________________
[ ૧૫૪]
શ્રી આવશ્યક સૂત્ર
અંતિમ મંગલ | પ્રાકથન ક્કન્ડન્ડ(%%%%%
નોત્થM નો પાઠ આવશ્યક સૂત્રના અંતિમ મંગલ રૂપે પ્રસિદ્ધ છે. તેમાં સિદ્ધ ભગવંતોની તેમજ અરિહંત ભગવંતોની ગુણ સ્તુતિ છે.સિદ્ધ ભગવાન તેમજ તીર્થકરોના વિશિષ્ટ ગુણો દ્વારા તીર્થકરોનું સ્વરૂપ, તેમનું વિશિષ્ટ વ્યક્તિત્ત્વ, જગત સાથે તેમનો પવિત્ર સંબંધ તેમજ તેમના શાશ્વત સ્થાન રૂપ સિદ્ધપદનું પ્રતિપાદન છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુ સમાચારી નામના છવ્વીસમા અધ્યયનમાં દેવસી અને રાઈ પ્રતિક્રમણની સમાપ્તિમાં જિનેશ્વરોની સ્તુતિનું કથન છે. થર માનું વI ૨૬/૪૩ ૪ સિતાક સિંઘવ ર૩/પર. તેમાં જિનેશ્વરની સ્તુતિ રૂપ નમોલ્યુનો પાઠ બોલવાની પરંપરા છે. | તીર્થકરોની સ્તુતિ અને ગુણગ્રામ કરતાં ક્રોડો કર્મોનો નાશ થાય છે અને જો તેમાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય, તો જીવ જિનનામકર્મનો બંધ કરે છે, સાધકનું અંતર પવિત્ર અને નિર્મળ થાય છે, ભક્તિના અપૂર્વ ઉલ્લાસથી કેટલાય દોષોનું દહન થઈ જાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જિનસ્તુતિનું ફળ પ્રદર્શિત કર્યું છે.
थय थुइमंगलेणं भंते जीवे किं जणयइ ? थय थुइ मंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ । नाणदंसणचरित्तबोहिलाभ संपन्ने य णं जीवे अन्तकिरियं कप्पविमाणो ववत्तिगं આર આર સ્તવ-સ્તુતિથી જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ બોધિનો લાભ થાય. તે બોધિલાભને પ્રાપ્ત થયેલો જીવ અંતક્રિયા અર્થાતુ મોક્ષપ્રાપ્તિ કરે છે અને કર્મો શેષ રહી જાય, તો વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે.
આ રીતે ભક્તિ માર્ગના માધ્યમથી સાધક પૂર્ણતા સુધી પહોંચી શકે છે.