________________
૧૬૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મહામારી આદિ કોઈ પણ જાતનો ઉપદ્રવ થતો નથી. જો પૂર્વે ઉપદ્રવ હોય, તો ભગવાનના આગમનથી તે સર્વ ઉપદ્રવો શાંત થઈ જાય છે. ભગવાનના ૩૪ અતિશયોમાંથી આ એક અતિશય છે. તપુરા- લોકમાં ઉત્તમ. તીર્થકરો પોતાના રૂપથી, ગુણથી, શક્તિથી ત્રણે લોકમાં ઉત્તમ છે. પ્રભુનું પરમ ઔદારિક શરીર દેવલોકના દિવ્ય શરીરથી અનંત ગુણ વિશિષ્ટ છે. તીર્થકરોની ટચલી આંગળીનું બળ પણ દેવોથી અધિક છે અને પ્રભુના આત્મામાં અનંત આત્મગુણો પ્રગટ થયેલા છે. તેમજ ચોત્રીસ અતિશય સંપન્ન તથા વાણીના પાંત્રીસ ગુણયુક્ત હોવાથી પ્રભુ લોકમાં ઉત્તમ છે. તાળા - લોકના નાથ. ત્રણે લોકના જીવોના નાયક હોવાથી પ્રભુ લોકના નાથ કહેવાય છે. અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તના સંરક્ષણ રૂપ યોગક્ષેમના કરનારા હોય, તે નાથ કહેવાય છે, તીર્થકરો અપ્રાપ્ત સમ્યગદર્શન આદિની પ્રાપ્તિ અને પ્રાપ્ત રત્નત્રયના સંરક્ષણ માટે કારણરૂપ હોવાથી ભવી જીવોના નાથ છે. તો દિવા- લોકનું હિત કરનારા. પ્રભુના આચાર અને વિચાર તથા અનેકાંતમય ઉપદેશ જગતના સૂક્ષ્મ અને સ્કૂલ સર્વ જીવોને હિતકારી છે, તેથી તીર્થકરો સમસ્ત લોકનું હિત કરનારા છે. તોપવામાં લોકપ્રદીપ – તીર્થંકર ભગવાન લોકમાં પ્રકાશ કરનાર અનુપમ દીપક છે. જ્યારે સંસારમાં અજ્ઞાન-તિમિર નિગૂઢ રીતે ફેલાઈ જાય છે, સત્યધર્મનો માર્ગ પ્રાયઃ વિલુપ્ત થઈ જાય છે ત્યારે તીર્થકર ભગવાન વિશ્વમાં પોતાના કેવળજ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે અને જનતાના મિથ્યાત્વ અંધકારનો નાશ કરી તેને સન્માર્ગ પર સ્થાપિત કરે છે. દીપકનો પ્રકાશ મર્યાદિત છે, ધૂમસહિત છે, વાયુનો વેગ તેને બુઝાવી શકે છે, તીર્થકર પ્રભુરૂપી ત્રણે લોક અને ત્રણે કાળને પ્રકાશિત કરતા જ્ઞાનદીપકના પ્રકાશને વાયુ બુઝાવી શકતો નથી. પ્રભુને સૂર્ય, ચંદ્રની ઉપમા નહિ આપતા, દીપકની ઉપમા આપી છે કારણ કે સૂર્ય, ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ કોઈને પોતાની સમાન પ્રકાશમય બનાવતા નથી, જ્યારે નાનો દીપક પોતાના સંસર્ગમાં આવતા હજારો દીપકોને પ્રદીપ્ત કરી પોતાની સમાન પ્રકાશમાન દીપક બનાવે છે.
તે પ્રમાણે તીર્થકર દેવ પોતાના સંસર્ગમાં આવતા અન્ય સાધકોને સાધનાપથ પ્રદર્શિત કરી તેમને પોતાની સમાન બનાવે છે. આ રીતે પરમાત્મા અનુપમ દીપક સમાન છે. રોજ પmોયRM- લોકમાં પ્રદ્યોત-પ્રકાશ કરનારા. પ્રભુ કેવળજ્ઞાન રૂપી પ્રકાશ દ્વારા લોકાલોકના સમસ્ત ભાવોને પ્રકાશિત કરનારા છે. સમયથાનં અભયદાતા - ભયનો અભાવ, તે અભય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં સાત પ્રકારના ભયનું કથન છે. (૧) ઈહલોક ભય, (૨) પરલોક ભય, (૩) આદાન-ધન સંપત્તિ લૂંટાઈ જવાનો ભય, (૪) અકસ્માત ભય, (૫) વેદના ભય- શરીરના રોગ આદિનો ભય અથવા આજીવિકાભય, (૬) મરણ ભય, (૭) અપજશભય. તીર્થકરો આ સાતે પ્રકારના ભયથી મુક્ત કરીને જીવોને અભય બનાવે છે.
સંસારના સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. લાળાપ અબપયા | સૂત્રકૃત્તાંગ સૂત્ર. પ્રાણીને મારવામાં આવે ત્યારે તે ભયભીત બની જાય છે. પ્રાણીને ન મારવા, તેની હિંસા ન કરવી તે તેને અભય આપવા તુલ્ય છે. આ રીતે અહિંસાની આરાધના તે અભયદાનની સાધના છે. તીર્થકરોના અંતરનો અનંત કરુણા ભાવ અભયદાનમાં જ પૂર્ણ રૂપે પ્રતિબિંબિત થાય છે. તીર્થકર ભગવાન કોઈ પણ પ્રકારના