________________
અંતિમ મંગલ
૧૫૯ ]
દર્શાવી શકતું નથી તે પ્રમાણે તીર્થકર દેવ પણ સંસારમાં નિર્ભય રહે છે, કોઈ પણ સંસારી વ્યક્તિ તેમનાં આત્મબળ, તપ, ત્યાગ આદિ વીરતાનો પરાભવ કરી શકતા નથી.
તે ઉપરાંત સંસારના મનુષ્યોની વૃત્તિના બે પ્રકાર છે. (૧) સિંહવૃત્તિ અને (૨) શ્વાનવૃત્તિ. શ્વાનવૃત્તિવાળા મનુષ્યો નિમિત્તને જ દોષિત માને છે અને સિંહવૃત્તિવાળા મનુષ્યો નિમિત્તને દોષ આપ્યા વિના પોતાના ઉપાદાનને શુદ્ધ કરે છે. તીર્થંકરાદિ મહાપુરુષો પોતાના સુખ-દુઃખમાં અન્ય કોઈ પણ નિમિત્તને દોષ આપ્યા વિના પોતાના વિકારોને દોષિત માની તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે, તેથી તીર્થકર પુરુષસિંહ છે, પુરુષોમાં સિંહની વૃત્તિ રાખનારા છે. પુરિવર પુરિયા પરુષવર પંડરિક - તીર્થકર ભગવાન પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરિક કમળ સમાન હોય છે. બીજા કમળોની અપેક્ષાએ પુંડરીક-શ્વેત કમળ સૌન્દર્ય અને સુગંધમાં ઉત્કૃષ્ટ હોય છે. દૂરદૂરથી ભ્રમરો સુગંધથી આકર્ષિત બની ત્યાં આવે છે અને કમળ કોઈ પણ જાતના સ્વાર્થભાવ વિના અહર્નિશ વિશ્વને પોતાની સુગંધ અર્પણ કરતું રહે છે.
તીર્થકર દેવ પણ માનવરૂપી સરોવરમાં સર્વશ્રેષ્ઠ કમળ સમાન છે. તેમના આધ્યાત્મિક જીવનની સુગંધ અનંત હોય છે. તેઓ અહિંસા, સત્યાદિ સણોની સુગંધ સર્વત્ર ફેલાવે છે. પુંડરિકની સુગંધનું અસ્તિત્વ અલ્પકાલીન હોય છે, પરંતુ તીર્થકર દેવોના જીવનની સુગંધ તો હજારો લાખો વર્ષો સુધી રહે છે. પંડરીકની શ્વેતતાની જેમ ભગવાનનું જીવન પણ વીતરાગતા કારણે પૂર્ણતઃ નિર્મળ-શ્વેત હોય છે. તેમાં કષાયની મલિનતા હોતી નથી. પુંડરિકની નિઃસ્વાર્થતાની જેમ ભગવાન પણ નિઃસ્વાર્થ ભાવથી સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ કરે છે, તેમને કોઈ પણ પ્રકારની સાંસારિક વાસના હોતી નથી.
કમળ પાસે ભ્રમરો આવે છે તેમ તીર્થંકર દેવના આધ્યાત્મિક જીવનની સુગંધથી પ્રભાવિત બની ત્રણ લોકના પ્રાણી તેમનાં ચરણોમાં ઉપસ્થિત થાય છે. જેમ પાણીથી ભરેલાં સરોવરમાં કમળ પાણીથી અલિપ્ત રહે છે. તેમ પ્રભુ સંસારની વાસનાઓથી પૂર્ણતઃ નિર્લેપ રહે છે.
- ઉપરોક્ત વૃત્તિ અને પ્રવૃત્તિ કમળમાં અજ્ઞાનપણે જ થાય છે, પરંતુ ભગવાનના જીવનમાં પૂર્ણ જ્ઞાનાવસ્થામાં જ નિષ્કામ કરુણાભાવથી ઉપરોક્ત પ્રવૃત્તિ થાય છે, તેથી પુંડરિક કમળથી પરમાત્માની વિશેષતા છે.
સિવદત્થી પુરુષવર ગંધ હસ્તી - ભગવાન પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે. સિંહની ઉપમા વીરતાને સૂચિત કરે છે અને પુંડરીકની ઉપમા શ્રેષ્ઠ ગંધને સૂચિત કરે છે, પરંતુ ગંધહસ્તીની ઉપમા સુગંધ અને વીરતા બન્નેને એકસાથે સૂચિત કરે છે.
ગંધહસ્તી એક મહાન વિલક્ષણ હસ્તી હોય છે. તેના ગંડસ્થળમાંથી સદેવ સુગંધિત મદ ઝરતો. રહે છે અને તેના ઉપર ભ્રમર સમૂહ ગુંજારવ કરે છે. ગંધહસ્તીની ગંધ એટલી તીવ્ર હોય છે કે યુદ્ધભૂમિમાં જતાં જ તેની સુગંધમાત્રથી અન્ય હજારો હાથીઓ ત્રાસીને નાસવા લાગે છે, તેની સમક્ષ ઊભા રહી શકતા નથી. આ ગંધહસ્તી જ્યાં રહે છે તે પ્રદેશમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આદિ ઉપદ્રવો થતા નથી, હંમેશાં સુકાળ રહે છે.
તીર્થકર ભગવાન પણ માનવજાતિમાં ગંધહસ્તી સમાન છે. ભગવાનના પ્રતાપ તથા તેજ સમક્ષ અત્યાચાર, ભયંકર વૈર-વિરોધ, અજ્ઞાન અને પાખંડ આદિ ટકી શકતા નથી. ભગવાન ગંધહસ્તીની સમાન વિશ્વ માટે મંગળકારી છે. જે દેશમાં ભગવાનનું પદાર્પણ થાય છે, ત્યાં ભગવાનના પરમ પુણ્યપ્રભાવે