________________
૧દર |
શ્રી આવશ્યક સૂત્ર
સમુદ્ર પર્યત અને ઉત્તરમાં ચુલહેમવંત પર્વત પર્યત પોતાનું અખંડ સામ્રાજ્ય સ્થાપિત કરે છે, તેથી તેઓ ચતુરંત ચક્રવર્તી કહેવાય છે.
તીર્થકર ભગવાન નરક, તિર્યંચ આદિ ચારે ગતિઓનો અંત કરી, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સંપૂર્ણ વિશ્વ ઉપર અહિંસા અને સત્ય આદિનું ધર્મરાજ્ય સ્થાપિત કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અથવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મની સાધના સ્વયં પૂર્ણ કરે છે અને જગતને પણ તે ધર્મનો ઉપદેશ આપે છે ભિન્ન-ભિન્ન મતજન્ય દુરાગ્રહને કારણે ફેલાયેલી ધાર્મિક અરાજકતાનો અંત કરી તીર્થકરો અખંડ ધર્મરાજ્યની સ્થાપના કરે છે, તેથી તેઓ ધર્મચતુરંત ચક્રવર્તી કહેવાય છે.
તીર્થકરો ધર્મચક્રવર્તી છે. તેઓ સાધનાના બળથી કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો નાશ કરે છે. તત્પશ્ચાતુ જીવો માટે ધર્મતીર્થની સ્થાપના કરી અખંડ આધ્યાત્મિક શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત કરે છે. તીર્થકર સમગ્ર જીવ સૃષ્ટિના હૃદયના સમ્રાટ બને છે, તેના પરિણામે તેઓ સંસારમાં પારસ્પરિક પ્રેમ અને સહાનુભૂતિ, ત્યાગ અને વૈરાગ્યનું વિશ્વહિતકારી શાસન ચલાવે છે. તીર્થકર ભગવાનનું શાસન તો ચક્રવર્તીઓ ઉપર પણ હોય છે, તેથી તીર્થકર ભગવાન ચક્રવર્તીઓના પણ ચક્રવર્તી છે. રીવતા સરપફ પઠ્ઠાઈ- તીર્થકરો સંસાર સમુદ્રમાં ડૂબતા જીવો માટે આધાર રૂપ હોવાથી દ્વીપ સમાન છે, કર્મોથી સંતપ્ત ભવી જીવોની રક્ષા કરવામાં કુશળ હોવાથી ત્રાણરૂપ અને શરણ પ્રદાતા હોવાથી શરણાગતિના સ્થાનરૂપ છે. અખડિર-વડાપા-
કંથ- અપ્રતિહત - શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારક. મતિ, શ્રુત આદિ ક્ષાયોપથમિક જ્ઞાન અપૂર્ણ છે. તેની કાલમર્યાદા પ્રમાણે જ તે રહે છે. કેવળજ્ઞાન અખંડ, અનંત અને પૂર્ણજ્ઞાન છે, તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. પ્રગટ થયા પછી તેનો નાશ થતો નથી કે અન્ય દ્વારા પરાભૂત થતું નથી, તેથી તે અપ્રતિહત છે. વર એટલે સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે. તીર્થકરો અપ્રતિહત શ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શનના ધારક છે. જિયછ૩મા વ્યાવાચ્છા - તીર્થકર દેવ વ્યાવૃત્તચ્છા અર્થાતુ છઘરહિત કહેવાય છે. છાના બે અર્થ છે– આવરણ અને છળ. (૧) જ્ઞાનાવરણીય આદિ ચાર ઘનઘાતી કર્મો આત્માની જ્ઞાન, દર્શનાદિ મૂળ શક્તિઓને ઢાંકે છે, વેષ્ટિત કરે છે, છાદન કરે છે, તેથી તે છદ્મ કહેવાય છે. તીર્થકરો જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોથી પૂર્ણતઃ પૃથક થઈ જાય છે, તેથી તેઓ કેવળ જ્ઞાની બની ગયા છે તે “વ્યાવૃત્તચ્છા” કહેવાય છે. (૨) છદ્મ એટલે છળ કપટ. વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ પછી જ તીર્થકરપણું પ્રગટ થાય છે, તેથી તીર્થકરો છળકપટથી સર્વથા રહિત હોય છે. તેમનું જીવન બહાર અને અંદર સર્વત્ર સરળ, સમતોલ અને સમભાવ યુક્ત હોય છે. તેમના જીવનમાં છળ-કપટની કોઈ સંભાવના નથી.
અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક અને વ્યાવૃત્ત છા, આ બંને ગુણો અન્ય અનંત ગુણોને જન્મ આપે છે. અરિહંતાણં ભગવંતાણંથી લઈને સરણ ગઈ પઈઠાણં સુધીના સર્વ ગુણોનું કારણ આ બે ગુણો જ છે, તેથી આ બે ગુણો જ પ્રભુના ઉત્કૃષ્ટ ગુણગાન માટે પર્યાપ્ત છે. નિપITM.... મોરVIIM સ્વયં રાગ દ્વેષના વિજેતા અને અન્યને રાગ-દ્વેષના વિજયનો માર્ગ બતાવનારા, સ્વયં સંસાર સમુદ્રથી તીર્ણ અને અન્યને તારનારા, સ્વયં બોધ પામેલા અને અન્યને બોધ પમાડનારા, સ્વયં ઘાતિકર્મોથી મુક્ત અને અન્યને મુક્ત કરનારા.
તીર્થકરો સંયમનો સ્વીકાર કર્યા પછી રાગ-દ્વેષ પર વિજય પ્રાપ્ત કરવાની સાધના કરે છે, સ્વયં