SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ | અંતિમ મંગલ ૧૭ | સાધના દ્વારા રાગ-દ્વેષના વિજેતા બનીને જિનપદને પામે છે, જિનપદની પ્રાપ્તિની સાથે જ જન્મ-મરણના બીજભૂત મોહનીય આદિ ચાર ઘાતિ કર્મોનો નાશ કર્યો હોવાથી સંસાર સાગરથી તીર્ણ થાય છે, સ્વયં કેવળજ્ઞાનરૂપ પૂર્ણ બોધને પામે છે અને ઘાતિ કર્મોથી મુક્ત થાય છે. આ રીતે તીર્થકરની સ્વયંની સાધના સિદ્ધ થાય છે. ત્યાર પછી તેઓ સદેહે તીર્થકર પણે વિચરે છે. પૂર્વના ત્રીજા ભવમાં “સર્વે જીવ કરું શાસન રસી'ની પ્રબળતમ કરૂણાભાવનાથી નિકાચિત કરેલા તીર્થકર નામ કર્મના ઉદયે જગજીવોને કર્મબંધથી મુક્ત કરવા માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને ભવી જીવોને બંધન મુક્તિનો માર્ગ બતાવે છે. તેથી તીર્થકરો જગજીવોને રાગ-દ્વેષના વિજયનો, સંસાર સાગર તરવાનો, બોધ પ્રાપ્તિનો અને કર્મમુક્ત થવાનો માર્ગ બતાવે છે. અનેક જીવો તે માર્ગે ચાલીને મુક્ત થયા છે, થાય છે અને થશે. આ રીતે તીર્થકરો નિજસમફલદાયક છે. આ તીર્થકરોની વિશિષ્ટતા છે. જૈન દર્શનની દષ્ટિએ પ્રત્યેક આત્મા પરમાત્માતુલ્ય છે. તે જીવ પરમાત્માના પ્રદર્શિત માર્ગે ચાલી. પરમાત્માની ભક્તિ કરતાં-કરતાં અંતે પરમાત્મપદને પામી શકે છે. ગાયા, તારીખે આદિ ચાર વિશેષણોથી તે વાત સ્પષ્ટ થાય છે. સવ્વપૂM સરિરી- સર્વજ્ઞ, સર્વદર્શી. જગતના સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને વિશેષ રૂપે અને સામાન્ય રૂપે જાણનારા. તીર્થકરો કેવળજ્ઞાન દ્વારા લોકાલોકના સૈકાલિક ભાવોને વિશેષ રૂપે જાણતા હોવાથી સર્વજ્ઞ અને લોકાલોકના સૈકાલિક ભાવોને સામાન્ય રૂપે જોતા હોવાથી સર્વદર્શી છે. શિવમયત... પૂર્વોક્ત વિશેષણો દ્વારા તીર્થકરોની વિશિષ્ટતાનું દર્શન કરાવ્યા પછી સૂત્રકાર તીર્થકરો જે સ્થાન પ્રાપ્ત કરવાના છે તે સિદ્ધસ્થાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. શિવ-શિવ. સિદ્ધપદ સર્વ પ્રકારના ઉપદ્રવોથી પૂર્ણપણે રહિત હોવાથી શિવ-કલ્યાણકારક છે. અથર- અચલ. સિદ્ધ પદની પ્રાપ્તિ પછી તે શુદ્ધાત્મામાં સ્વાભાવિક કે પ્રાયોગિક કોઈ પણ પ્રકારની ચલન ક્રિયા નથી. તે સ્થાન અચલ છે, ત્યાંથી ચલિત થવાનું નથી. અરય- અરુજ. જ્યાં કોઈ પણ પ્રકારનો રોગ નથી તે અરજ કહેવાય છે. સિદ્ધોને શરીર કે મન ન હોવાથી આધિ, વ્યાધિ કે ઉપાધિ રૂ૫ રોગ નથી. તે ઉપરાંત જન્મ-મરણ રૂપ આધ્યાત્મિક રોગ પણ હોતો નથી. આ રીતે તે સ્થાન રોગરહિત છે. અગત- તે સ્થાનમાં અનંતકાલ પર્યત સ્થિત થવાનું હોવાથી સિદ્ધ પદ અનંત છે. જય- અક્ષય. સિદ્ધ પદ અવિનાશી છે, તેનો નાશ થતો ન હોવાથી, તે અક્ષય છે. અબ્બાવાદ- અવ્યાબાધ. જ્યાં શારીરિક કે સાંયોગિક પીડા રૂપ દ્રવ્યપીડા કે રાગ-દ્વેષાદિ વૈભાવિક ભાવ રૂપ પીડા હોતી નથી. તે અવ્યાબાધ કહેવાય છે, સિદ્ધપદ અવ્યાબાધ છે. અપુરવિત્તિ- અપુનરાવૃત્તિ. જે સ્થાનમાં ગયા પછી પાછું આવવાનું નથી. તે અપુનરાવૃત્તિ કહેવાય છે. સિદ્ધ પદની સ્થિતિ સાદિ અનંતકાલની છે. ત્યાંથી પુનઃ સંસારમાં અવતાર ધારણ કરવાનો નથી, તેથી સિદ્ધપદ અપુનરાવૃત્ત છે. સિદ્ધિારૂખામધેયં- કલ્યાણકારી, અચલ, અક્ષય, અનંત, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ સ્વરૂપ સિદ્ધગતિ એવા નામવાળા. ઢાઈ સંપતા.... (સિદ્ધગતિ નામવાળા) તે સ્થાનને પ્રાપ્ત થયેલા, સર્વ પ્રકારના ભય રહિત જિનેશ્વરોને નમસ્કાર હો.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy