________________
| અંતિમ મંગલ
[ ૧૫ ]
સર્વ આગમ પાઠોને જોતા સ્પષ્ટ થાય છે કે ત્રણે નમોત્થણના પાઠ આગમ સમ્મત છે. પ્રથમ નમોત્થણં શ્રી સિદ્ધ ભગવાનને માટે છે. બીજું નામોત્થણે શ્રી અરિહંત ભગવાનોને માટે છે, પરંતુ જ્યારે તે અરિહંતો સદેહે વિચરતા હોય ત્યારે જ તે પાઠથી વંદન થાય છે અને ત્રીજું નમોન્યુર્ણ ધર્મગુરુ, ધર્માચાર્યને માટે છે.
વર્તમાને પ્રચલિત પરંપરા અનુસાર દરેક વિધિમાં ત્રણે નમોત્થણે બોલાય છે. લીવારં સરળ પડ્ડા - આવશ્યક આદિ આગમોની પ્રાચીન પ્રતિઓમાં પનોત્થના પાઠમાં વીવો તા, સરખે ન પ શબ્દો મળતા નથી, આધુનિક પ્રતિઓમાં આ શબ્દો ઉપલબ્ધ છે.
નમોલ્યુમાં પ્રત્યેક શબ્દો છઠ્ઠી વિભક્તિમાં છે. વ્યાકરણની દષ્ટિએ નમસ્કાર અર્થમાં ચતુર્થી અને ષષ્ઠી વિભક્તિ વપરાય છે તેથી આધુનિક પ્રતોમાં તેને રીવો તાસર પા એ પ્રમાણે સમસ્ત શબ્દોને છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લગાડીને બોલાય છે. નમોત્થાના નામો:(૧) નમોલ્યુર્ણ સૂત્ર– શ્રી અનુયોગદ્વાર સૂત્રના આધારે પ્રારંભના પદના આધારે નામ નિશ્ચિત થાય, તે આદાનનામ છે. તે પ્રમાણે નમોસ્થાના પ્રથમ શબ્દના આધારે તેનું નામ નામોત્થણું સૂત્ર નિશ્ચિત થયું છે. (૨) પ્રણિપાત સુત્ર- પ્રકષ્ટ ભાવે થતાં નમસ્કારને પ્રણિપાત કહે છે. આ સૂત્રમાં અરિહંત અને સિદ્ધ ભગવાનને પ્રકૃષ્ટ ભાવે નમસ્કાર કરેલા છે, તેથી તેનું નામ પ્રણિપાત સૂત્ર છે. (૩) શાસ્તવ-તીર્થકરના પાંચ કલ્યાણકોના પ્રસંગે ૬૪ ઇન્દ્રો આવે છે. તેમાં પ્રથમ દેવલોકના ઇન્દ્ર-શક્રેન્દ્ર, આ પાઠથી પ્રભુની સ્તુતિ કરે છે, તેથી તેનું નામ શક્રસ્તવ છે. આસન :- રાજપ્રશ્નીય સુત્ર આદિ આગમોમાં જ્યાં દેવો કે રાજાઓ તીર્થકર ભગવાનને વંદન કરે છે, ત્યારે ત્યાં જમણો ઢીંચણ ભૂમિ ઉપર સ્થાપી ડાબો ઢીંચણ ઊભો રાખી, બંને હાથ અંજલિ-બદ્ધ કરી મસ્તકે લગાવે છે. આ પ્રકારના આસન પર સ્થિત થઈને નમોત્થણનો પાઠ બોલાય છે. આજની પ્રચલિત પદ્ધતિ આ ઉલ્લેખાનુસાર છે. વંદન માટે આ આસન નમ્રતા અને વિનય ભાવનાનું સૂચક મનાય છે.
પ્રતિક્રમણ સુત્રના ટીકાકાર આચાર્ય નમિસૂરિશ્રી પંચાગ પ્રણિપાત નમસ્કાર આસન અને આચાર્ય હરિભદ્રસૂરિ અને આચાર્ય હેમચંદ્રસૂરિ નમોત્થણના આસનરૂપે યોગ મુદ્રાનું કથન કરે છે. ઉપાંગ રાજપ્રશ્રીય ના સૂત્રાનુસારી આસન જ વધુ ઉચિત જણાય છે.
છે આવશ્યક-૬ સંપૂર્ણ
આ છે આવશ્યક સૂત્ર સંપૂર્ણ .