________________
આવશ્યક-૬
.
[ ૧૫૩ ]
ભાવાર્થ – સૂર્યોદય સુધી નમસ્કાર કરવા પૂર્વક પૂર્ણ કરવાના જે પ્રત્યાખ્યાન કર્યા હતા, તે પ્રત્યાખ્યાન (મન, વચન) શરીર દ્વારા સમ્યક રૂપે સ્પષ્ટ, પાલિત, શોધિત, કીર્તિત અને આરાધિત કરવા છતાં તેની સમ્યક રૂપે આરાધના ન થઈ હોય, તો તત્સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. વિવેચન :
આ પ્રત્યાખ્યાન સમાપ્તિ સૂત્ર છે. કોઈ પણ પ્રત્યાખ્યાનની સમાપ્તિ પ્રસ્તુત સૂત્ર દ્વારા કરવી જોઈએ. ઉપરોક્ત પાઠમાં ૩૪Tણ સૂરે નમોwાર દિયં શબ્દ પ્રયોગ નવકારશી પ્રત્યાખ્યાનનો સૂચક છે. પોરસી આદિ જે પ્રત્યાખ્યાનની સમાપ્તિ કરવી હોય, તે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.
જેમ કે પોરસી પચ્ચકખાણની સમાપ્તિ કરવી હોય, તો પરણી જીલ્લામાં ચં પાઠ બોલવો.
પ્રત્યાખ્યાન પાલનના છ અંગ છે. (૧) ચિં- પૃષ્ટ અથવા સ્પર્શિત. સિય નામ ગં અંતર ન હતા –આવશ્યક ચૂર્ણિ. સ્વીકૃત પ્રત્યાખ્યાનનું વચ્ચે ખંડન કર્યા વિના શુદ્ધ ભાવથી અખંડપણે પાલન કરવું, તે સ્પર્શના છે. (૨) પાળિયું- પાલિત. પ્રત્યાખ્યાનને વારંવાર સ્મૃતિમાં લાવી સાવધાનીપૂર્વક તેની સતત રક્ષા કરવી. તેમાં અતિચાર-દોષનું સેવન ન થાય, તેની સાવધાની રાખવી અને નિર્દોષપણે પાલન કરવું (૩) સોચિં- શોધિત. કોઈ દોષનું સેવન થઈ જાય, તો તુરંત જ તેની શુદ્ધિ કરવી. (૪) તરિયં- તીરિત- સ્વીકત પ્રત્યાખ્યાનની કાલમર્યાદા પૂર્ણ થાય ત્યારે જ પ્રત્યાખ્યાનની સમાપ્તિ કરવી. (૫) ચિં - કીર્તિત. પ્રત્યાખ્યાનનો મહિમા પ્રદર્શિત કરવો. મનમાં પ્રત્યાખ્યાન પ્રતિ બહુમાન આદરભાવ થવો; પ્રત્યાખ્યાનની સમાપ્તિ પહેલા ઉત્કીર્તનપૂર્વક કહેવું કે મેં અમુક પ્રત્યાખ્યાનનો સ્વીકાર કર્યો હતો. સમ્યક પ્રકારે પૂર્ણ થાય છે. (૬) આહિ- આરાધિત. સર્વ દોષોનો ત્યાગ કરીને ઉપરોક્ત સર્વ અંગથી પ્રત્યાખ્યાનની આરાધના કરવી. ચૂર્ણિકારે આરદિય ના સ્થાને અપત્તિયે નું કથન કર્યું છે. અનુપત્તિયં નામ અનુકૃત્ય તીર્થજીવન પ્રત્યારાને પતિબં તીર્થકરોના વચનોનું વારંવાર સ્મરણ કરીને પ્રત્યાખ્યાનનું પાલન કરવું. નં જ આપવું :- ઉપરોક્ત છ અંગ દ્વારા પ્રત્યાખ્યાનની આરાધના કરવી જોઈએ તેમ છતાં ક્યારેક છદ્મસ્થપણાના કારણે યથાર્થ રીતે આરાધના ન થઈ હોય, તો તેની આલોચના કરીને પ્રત્યાખ્યાન સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરી વિશુદ્ધ બની શકાય છે.