથી. આ રીતે અહિંસાના પ્રાધાન્યને સ્વીકારીને મહાવ્રત અને અણુવ્રતમાં તેનું સ્થાન પ્રથમ છે. પ્રાણાતિપાત– પ્રાણ + અતિપાત – પ્રાણનો અતિપાત એટલે નાશ કરવો, તેને પ્રાણાતિપાત અથવા