________________
[૧૬]
શ્રી આવશ્યક સૂત્ર
છે
હારિભદ્રિય આવશ્યક વૃત્તિ અનુસાર
શ્રાવક વ્રત
શ્રી આવશ્યક સૂત્રમાં સૂત્રકારે રન બને, છાશ ન વાડ, ઇત્યાદિ સૂત્ર પાઠનું કથન સાધુના મહાવ્રતની અપેક્ષાએ કર્યું છે. શ્રાવક વ્રતનું કે તેના અતિચારોનું કથન નથી. પરંતુ વ્યાખ્યાકારે છઠ્ઠા પ્રત્યાખ્યાન આવશ્યકમાં પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદ તથા શ્રાવક વ્રતનું તથા તેના અતિચારોનું નિરૂપણ કર્યું છે.
तं दुविहं सुअ नोसुअ सुयं दुहा पुव्वमेव नोपुव्वं । पुवसुय नवमपुव्वं नोपुव्वसुयं इमं चेव ॥१॥ नो सुअपच्चक्खाणं मूलगुणे चेव उत्तरगुणे य ।
मूले सव्वं देसं इत्तरियं आवकहियं च ॥२॥ ભાવ પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે– શ્રુતપ્રત્યાખ્યાન અને નોડ્યુતપ્રત્યાખ્યાન. શ્રુતપ્રત્યાખ્યાનના બે પ્રકાર છે– પૂર્વશ્રુત અને નોપૂર્વશ્રુત. નવમું પ્રત્યાખ્યાનપૂર્વ, પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન છે. નોપૂર્વશ્રુત પ્રત્યાખ્યાનના બે ભેદ છે– મૂળગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મૂળગુણ પ્રત્યાખ્યાનના બે ભેદ છે– સર્વતઃ મૂળગુણપ્રત્યાખ્યાન અને દેશતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન. સર્વતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન માવજીવન માટે હોય અને દેશતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન ઈવરિક-અલ્પકાલીન હોય છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાનમાં પણ સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન આ બે ભેદ છે. સર્વતઃ મૂળગણ પ્રત્યાખ્યાન - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, સાધુના આ પંચ મહાવ્રત સર્વતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન છે. મહાવ્રતનું પાલન ત્રણ કરણ અને ત્રણ યોગ, તેમ નવ કોટિએ જીવન પર્યત થાય છે. તેમાં અન્ય કોઈ વિકલ્પ નથી. સર્વતઃ ઉત્તરગણ પ્રત્યાખ્યાન - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કરણ સિત્તરિ, ચરણ સિત્તરિ વગેરે સાધુના નિયમોપનિયમનું પાલન કરવું, તે સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે. તે ઉપરાંત નવકારશી, પોરસી આદિ દશ પચ્ચકખાણનો સમાવેશ પણ સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનમાં જ થાય છે. સૂત્રકારે છઠ્ઠા પ્રત્યાખ્યાન આવશ્યકમાં દશ પચ્ચકખાણનું કથન કર્યું છે. દેશતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન :- અહિંસા આદિ શ્રાવકના પાંચ અણુવ્રત દેશતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન છે. તે ઈવરિક-અલ્પકાલિક હોય છે. તેમાં એક, બે, ત્રણ કરણ-કોટિની અપેક્ષાએ ૪૯ ભંગ-વિકલ્પ છે. શ્રાવક કોઈ પણ વિકલ્પથી પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરી શકે છે. દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન :- ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, આ સાત વ્રત દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે.