________________
૧૬૮ |
શ્રી આવશ્યક સૂત્ર
પ્રશસ્ત આત્મ પરિણામ રૂપ લિંગ-લક્ષણ છે. તે આ પ્રમાણે છે– સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા.
શ્રાવકોએ સમ્યક્દર્શનના પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તેનું આચરણ કરવું ન જોઈએ. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે– શંકા, કંખા, વિતિગિચ્છા, પરફાસંડ પ્રશંસા અને પરમાણંડ સંથવો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સમ્યકત્વ સ્વીકારની વિધિ, તેના આગાર, સમ્યકત્વના પાંચ લક્ષણ તથા પાંચ અતિચારનું કથન છે. સમ્યકત્વ-તત્ત્વાર્થ શ્રદ્ધા સMલનમ્ | નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા અથવા અરિહંત દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલી પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા, તે સમ્યગુદર્શન છે અથવા વસ્તુતત્ત્વના યથાર્થ દર્શનને સમ્યગુદર્શન કહે છે.
સમ્યગુદર્શન તે સાધનાનું પ્રથમ સોપાન છે. સમ્યગુદર્શનના પ્રભાવે જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક રૂપે પરિણત થાય છે, તેથી શ્રાવક બાર વ્રતનો સ્વીકાર કરતાં પહેલા પોતાના સમ્યગુદર્શનને નિર્મળ બનાવવા માટે પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે. પ્રતિજ્ઞા- જીવન પર્યત વીતરાગી સર્વજ્ઞ અરિહંત પરમાત્માને દેવ, પંચ મહાવ્રતધારી નિગ્રંથ મુનિવરને ગુરુ અને કેવળી પ્રરૂપિત ધર્મનો ધર્મ તરીકે સ્વીકાર કરું છું. મારી શ્રદ્ધાની દઢતા માટે હું અન્યતિર્થિકો, તેના સંન્યાસીઓ, તેના ચૈત્યો-મંદિરો વગેરેમાં જઈશ નહીં, તેમને વંદન-નમસ્કાર કરીશ નહીં, ધર્મબુદ્ધિથી તે સંન્યાસીઓને આહાર–પાણી આપીશ નહીં.
અન્યતીર્થિકોના સંન્યાસીઓ આરંભ-સમારંભના સંપૂર્ણ ત્યાગી નથી. તેમને ધર્મબુદ્ધિથી આહારદાન કરવાથી આરંભ-સમારંભની અનુમોદનાનો દોષ લાગે છે. તે ઉપરાંત તેમના વ્રત-નિયમમાં ધર્મબુદ્ધિ થતાં ક્રમશઃ જિનધર્મની શ્રદ્ધા ચલિત થાય છે.
અન્યતીર્થિકોનો કે તેમના સંન્યાસીઓનો પરિચય શ્રાવક જીવનમાં હિતાવહ નથી તેથી સૂત્રકારે તેનો નિષેધ કર્યો છે. તે સંન્યાસીઓને અનુકંપાબુદ્ધિથી આહાર-દાનનો નિષેધ નથી. તીર્થકરો પણ સંયમ સ્વીકાર કરતાં પહેલા એક વર્ષ સાંવત્સરિક દાન કરે છે. તેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દાન આપે છે. આગાર– શ્રાવકોના વ્રતો અણુવત છે, તેના ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રકારે વિસંવાદ ન થાય, પરસ્પરના વ્યવહારમાં સમાધિભંગ ન થાય, તે માટે શ્રાવક વ્રતોમાં આગાર હોય છે. સમ્યકત્વ વ્રતમાં છ પ્રકારના આગાર છે. (૧) રાજાની આજ્ઞાથી, (૨) સંઘ-સમાજના દબાણથી, (૩) બળવાન વ્યક્તિ કે સૈન્યના ભયથી, (૪) દેવતાના ભયથી કે દબાણથી, (૫) ગુરુ કે વડિલોના આદેશથી, (૬) આજીવિકા- નોકરીમાં માલિકની આજ્ઞાથી અથવા કોઈ વિકટ પરિસ્થિતિમાં ઉપરોક્ત પ્રતિજ્ઞામાં કોઈ છૂટ લેવી પડે, તો વ્રત ભંગ થતું નથી. અતિચાર
વ્રત ધારણ કરવાં કઠિન છે, તેથી પણ વ્રતનું દૃઢતાથી પાલન કરવું તે વિશેષ કઠિન છે. વ્રતના