________________
શ્રી આવશ્યક સૂત્ર
નિત્યવાળું તીર્થંકર :- તીર્થના નિર્માતા તીર્થંકર કહેવાય છે. સંસારરૂપી સમુદ્ર જેનાથી તરી શકાય તે ધર્મ તીર્થ કહેવાય છે અને ધર્મ તીર્થની સ્થાપના કરવાથી ભગવાન મહાવીર વગેરે તીર્થંકર કહેવાય છે.
૧૫૮
જ
જેમ ઘોર ભયંકર સમુદ્રને સામાન્ય માનવી તરી શકતો નથી, પરંતુ તેને તરવા માટે ઘાટ-તીર્થનું નિર્માણ થાય, તો સામાન્ય મનુષ્યો પણ તેને સરળતાથી તરી શકે છે. તે જ રીતે સામાન્ય મનુષ્યો સંસાર રૂપ સમુદ્રને સરળતાથી પાર કરી શકે, તે માટે પ્રભુએ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, આ ચતુર્વિધ સંઘ રૂપ ચાર તીર્થની સ્થાપના કરી છે. વિવિધ શ્રેણીના સાધકો માટે વિવિધ અનુષ્ઠાનો રૂપ વિવિધ યોજનાઓ નિશ્ચિત કરી છે, સાધક પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ પણ સાધનાને અપનાવીને સંસાર સાગરને તરી શકે છે અથવા તીર્થ એટલે પુલ. પુલ ઉપર થઈને રોગી, નિરોગી, નાના-મોટા પ્રત્યેક જીવો નિશ્ચિતપણે સામા કિનારે પહોંચી શકે છે. તે જ રીતે ચતુર્વિધ સંઘરૂપી પુલ નિશ્ચિતપણે મોક્ષરૂપી સામા કિનારે પહોંચાડે છે,
આ રીતે તીર્થંકરો ચાર તીર્થના સંસ્થાપક હોવાથી તીર્થંકર કહેવાય છે. તીર્થંકરો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પ્રથમ સમવસરણમાં બાર પ્રકારની પરિષદમાં ઉપદેશ આપે છે. પ્રભુના ઉપદેશથી પ્રભાવિત થઈને કેટલાક મનુષ્યો સાધુવ્રતનો અને કેટલાક શ્રાવક વ્રતનો સ્વીકાર કરે છે. આ રીતે પ્રભુના તીર્થંકર નામ કર્મના વિપાકોદયે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે અને પરમાત્મા તીર્થંકર કહેવાય છે.
સ્વયંસંયુદ્ધાળ સ્વયં સંબુદ્ધ – તીર્થંકર ભગવાન સ્વયં સંબુદ્ધ અર્થાત્ સ્વયં બોધ પામનારા હોય છે. ઃતીર્થંકરોએ પૂર્વના ત્રીજા ભવમાં જિનનામકર્મનો બંધ નિકાચિત કર્યો હોય, ત્યારથી જ તેમના આત્માએ તથાપ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હોય છે, તેથી જ તેઓ ત્રણ જ્ઞાન સહિત જન્મ ધારણ કરે છે, તેઓને વૈરાગ્ય માટે કોઈના ઉપદેશ કે અન્ય કોઈ પણ નિમિત્તની આવશ્યકતા નથી. તેઓને પથ પ્રદર્શન માટે કોઈ
ગુરુ કે શાસ્ત્રોની જરૂર નથી.
તેઓ સ્વયં પથદર્શક છે, સ્વયં પથના યાત્રી છે; તેઓ પોતાનો માર્ગ સ્વયં શોધે છે. સ્વયં પોતાની કેડી કંડારીને દઢ શ્રદ્ધાથી તે કેડીએ ચાલે છે. આ રીતે તેઓ સ્વયં સંબુદ્ધ છે.
પુવિદ્યુતમાળ પુરુષોત્તમ ઃ– તીર્થંકર ભગવાન પુરુષોત્તમ અર્થાત્ પુરુષોમાં શ્રેષ્ઠ છે. ભગવાનના બાર્થી અને આત્યંતર બંન્ને પ્રકારના ગુણો અલૌકિક અને અસાધારણ હોય છે. ભગવાનનું રૂપ ત્રિભુવન મોહક હોય છે ! તેમનું તેજ સૂર્યના તેજને હતપ્રભ બનાવે છે ! ભગવાનના દિવ્ય શરીરમાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણ હોય છે, તે જ તેમની મહત્તાનું સૂચન કરે છે.
ભગવાનના વજઋષભનારાચ સંહનન અને સમચતુરસ સંસ્થાનનું સૌંદર્ય અનોખું હોય છે. તેમના પરમ ઔદારિક શરીર સમક્ષ દેવોના દેદીપ્યમાન વૈક્રિય શરીર પણ તુચ્છ અને નગણ્ય દેખાય છે.
તીર્થંકર દેવ અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ અનંત આત્મ ગુણોની અનુભૂતિ કરી રહ્યા હોય છે આ રીતે તીર્થંકર દેવ પોતાના યુગમાં સંસારી પુરુષોમાં ઉત્તમોત્તમ હોય છે. પુલિસિહાળ પુરુષસિંહ ઃ– તીર્થંકર દેવ પુરુષોમાં સિંહ સમાન છે. સિંહ એક અજ્ઞાની અને હિંસક પશુ છે. ભગવાન દયા અને ક્ષમાના ભંડાર છે. પરમાત્માને આપેલી આ ઉપમા સર્વ દેશીય નથી, પરંતુ એક દેશીય છે. અહીં સિંહની વીરતા અને પરાક્રમ સાથે પ્રભુની તુલના કરી છે.
જે રીતે સિંહ પોતાના બળ અને પરાક્રમથી નિર્ભય રહે છે. અન્ય કોઈ પણ પશુ તેના જેવી વીરતા