________________
૧૫ર |
શ્રી આવશ્યક સૂત્ર
પ્રત્યાખ્યાન શુદ્ધિઃ
આ દશે પ્રકારના પ્રત્યાખ્યાનની પૂર્ણ શુદ્ધિ માટે નિયુક્તિ અને વ્યાખ્યાગ્રંથમાં છ પ્રકારની શુદ્ધિનું કથન કર્યું છે.
सा पुन सद्दहण जाणणा य विनयानुभासणा चेव ।
અનુપાતના વિરોધી ભાવવિલોહી અને છ નિર્યુક્તિ-૧૫૮૫ ભાવાર્થ :- (૧) શ્રદ્ધા શુદ્ધિ, (૨) જ્ઞાનશુદ્ધિ, (૩) વિનય શુદ્ધિ, (૪) અનુભાષણ શુદ્ધિ, (૫) અનુપાલન શુદ્ધિ અને (૬) ભાવ વિશુદ્ધિ. (૧) શ્રદ્ધાશુદ્ધિ– પ્રત્યાખ્યાનનો ઉપદેશ સર્વજ્ઞકથિત છે, તે નિર્જરાનું કારણ છે તેવી શ્રદ્ધાપૂર્વક પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો, તે શ્રદ્ધાશુદ્ધિ છે. (૨) જ્ઞાનશુદ્ધિ- પ્રત્યાખ્યાનનું સ્વરૂપ, તેની કાલ મર્યાદા, તેના આગાર વગેરે વિષયોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો, તે જ્ઞાનશુદ્ધિ છે. જ્ઞાનપૂર્વકના પ્રત્યાખ્યાન જ સુપ્રત્યાખ્યાન કહેવાય છે અને તે જ સફળ થાય છે. (૩) વિનયશુદ્ધિ- ગુર્નાદિકોને વિધિપૂર્વક વંદન કરીને, મન, વચન, કાયાના અશુભ યોગનો નિગ્રહ કરીને આદરપૂર્વક પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો, તે વિનયશુદ્ધિ છે. (૪) અનુભાષણશુદ્ધિ- પ્રત્યાખ્યાન સૂત્રનું ઉચ્ચારણ સ્વર-વ્યંજનની શુદ્ધિ પૂર્વક કરવું તથા પ્રત્યાખ્યાનના સ્વીકાર સમયે ગુરુ વદિ શબ્દનું ઉચ્ચારણ કરે, ત્યારે તુરંત જ સ્વયં સિરામિ શબ્દનું ઉચ્ચારણ કરવું, તે અનુભાષણશુદ્ધિ છે. (૫) અનુપાલનશુદ્ધિ- સ્વીકૃત પ્રત્યાખ્યાનનું વિકટ પરિસ્થિતિમાં પણ યથાર્થ રીતે પાલન કરવું, જેમ કે સાધુને માટે આધાકર્મી આહારનો નિષેધ છે, તો ગામમાં કે જંગલમાં તે નિયમનું સમાન ભાવે પાલન કરવું, તેમાં છૂટ ન લેવી, તે અનુપાલનશુદ્ધિ છે. () ભાવદ્વિ– જે શ્રદ્ધાથી અને ભાવવિદ્ધિથી પ્રત્યાખ્યાનનો સ્વીકાર કર્યો હોય, તેવી જ ભાવવિશુદ્ધિ અંત સમય સુધી રાખવી. રાગ-દ્વેષ, અભિમાન આદિ મલિન ભાવો પ્રત્યાખ્યાનને દૂષિત બનાવે છે. તેમ જાણીને ભાવશુદ્ધિ રાખવી.
પ્રત્યાખ્યાનની પૂર્ણતઃ સફળતા માટે ઉપરોક્ત છ પ્રકારની શુદ્ધિ આવશ્યક છે.
સાધક છ પ્રકારની શુદ્ધિ સહિત પ્રત્યાખ્યાનનું પાલન કરે, તોપણ મર્યાદિત કાલના પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં, તેમાં લાગેલા અતિચારોની આલોચના કરવી જરૂરી છે. તેના માટે પૂર્વાચાર્યોએ પ્રત્યાખ્યાન પારવા(પૂર્ણ કરવા) સંબંધી સૂત્રનું કથન કર્યું છે. પ્રત્યાખ્યાન પાળવા સંબંધી સૂત્ર| ३ उग्गएसूरे नमुक्कार सहियं..... पच्चक्खाणं कयं । तं पच्चक्खाणं सम्म कारण फासियं, पालियं, तीरियं, किट्टियं, सोहियं, आराहियं । जं च न आराहियं तस्स मिच्छामि दुक्कडम् ।