________________
અંતિમ મંગલ
૧૧ |
ભેદભાવ વિના શત્ર-મિત્ર, રાજા-રંક, રાગી કે દ્વેષી સહુને અભયદાન આપે છે. સંસારના મિથ્યાત્વ વનમાં ભટકતા જીવ સમૂહને સત્યમાર્ગ પર લાવી નિરાકુળ બનાવવા, તેમને અભયદાન આપવું તે જ તીર્થકર દેવોનું મહાન કાર્ય છે. વહુવા ચક્ષદાતા - જ્યારે જીવોમાં સત્યાસત્યનો વિવેક લુપ્ત થઈ જાય છે ત્યારે તીર્થકર પ્રભુ જીવોને જ્ઞાન નેત્ર અર્પણ કરે છે, અજ્ઞાનનો પડદો દૂર કરે છે. તે કામ-ક્રોધ આદિ વિકારોથી દુષિત, અજ્ઞાની અંધ પુરુષ પરમાત્મા પાસેથી જ્ઞાનનેત્ર મેળવી પ્રસન્ન થાય છે. તે જીવો જ્ઞાનરૂપ નેત્ર દ્વારા સન્માર્ગને પામી પોતાના જીવનનું પરિવર્તન કરે છે, તેથી પ્રભુ ચક્ષુદાતા છે, ચંડકૌશિક સર્પ જેવા જન્મજન્માંતરના અંધ જીવો પ્રભુ દ્વારા જ્ઞાન રૂપ નેત્રને પામી, ઉન્માર્ગનો ત્યાગ કરી, સન્માર્ગને પામી ગયા છે. માયા- માર્ગના દાતા. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ અથવા વિશિષ્ટ ગુણ પ્રાપ્તિના કારણભૂત ક્ષયોપશમ ભાવ રૂ૫ માર્ગના દાતા. તીર્થકરો મોક્ષમાર્ગને અથવા ઉન્માર્ગે જતાં જીવોને સન્માર્ગનું દર્શન કરાવી આત્મગુણોના પ્રગટીકરણનો માર્ગ બતાવે છે, તેથી માર્ગના દાતા છે. સરથા - શરણદાતા. કર્મશત્રુઓથી દુઃખી પ્રાણીઓને શરણ-આશ્રય દેનારા. આ સંસારમાં જીવો પોત-પોતાના કર્મોથી દુઃખી થાય છે. તે જીવોને કોઈ પણ પદાર્થ કે અન્ય જીવો શરણ રૂપ આશ્રય રૂપ થઈ શકતા નથી કારણ કે પ્રત્યેક જીવ સ્વયં અશરણરૂપ છે. તીર્થકરો સાધના દ્વારા સ્વયં સ્વસ્થતાને પ્રાપ્ત કરીને સર્વ જીવોને માટે શરણરૂપ બની ગયા છે. તેમનું શરણ સ્વીકારીને જીવો સ્વયં સ્વસ્થ થાય છે. નવ લાખ- જીવનદાતા. તીર્થકરો ષડૂજીવનિકાયના જીવો પર દયા રાખે છે, તેથી તેઓ જીવનદાતા છે અથવા સંયમરૂપ જીવન દેનારા છે. વોદિયા- બોધિ પ્રદાતા. જિન પ્રણિત ધર્મની પ્રાપ્તિને બોધિ કહે છે અથવા સમ્યગદર્શનને બોધિ કહે છે. તીર્થકરો ભવી જીવોની બોધિ-સમ્યગુદર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત બને છે, તેથી તેઓ બોધિપ્રદાતા કહેવાય છે. થwયાબં- તીર્થકરો આત્મસ્વભાવ રૂ૫ ધર્મ તથા શ્રત અને ચારિત્ર ૩૫ ધર્મના દાતા છે. તેઓ દુર્ગતિમાં પડતા જીવોને ધર્મ દ્વારા ધારી રાખે છે, તેથી તેઓ ધર્મદાતા છે. અમેલિયા- ધર્મના ઉપદેશક. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરો ધર્મનો ઉપદેશ આપે છે. પ્રભુના ઉપદેશ શ્રવણથી કેટલાય જીવો બોધિબીજને પામે છે. કેટલા ય જીવો શ્રુત-ચારિત્રરૂપ ધર્મને પામે છે, તેથી તીર્થકરો બોધિદાતા, ધર્મદાતા કે ધર્મના ઉપદેશક કહેવાય છે. થHMIIM- ધર્મના નાયક, ધર્મના પ્રવર્તક. પ્રભુ પોતાના ઉપદેશમાં દુઃખમુક્તિ માટે આગાર અને અણગાર ધર્મનું પ્રવર્તન કરે છે, તેથી તેઓ ધર્મના નાયક છે. ધર્મણારીખ- ધર્મસારથિ. જેમ સારથિ રથમાં બેઠેલી વ્યક્તિને સુયોગ્ય દિશા સૂચન કરીને રથ દ્વારા ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. તેમ તીર્થકરો સાધકોને સુયોગ્ય દિશાસૂચન કરી ધર્મરૂપી રથ દ્વારા મોક્ષ સ્થાન સુધી પહોંચાડે છે. થર્મલર વાકાંતવવક્રી ધર્મવર ચતરત ચક્રવર્તી - તીર્થકર ભગવાન ધર્મના શ્રેષ્ઠ ચક્રવર્તી અને ચાર ગતિનો અંત કરનારા છે. જ્યારે દેશમાં સર્વત્ર અરાજકતા છવાઈ જાય છે અને દેશના નાનાં-નાનાં રાજ્યો જુદા થઈ જાય, દેશની એકતા નષ્ટ થઈ જાય ત્યારે ચક્રવર્તી પુનઃ રાજનીતિની વ્યવસ્થા કરે છે, સંપૂર્ણ વિખેરાયેલી દેશની શક્તિને એકત્રિત કરે છે. તેઓ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણ દિશાઓમાં