________________
શ્રાવક વ્રત
૧૬૯ |
યથાર્થ પાલન માટે વ્યક્તિએ ક્ષણે ક્ષણે જાગ્રત રહેવું પડે છે. બાધક પરિસ્થિતિમાં પણ વ્રત પાલનમાં અવિચલ રહેવાનું હોય છે. સ્વીકારેલા વ્રતમાં સ્થિરતા રહે, ઉપાસકના ભાવોમાં ન્યૂનતા ન આવે તેના માટે જૈન સાધના પદ્ધતિમાં અતિચાર વર્જનરૂપ સુંદર ઉપાયનું સૂચન કર્યું છે.
અતિચાર એટલે વ્રતમાં અલના અથવા આંશિક મલિનતા આવવી. અતિચારોની સીમા જ્યારે આગળ વધી જાય ત્યારે અતિચાર અનાચારમાં પણ પરિવર્તિત થઇ જાય છે. અનાચારનો અર્થ છે લીધેલા વ્રતનું ખંડિત થવું. તેથી ઉપાસકોએ અતિચારોનું યથાવત્ સ્વરૂપ સમજીને જાગૃતિ અને આત્મબળ સાથે તેનો ત્યાગ કરવો. વ્રતને સુરક્ષિત અને સુશોભિત રાખવા માટે અતિચારને છોડવા અતિ આવશ્યક છે.
આ રીતે અતિચારો નાળિયેળા- જાણવા યોગ્ય છે પરંતુ ન સમાયરિયેળા આચરવા યોગ્ય નથી. સમ્યકત્વના પાંચ અતિચાર આ પ્રમાણે છે(૧) શંકા- દેવ, ગુરુ કે ધર્મના સ્વરૂપ, વચનો તથા તેમના આચરણ વિષયક શંકા થવી. અરિહંત અને સિદ્ધ અનંતકાલ સુધી કેવળજ્ઞાની જ રહે, તે ફરી ક્યારેય પૃથ્વી પર અવતાર ધારણ ન કરે, વગેરે વિષયોમાં શ્રદ્ધા ન થવી, અરિહંત કથિત સ્વર્ગ, નરક, બંધ, મોક્ષ, પુણ્ય-પાપ વગેરે અપ્રત્યક્ષ પદાર્થોમાં અથવા કંદમૂળના અનંત જીવો વગેરે શ્રદ્ધાગમ્ય વિષયોમાં શંકા થવી. તે શંકા નામનો અતિચાર છે.
ક્યારેક પોતાના વિશ્વાસને દઢ કરવા જિજ્ઞાસામૂલક સંશય થાય તેમાં કોઈ દોષ નથી જેમ કે ગૌતમ સ્વામીએ પોતાની શ્રદ્ધાની દઢતા માટે ભગવાન મહાવીરસ્વામીને હજારો પ્રશ્નો પૂછ્યા છે. ત્યારે ગૌતમ સ્વામીના મનમાં સંશય ઉત્પન્ન થવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં અનેક સ્થાને મળે છે પરંતુ પ્રભુએ ગૌતમ સ્વામીને દઢ શ્રદ્ધાવાન કહ્યા છે કારણ કે પ્રશ્નનું સમાધાન થતાં ગૌતમ સ્વામીની શ્રદ્ધા દેઢતમ થતી હતી.
આ રીતે જિજ્ઞાસા મુલક સંશય થવો તે દોષ નથી પરંતુ અશ્રદ્ધામૂલક શંકા, સમ્યકત્વનો અતિચાર છે. શંકા થવાથી શ્રદ્ધા ચલિત થાય છે. શ્રદ્ધા ચલિત થતાં શ્રાવક ચારિત્ર માર્ગમાં સ્થિર થતાં નથી. કાંક્ષા - સામાન્ય રીતે કાંક્ષાનો અર્થ ઇચ્છા થાય છે. અન્ય વસ્તુ પ્રાપ્તિની ઇચ્છા. પ્રસ્તુતમાં તેનો અર્થ છે બહારનો દેખાવ, આડંબર અથવા બીજા પ્રલોભનથી પ્રભાવિત થઈને અન્ય મતની ઇચ્છા કરવી. સમ્યકત્વીએ બહારના પ્રદર્શનથી પ્રભાવિત થવું ન જોઈએ. વિચિકિત્સા :- ધર્મકરણીના ફળનો સંદેહ થવો. મનુષ્યનું મન ઘણું ચંચળ છે. મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થયા જ કરે છે. કયારેક શ્રાવકના મનમાં પ્રશ્ન પણ ઊઠે છે કે તે ધર્મના જે અનુષ્ઠાનોનું, તપ વગેરેનું આચરણ કરે છે, તેનું ફળ હશે કે નહીં? આ પ્રકારનો સંદેહ તે વિચિકિત્સા છે. મનમાં આ પ્રકારના સંદેહાત્મક ભાવ થતાં જ મનુષ્યના કાર્યની ગતિમાં સહજ શિથિલતા આવે છે, નિરાશા વધવા લાગે છે. આ પ્રકારની મનઃસ્થિતિ કાર્યસિદ્ધિમાં બાધક છે. સમ્યકત્વીએ તેનાથી દૂર રહેવું જોઈએ. પરપાખંડ પ્રશંસા :- અન્ય મતાવલંબીઓની પ્રશંસા કરવી. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં અને સદીઓ સુધી પાખંડી-પાંખડી' શબ્દ અન્ય મતના વ્રતધારી અનુયાયી માટે પ્રયુક્ત થતો હતો. આજે લુચ્ચા અને ધુતારાને પાખંડી કહેવાય છે.
પરપાખંડ પ્રશંસા સમ્યકત્વનો ચોથો અતિચાર છે. જેનો અભિપ્રાય છે અન્ય મતાવલંબીની પ્રશંસા