________________
શ્રાવક વ્રત
૧૬૭
આ રીતે પ્રત્યાખ્યાનના ભેદ–પ્રભેદ પછી શ્રાવકવ્રતનું પ્રતિપાદન છે.
सावयधम्मस्स विहिं वुच्छामि धीरपुरिसपन्नत्तं ।
તું પરિખ સુવિધિયા શિલ્લેિખો વિ સુહારૂં પાતિ ॥૬॥ આવશ્યક નિર્યુક્તિ. અર્થ– ધીર પુરુષોએ પ્રતિપાદિત કરેલા શ્રાવકધર્મની વિધિ હું કહીશ. તેનું સમ્યક પ્રકારે આચરણ કરીને ગૃહસ્થો સુખ પામે છે.
શ્રાવક- શ્રૃગોતિ ધર્મસમ્વધામસૌ શ્રાવ વ્યસ્તે । ધર્મ સંબંધી તત્ત્વનું શ્રવણ કરે છે. તે શ્રાવક છે. વ્યાખ્યાકારોએ શ્રાવકના બે ભેદ કહ્યા છે– ૧. સાભિગ્રહા– અભિગ્રહ એટલે પ્રતિજ્ઞા. વ્રતનો સ્વીકાર કરે, સમ્યગ્દર્શન સહિત દેશતઃ મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ બાર વ્રતનું પાલન કરે છે, તે સાભિગ્રહા શ્રાવક છે, જેમ કે આનંદ, કામદેવ આદિ. ૨. નિરભિગ્રહા– વ્રતને પ્રત્યાખ્યાનનો સ્વીકાર કર્યો ન હોય, તેવા કેવળ સમ્યગ્દર્શનના ધારક, નિરભિગ્રહા શ્રાવક છે, જેમ કે– શ્રેણિક રાજા, કૃષ્ણ વાસુદેવ વગેરે.
પ્રસ્તુતમાં વ્યાખ્યાકારોના કથાનાનુસાર સમ્યગ્દર્શન સહિત શ્રાવકના બાર વ્રતની પ્રતિજ્ઞા તથા તેના અતિચારોનું કથન કર્યું છે.
સમ્યક્ત્ત્વઃ
१ तत्थ समणोवासओ पुव्वामेव मिच्छत्ताओ पडिक्कमइ, सम्मत्तं उवसंपज्जइ, णो से कप्पइ अज्जप्पभिई अण्णउत्थिए वा अण्णउत्थिय देवयाणि वा अण्णउत्थियपरिग्गहियाणि अरिहंतचेइयाणि वा वंदित्तए वा णमंसित्तए वा पुव्वि अणालत्तएणं आलवित्तए वा संलवित्तए वा तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पयाडं वा, गण्णत्थ रायाभिओगेणं गणाभिओगेणं बलाभिओगेणं देवयाभिओगेणं गुरुणिग्गहेणं वित्तीकंतारेणं । से य सम्मत्ते पसत्थसमत्तमोहणियकम्माणुवे यणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते। सम्मत्तस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा ન સમાયરિયવ્યા, તેં ના- સંા, હા, વિતિભિચ્છા, પરવાËડપસંસા, परपासंडसंथवो ।
ભાવાર્થ :- શ્રાવકો સર્વ પ્રથમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરે અને સમ્યક્ત્વનો સ્વીકાર કરે છે. શ્રાવકોને વ્રત સ્વીકારથી જ અન્યતીર્થિકો, અન્ય ધર્મના સંન્યાસીઓ, તેના દેવો, તેના પરિગૃહિત ચૈત્ય, તે ધર્મમાં સ્વીકારેલી મૂર્તિઓને વંદન નમસ્કાર કરવા, તેના બોલાવ્યા વિના તેની સાથે આલાપ–સંલાપ કરવો, ખાદ્ય પદાર્થો, ફળ, મેવા કે મુખવાસ રૂપ ચારે પ્રકારનો આહાર ધર્મ બુદ્ધિએ એકવાર કે વારંવાર આપવો વગેરે પ્રવૃત્તિઓનો નિષેધ થઈ જાય છે. શ્રાવકો માટે ઉપરોક્ત પ્રવૃત્તિ કલ્પનીય નથી પરંતુ તેમાં (૧) રાજા, (૨) ગણ એટલે જન સમુદાય અથવા ગણતંત્રીય શાસન, (૩) બળ– સેના અથવા બળવાન પુરુષ, (૪) દેવ, (૫) ગુરુ, માતા-પિતા આદિ વડિલોનો આદેશ અથવા આગ્રહ તથા (૬) પોતાની આજીવિકા માટે અથવા કોઈ સંકટગ્રસ્ત પરિસ્થિતિ આવે, તો તેનો આગાર—છૂટ છે.
સમ્યક્ત્વ મોહનીય કર્મના વેદનથી અથવા ઉપશમ કે ક્ષયથી પ્રગટ થતાં સમ્યગ્દર્શનના પાંચ